Abtak Media Google News

ફલાઇંગ બિઝનેશને વધુ ઊંચાઇ આપવા ૧પ વર્ષમાં ૧૦૦ એરપોર્ટનું નિર્માણ કરશે સરકાર

ભારત હાલ અનેક ક્ષેત્રોમાં સિઘ્ધિ હાંસલ કરી રહ્યું છે. બુલેટ ટ્રેનના રેલ્વે પ્રોજેકટ બાદ હવે ઉડ્ડયન ઉદ્યોગને પણ ગતિશીલ કરવામાં આવશે. જે અત્યાર સુધી નથી થયું તે હવે ‘નવી ઘોડીના નવા દાવા સાથે શરૂ કરાશે. સરકારનો આગામી ૧પ વર્ષોમાં ૧૦૦ એરપોર્ટ બનાવવાનો લક્ષ્યાંક છે. રાજય ઉડ્ડયન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટમાં ૪ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

૧૦૦ માંથી ૭૦ એરપોર્ટ એવા સ્થાને બનશે જયાં હાલ ઉડ્ડયન ઉદ્યોગની સુવિધાઓનો અભાવ છે. આ સિવાય અન્ય એરપોર્ટોમાં સુધારા તેમજ તેને વિસ્તૃત કરવામાં આવશે. સિન્હાએ જણાવ્યું હતું કે તેઓ હાલ લોંગ ટર્મ વિઝનથી ભવિષ્યના વિકાસોને આંકી રહ્યા છે. ભારતમાં હવાઇ ઉદ્યોગને ગતિ આપવા માટે ૧૦૦ નવા એરપોર્ટની જરુરીયાત છે. જો કે હાલ ભારતમાં ઘણાં એરપોર્ટ છે જે માર્કેટમાં ઝડપથી વિકસતો ડોમેસ્ટીક ઉદ્યોગ છે.

ભારતમાં હાલ ઇન્ડિગો – સ્પાઇસ જેટ જેવી અનેક કંપનીઓ છે પરંતુ સરકારની આ યોજનામાં પણ વધુ પ્રમાણમાં પ્રાઇવેટ સેકટરોનો સમાવેશ કરવા આવશે. સેક્ધડ ગ્રુપના ૩૦ એરપોર્ટ ઉદયપુર, ગુહાટી જેવા શહેરો તેમજ અન્ય નગરોમાં સ્થાયી કરવામાં આવશે. એવિએશન મેપમાં હજુ ઘણાં શહેરોનો ઉમેરો કરવાની યોજના બનાવાઇ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ સરકાર આ યોજના માટેના મોડેલ તૈયાર કરી રહી છે. જેમાં અનેક શહેરોમાં ઇન્ફાસ્ટ્રકચર બનાવાશે.

જેના માટે જમીનનોની શોધ રાજયો દ્વારા શરુ કરી દેવાઇ છે. એરપોર્ટ માટે ૪૦૦ થી ૫૦૦૦ એકરની જરુર છે.

જેના માટે રોકાણકારો તેમજ જમીનમાલિકો સાથે મુલાકાતે લેવાઇ રહી છે. સીપીસીએ સંસ્થાઓને આ પ્રોજેકટને વિસ્તૃત કરવાની શૈલી વિશે મંતવ્યો પણ આવ્યા હતા. જેના આધારે રાષ્ટ્રીય એરપોર્ટને એવિએશન મંત્રાલય હેઠળ રાખી ભારતીય એરપોર્ટને વધુ ગતિશીલ બનાવી શકાય છે. કમિશન એરપોર્ટ પ્રોડકટીવીટી માટે પેનલની રચના કરશે જેમાં એરપોર્ટ ઓપરેટર ટ્રાફીક મેનેજમેન્ટ સહિતના લોકો જ રોકાણકાર બનશે. હાલની જો વાત કરવામાં આવે તો ડિજિટાઇઝેશન, આધુનિક તેમજ વૈજ્ઞાનિક સાધનો સુવિધાઓ ભારતમાં ભરપુર માત્રામાં ઉપલબ્ધ છે. ત્યારે જો ઉડ્ડયન વિભાગ નવનિર્માણ કરવામાં આવે તો નવી નોકરીની તકોમાં પણ ચોકકસ વધારો થશે અને વેપાર સહીતના ઉઘોગોને તો ચાંદી હી ચાંદી આ સિવાય અનેક લોકોના પ્લેનમાં બેસવાના સપના પણ પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.