Abtak Media Google News

ફેબ્રુઆરીમાં રજૂ થયેલા વચગાળાના બજેટમાં અનેક લોકપ્રિય જાહેરાતો કરાય હોય આ બજેટમાં કોઈ નવી જાહેરાતો ન કરાઇ: ૨૫ દિવસના બજેટ સત્રમાં આઠ જેટલા બિલો રજૂ કરશે રૂપાણી સરકાર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે ૨૫ દિવસ સુધી ચાલનારા આ સત્રમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના કારણે રજૂ ન થઈ શકેલા આગામી નાણાંકીય વર્ષ માટેના બજેટને નાણામંત્રી નિતિન પટેલે વિધાનસભામાં રજૂ કર્યું હતુ આ નાણાંકીય વર્ષમાં આઠ માસ જેવો સમય બાકી છે. ત્યારે રજૂ થયેલા આ બજેટનું કદ ૨ લાખ કરોડ રૂા.ની નજીક પહોચી જવા પામ્યું હતુ નિતિનભાઈ પટેલે બજેટને વિધાનસભામાં રજૂ કરીને તેની મુખ્ય જોગવાઈઓનું વાંચન શરૂ કર્યું હતુ જેમાં સ્ટેમ્પ ડયુટીમાં કોમર્શિયલ વિજળી, વ્હીકલ, મનોરંજન જેવા ક્ષેત્રો નવા કરવેરાઓ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત બજેટમાં સરકારે મહેસુલી ખર્ચનો અંદાજ ઉંચો આંકયો છે.

નાણામંત્રી નિતિન પટેલે ગુજરાત વિધાનસભામાં ૨૦૧૬-૨૦ના નાણાંકીય વર્ષના બાકી રહેલા આઠ માસ માટેનું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતુ આ બજેટમાં કરવામાં આવેલી મુખ્ય જોગવાઈઓનું વાંચન કરતા નિતિન પટેલે જણાવ્યું હતુ કે સ્ટેમ્પ ડયુટીમાં બે ટકાનો કોમર્શિયલ ટેકસમાં દોઢ ટકાનો જીએસટીની બહાર રહેલી પેટ્રોલ, ડીઝલ, અને આબકારી જેવી ચીજ વસ્તુઓ પર બે ટકા, વ્હીકલ ટેકસમાં બે ટકા, તથા મનોરંજ ટેકસમાં નવા કરવેરા લાદવામાં આવ્યા છે. આશરે બે લાખ કરોડ રૂા.ના કદના આ બજેટમાં કરવામા આવેલી આવકની સંભાવના પણ નિતિન પટેલે ગૃહમાં રજૂ કરી હતી.

બજેટમા જાવકમાં મહેસુલી ખર્ચનો અંદાજ ખૂબજ ઉંચો આંકવામાં આવ્યો છે. જેથી રાજય સરકાર ટુંક સમયમાં પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને અપાતા વેતન, ભથ્થા તથા પેન્શનમા વધારો કરે તેવી સંભાવના આર્થિક નિષ્ણાંતો સેવી રહ્યા છે. ઉપરાંત રાજય સરકાર અન્ય વહીવટી બાબતો પાછળ થતા ખર્ચમાં પણ મોટો વધારો દર્શાવ્યો છે. જો કે, લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના કારણે ફેબ્રુઆરીમાં નિતિન પટેલે રજૂ કેલા વચગાળાના બજેટમાં મોટાભાગની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેથી આ પૂર્ણ બજેટમાં કોઈ જ નવી મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી નથી તથા વચગાળાના બજેટમાં કરાયેલી નવી યોજનાઓનાં અમલીકરણ માટે નાણાંકીય ખર્ચની જોગવાઈઓ કરવામાં આવી છે.

આ બજેટ સત્ર દરમ્યાન રૂપાણી સરકાર આઠથી દસ જેટલા બિલોને વિધાનસભામાં મંજૂરી માટે રજૂ કરે તેવી સંભાવના છે. જેમાં લઘુતમ વેતન એકટ સુધારણા બિલ, કર્મચારી કલ્યાણ બોર્ડ સુધારણા બિલ ઈ સીગરેટ પર પ્રતિબંધ બિલ, ભીખ ભાંગવા પર પ્રતિબંધ બિલ, ભાગીદારી, ભીખ ભોગવા પર પ્રતિબંધ બિલ, ભાગીદારી અધિનિયમ સુધારણા બિલ, તથા જમીનના કાયદાઓમાં સુધારા માટેના બિલ રજૂ થવાની સંભાવના છે. ૨૫મી જુલાઈ સુધી ચાલનારા આ વિધાનસભા સત્રના આખરી દિને રાજય સરકાર લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને અભિનંદન પાંવવા ઠરાવ રજૂ કરે તેમ આધારભૂત સુત્રોમાંથી વિગતો મળી છે.

જો કે, વિધાનસભા આ સત્રમાં પાંચમી જુલાઈએ સતાધારીભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવી જવાની સંભાવના છે. અમિત શાહે અને સ્મૃતિ ઈરાની લોકસભમાં વિજયી થવાથી ખાલી પડેલી રાજયસભાની બે બેઠકો માટે વિધાનસભામાં પાંચમી જુલાઈએ મતદાન યોજાનારૂ છે. ભાજપે આ બંને બેઠકો પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ટીકીટ આપી છે. જયારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ડો. ચંદ્રિકાબેન ચુડાસમા અને વરિષ્ટ આગેવાન ગૌરવ પંડયાને ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી પંચે આ બંને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજવાનો નિર્ણય કર્યો હોય બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ર્ચિત મનાય રહ્યો છે. જોકે, કોંગ્રેસે ચૂંટણી પંચના આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી કાઢી નાખીને ચૂંટણીના પરિણામ બાદ આવા મુદે સુનાવણી યોજી શકાય તેમ સ્પષ્ટ કર્યું હતુ જેથી કોંગ્રેસ આ રાજયસભાની ચૂંટણીના પરિણામોને સુપ્રીમ કોર્ટમાં પડકારશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે.

ઔદ્યોગિક એકમો માટે સસ્તા દરે ગેસ આપવાનોે રૂપાણી સરકારનો નિર્ણય

ગુજરાત સરકારે ઉદ્યોગીક એકમોને કૂદરતી ગેસના વપરાશ માટે પ્રોત્સાહિત કરવા સસ્તા દરે ગેસ આપવાનો નિર્ણય કર્યો છે. સોમવારે સરકારે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ઔદ્યોગીક ગેસ રૂા. અઢી પ્રતી એસસીએમડીએ અપાશે ઔદ્યોગીક એકમો દ્વારા આપવામાં આવતા ગેસમાં સરકાર ખાસ રાહત આપશે. ઔદ્યોગીક એકમોમા નેચરલગેસના ઉપયોગ અને ખાસ કરીને લઘુ મધ્યમ અને મોટા કારખાનાઓ ધરાવતી વિવિધ ઔદ્યોગીક વસાહતોમાં કુદરતી ગેસનો વપરાશ વધે તે માટે સરકારે આ પગલુ ભર્યું છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ઔદ્યોગીક એકમોને કૂદરતી ગેસ માટેના વપરાશ માટે પ્રોત્સાહિત કરી રાજયને પ્રદુષણ મૂકત કરવા કુદરતી ગેસના વપરાશ માટેના સુચનને પગલે ઔદ્યોગીક એકમોને ગેસના ભાવમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.

દેશમાં અત્યારે ૮૯૧૦ ઔદ્યોગિક એકમોમાં બળતણ તરીકે કૂદરતી વાયુનો ઉપયોગ થાય છે તેમાંથી ૫૦%થી વધુ ૪૯૦૩ એકમો ગુજરાતમાં ચાલી રહ્યા છે.

સસ્તુ બળતણ ઉપલબ્ધ કરાવી સરકાર ઔદ્યોગીક ઉત્પાદનોમાં ખર્ચ ઘટાડીને ગુજરાતનાં ઉદ્યોગોને હરિફાઈમાં ટકવા માટે માલની પડતર કિંમત ઘટાડવા સરકાર પ્રયત્નશીલ છે. નેચરલ ગેસનો ઉપયોગ સસ્તી કિંમતી સાથે સાથે ડિઝલ કોલસાના પ્રમાણમાં ઓછુ પ્રદુષણ કરે છે. ગયા અઠવાડીયે જ રાજય સરકારે રાજયમાં ૩૦૦થી વધુ સીએનજી પંપની સ્થાપનાની જાહેરાત કરી હતી.

આગામી બે વર્ષમાં આ લક્ષ્ય સિધ્ધ કરાશે રાજય સરકારની સીએનજી સહભાગી યોજના અંતર્ગત આ લક્ષ્ય પૂરૂ કરવામાં આવશે ગુજરાતમાં ઔદ્યોગીક્એકમોને ગેસના ભાવમાં રાહત આપવાના નિર્ણયથી ડચકા ખાઈ રહેલા મોરબીનાં સિરામીક ઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગોને સંજીવની મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.