Abtak Media Google News

લીલા ક્રિકેટ ક્લબના ઉપપ્રમુખ 24 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન ડે એન્ડ નાઇટ ભવ્ય બેબી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ ક્રિકેટ ઇવેન્ટમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા શિખતા રાજકોટ અને આસપાસના વિસ્તારોના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આયોજન થઇ રહ્યું છે.

આ આયોજનના પાયોનિયર એવા જ્યોતિ ઘઘડા છેલ્લા 18 વર્ષથી ક્રિકેટ કોચ તરીકે રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવી રહ્યા છે અને તેમની નીચે અત્યાર સુધીમાં હજ્જારો બાળકો ક્રિકેટ ટેકનિકથી અવગત થઇને આગળ વધી ચુક્યા છે.

લીલા ક્રિકેટ ક્લબના ઉપક્રમે 8 દિવસ જામશે બાળકોની બેટ-બોલથી જામશે ફટાકેબાજી: 18 ઓક્ટોબર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

આ બેબી ક્રિકેટ ટુર્નામેન્ટ રાજકોટના ન્યૂ 150 ફૂટ રીંગ રોડ, 2-રામવાટિકા પાર્ટી પ્લોટની બાજુમાં, કણકોટ ચોકડી, રાજકોટ ખાતે અન્ડર-12 અને અન્ડર-14 વય ગ્રુપ માટેનું ખાસ આયોજન છે. 24 ઓક્ટોબરથી ચાલુ થનાર આ બેબી ક્રિકેટ ટુર્નામેન્ટ દરરોજ સાંજે 6:00 વાગ્યાથી રાત્રે 11:30 સુધી ચાલશે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ઇચ્છતા રમતવીરોને ચેમ્પિયન, રનર્સઅપ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટર, વુમન ઓફ ધ મેચ અને મેચ ઓધ ધ સિરીઝ સહિતની અલગ-અલગ કેટેગરીમાં જુદા-જુદા ઇનામોથી નવાજવામાં આવશે. જે કોઇ ઇચ્છુક રમતવીરો છે તેઓએ 18 ઓક્ટોબર સુધીમાં જ્યોતિ ઘઘડાના મો.નં. 97258 25535 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી લેવા અપિલ કરી છે.

આ ઉપરાંત કેપિટલ સ્પોર્ટ્સ, પહેલો માળ, ઉપાસના કોમ્પ્લેક્સ, રેલવે ફાટક નજીક, રૈયા રોડ રાજકોટ ખાતેથી પણ રજીસ્ટ્રેશન ફોર્મ મળી શકશે. વધુ વિગત માટે એસ.એ.દવે 0281-2449208 પર સંપર્ક કરવો. ક્રિકેટ કોચ જ્યોતિ ઘઘડાએ રાજકોટના ક્રિકેટપ્રેમી બાળકોને આ આયોજનમાં ભાગ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.