Abtak Media Google News

વાયુ પ્રદૂષણની સામાન્ય રીતે અવગણના થતી હોય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી સાબીત થઈ શકે તેનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે. વાયુ પ્રદૂષણ કેન્સર અને હૃદયરોગ કરતા પણ જોખમી અને જીવલેણ સાબીત થઈ શકે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે પરંતુ વિશ્ર્વભરમાં સૌથી વધુ મૃત્યુ વાયુ પ્રદૂષણના કારણે થાય છે. ભારતમાં પણ વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે તે ચિંતાજનક બાબત છે.

Advertisement

ર૧મી સદીના વિશ્ર્વમાં માનવજાત પર મૃત્યુનો ભય ઉભા કરનારા પરિબળોમાં કેન્સર, એઇડસ અને ભૂકંપ, સુનામી કે વાહન અકસ્માતોમાં આકિસ્મક મૃત્યુથી પણ વધુ જીવન ભરખુ નારા દૈત્ય તરીકે વાયુ પ્રદુષણના કારણે વિશ્ર્વમાં સૌથી વધુ મૃત્યુ થાય છે અને તેમાં પણ વિશ્ર્વના કુલ આંકમાં ૫૦ ટકા થી વધુ મોત ભારત અને ચીનમાં થાય છે.

વર્ષ ૨૦૧૭ માં વાયુ પ્રદુષણના કારણે  થતા વૈશ્ર્વિક માનવમૃત્યુનો આંકડો પ૦ લાખ થયો હતો. જેમાં વિશ્વના કુલ મૃત્યાંકમાં ૮૦ ટકા એટલે કે રપ લાખ લોકો ચીન અને ભારતમાં મોતને ભેટયા હતા.

ભારતમાં મૃત્ય માટેના મહત્વના પરિબળોમાં વાયુ પ્રદુષણનું કારણ સૌથી મોરખાનું સ્થાન ધરાવે છે. ધ્રુમપાન અને વ્યસનથી થતાં મૃત્યુથી પણ માનવ સમાજ માટે વધુ જોખમી બની ચુકયું છે. વાયુ પ્રદુષણ, અમેરિકાની હેલ્થ ઇફેકટ ઇન્ટીટયુટ અને અમેરિકન હેલ્થ મેટરિક પોલ્યુશન સંસ્થાઓએ ભારત અને ચીનમાં વાયુ પ્રદુષણથી ૨૦૧૭માં રપ લાખ માનવમૃત્યુ નિપજયાનું જાહેર કર્યુ છે. આ મૃત્યુ પાછળ સ્થાનીક ધોરણે પ્રદુષીત હવાના કારણે નિપજયાનું નોંધાયું છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે પ્રદુષણના આ માહોલ વચ્ચે આજની તારીખમાં દક્ષિણ એશિયામાં જનમ લેતું કોઇપણ બાળક અઢી વર્ષની જીંદગી કંપાવી ને જ જગતમાં આંખો ખોલે છે.

ભારત અને ચીન સહીતનજા દક્ષિણ એશિયામાં વાયુ પ્રદુષણનું સ્તર ભયજનક સપાટી વટાવી ચુકયો છે. ભારતમાં વાયુ પ્રદુષણથી આરોગ્યનું જોખમ અને મૃત્યુનો ક્રમ સૌથી ઉંચો છે વાયુ પ્રદુષણના કારણે ૮૨ ટકા થી વધુ બિમારીએ ફેલાય છે. પ્રદુષણ ચેપી રોગોમાં ફેલાવાનું પણ કારણ  બને છે. ૨૦૧૭માં ભારતમાં ૬ લાખ ૭૩ હજાર મૃત્યુ અને ર૧ લાખથી વધુ વિકલાંગતા વાગુ પ્રદુષણને કારણે જન્મી હોવાનું અહેવાલ જાણવા મળ્યું છે. જયારે ચીનમાં મૃત્યાંક ૮ લાખ ૫૨ હજાર અને વીસ લાખ જેટલી વિકલાંગતાનો અભિશાપ  અવતર્યો હતો. પ્રદુષણના કારણે થતી માનવ ખુવારીમાં ભારત અને ચીનનો હિસ્સો ૫૨ ટકા વધુ છે.

આ બન્ને દેશોમાં પ્રદુષણના કારણે આપની કાયમી વિકલાંગતાનું પ્રમાણ પણ વઘ્યું છે. વિશ્ર્વની સૌથી વધુ વસ્તી ધરાવતા ચીન અને ભારત વચ્ચે વિકાસની રફચાર ચાલી રહી છે ત્યારે કુદરતના અભિશાપનો ભોગ બનવામાં પણ બન્ને મહાસત્તાઓ લગોલગ ચાલીને પ્રદુષણમાં થતી ખુવારીનો દુનિયાનો અડધો અડધ શાપ પોતાના માથે લઇ લીધો હોય તેમ વાયુ પ્રદુષણથી થતા વાર્ષિક મૃત્યાંકમાંથી ૫૦ ટકા મૃત્યુનો ભારત-ચીનમાં થાય છે.

૨૦૧૭માં પ્રદુષણના કારણે વિશ્ર્વમાં ૫૦ લાખની જીવન દિપ બુજાયા હતા. જેમાં ભારત-ચીન ના દિપ રપ લાખ હતા. જો કે વડાપ્રધાન મોદી સરકાર દ્વારા પ્રદુષણ હટાવવા રસોઇમાં એલપીજી ગેસ, સિંકસ જનરેશનના વાહનો, ધરેલું અને વાતાવરણનું પ્રદુષણ રોકવા સરકાર ગંભીર છે. પરંતુ હવે આ હદ બે કાબુ બની ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.