Abtak Media Google News

‘ગુરુપૂર્ણિમા’ના અનેરા અવસરે દઢ સંકલ્પ કરીને સહુ પીતાનો રાષ્ટ્રધર્મ બજાવે, કારણ કે બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ્વરનું ત્રિવિધ એજ છે

આપણો દેશ એક અબજ અને રપ કરોડથી વધુ વસ્તી ધરાવે છે. જો બે અબજ અને પ૦ કરોડ હાથની માનવશકિતનો સાચો અને ઉદ્યમ ભર્યો ઉપયોગ થયો હોત અને એમને સર્જનસક્ષમ બનાવાયા હોત તો દેશના વિકાસની આગેકુચ આજની જેમ અવરોધાતી કે લંગડાતી લડખડાતી ન હોત!

Advertisement

શિક્ષણ ક્ષેત્રની કારમી ગરીબાઇ પણ દેશની વર્તમાન હાલત માટે બેશક કારણભૂત છે.

ધોમધખતા તાપમાં કાળી મજુરી કરી આખો દિ પરસેવા નીતારતો અસહ્ય શ્રમ વેઠી મોડી સાંજ થાકીને ઘેર પરત ફરેલા પિતાને જોતાવેંત જ ઝુંપડીમાં બેઠેલા તેના બાળકો ઉભા થયા. પિતાજીના હાથમાં રહેલી પ્લાસ્ટિક  બેગ ઝૂંટવી લેતા બાળકોએ પૂછયું કે, બાપુ આજે શું લઇ આવ્યા? થોડીવારે સૌ સાથે જમવા બેઠા, જમતા જમતા એક બાળકે તેને માતા સામે જોઇને પૂછયું કે, બા આપણી શેરીના બીજા છોકરાઓની જેમ હું પણ શાળાએ જાઉ? મારે કયાં સુધી કોકના બુટ પાલિસ કર્યે રાખવાના?  પોતાના નિર્દોષ સવાલનો માતા પિતાની આંખોમાંથી વહેતા આંસુએ જવાબ આપી દીધો, તેઓ પેટ ભર્યા વગર જ ઉભા થઇ ગયા.

માત્ર  શહેરો નહી ગામડામાં પણ આવા ગરીબ પરિવારોની બદતર, દવાજનક અને કરુણામય હાલત આપણે જોતા જ હોઇએ છીએ. ઘણા ગરીબ પરિવારોમાં તો માતા પિતા બન્ને જણા મજુરી કામ કરતા કરતા પોતાના સંતાનોને ગમે તેમ કરીને પણ ભણાવવા છેવટ બાકી તેમને સરકારી શાળામાં મોકલે છે. આપણે ઘણી વખત એ વિચારી જઇએ છીએ કે આ એવા નિર્ધન પરિવારના બાળકો હોય છે જેમની ઘરે બે ટંક પુરુ ખાવાનું પણ નથી હોતું. બાળકોને શાળાએ મોકલીને તેમના વાલીઓ કદાચ એટલું આશ્ર્વાસન મેળવતા હોય છે ક કેમસે કમ તેમના સંતાનોને તો શાળામાં મઘ્યાહન ભોજન યોજના હેઠળ પુરુ ભોજન મળી રહેશે!

યાદ રહે કે આપણા ગુજરાતમાં લાખો પરિવારો એવા ગરીબ છે કે જેમના સંતાનોને અભ્યાસની પ્રર્યાપ્ત તક અને સુવિધા મળતી નથી. અરે કેટલાર પરિવારો નો એવા પણ છે જેના બાળકો અભ્યાસની ઇચ્છા હોવા છતાં ઘરની આર્થિક જવાબદારીઓનું વહન કરવા મજબુર બની જાય છે. આપણે એવું હરગીઝ માની ના લેવું જોઇએ કે ગરીબ પરિવારનું બાળક તેજસ્વી ના જ હોય તેઓ પણ પ્રતિભાવંત હોઇ શકે છે. બસ જરુર છે માત્ર શિક્ષણગણની માયાળું નજરની.

તો તે પાપ ગણાય. આપણા સમાજનો એક ખુબ મોટો સમુદાય ગરીબી રેખાથી નીચે બદતર હાલતમાં સબડી રહ્યા છે. તેમની આવી હાલત માટે મુખ્યત્વે ત્રણ કારણો આર્થિક, સમાજીક અને શિક્ષણનો અભાવ જવાબદાર છે. અત્યારે તો જો કે એવો વિચિત્ર પ્રવાહ જોવા મળે છે કે શ્રીમંત અને ગરીબો વધુને વધુ ગરીબ બની રહ્યા છે. બીપીએલ પરિવારની સંખ્યા ગણતરી મુજબ અગાઉની સરખામણીએ ઘણી વધી ગઇ છે. કારણ શું?

અભિયાન હાથ ધરે અને જાગૃત નાગરીક તરીકે પરિવર્તનનો પડઘો પાડે તો વધુને વધુ બાળકો શાળાએ જતા થાય અને કોઇ બાળક અભ્યાસ  વગરનું ના રહે એટલી કાળજી શિક્ષકો અને વાલીઓએ રાખવી પડે અને એ દિશામાં સતત પ્રયાસો કરવામાં આવે તો જ પરિવર્તનની શરુઆત થશે.

દેશના સાધુ-સન્યાસીઓ અને સંત-શિરોમણીઓ આત્માની ઉન્નતિ અને માનવતાના મહાયજ્ઞોની સાથે દેશની શિક્ષણ ક્ષેત્રની કારમી ગરીબાઇને દુર કરવાના મહાયજ્ઞો હાથ ધરતા થઇ જાય તો આ એમાં જબરો વેગ આવી શકે. ધર્માચાર્યો અને સંત શિરોમણીઓ  પણ આ દેશના હિસ્સાઓની જેમ એમની પણ છે.

તેઓ લોકોમાં દેશદાઝ જગાડી શકે અને દેશની સંસ્કૃતિને રક્ષવામાં મહત્વનો ભાગ ભજવી શકે.

આપણા જ દેશના એક મહામાનવ, માનવેશ્ર્વર, સંત શિરોમણી પૂજય શ્રી રણછોડદાસજી મહારાજશ્રીએ વર્ષો પહેલા ભજવેલી ભુમિકા ઉદાહરણ રૂપ અહીં યાદ કરવા જેવી છે.

એમાં વળી ગુરુપુર્ણિમાનો અવસર આવે છે ત્યારે તો એ વધુ ઉપકારક બની શકે તેમ છે.

ચમત્કારો આજેય થાય છે. અને આકાશવાણી આજેય શકય છે, પરમ પુજય પતિતપાવનજી મહારાજ પયહારીબાબા, પરમ પૂજયશ્રી રણછોડદાસજી મહારાજ અને પરમ પુજય મહામંડલેશ્ર્વર ૧૦૦૮ શ્રી હરિચમરણદાસજી મહારાજશ્રીના જીવનકવન ઉપરથી ફલીત થયું છે. કે, ચમત્કારો આજેય થાય છે અને આકાશવાણી આજેય શકય છે.

આ પહેલા વર્તમાન યુગના મહા ધર્મપ્રવર્તક અને મહાન તત્વચિંતક શ્રી અરવિંદ ઘોષના તપસ્વી અનુયાયી પૂ. શ્રી દિલીપકુમાર રોયએ લખેલા એક અદભુત અને અદ્વિતીય ગ્રંથનું નામ હતું. ચમત્કારો આજેય થાય છે. એમના પુના ખાતેના આશ્રમના સંચાલક સાઘ્વી-સાઘ્વીશ્રીઓ દ્વારા જાણવા મળ્યું છે કે મુજબ, આ ગ્રંથ હાલમાં ઉપલબ્ધ નથી અને પુન: મુદ્રણ-પ્રકાશનની રાહ જોવાઇ રહી છે.

તાજેતરમાં સદગુરુ પરમાત્મા પૂ.શ્રી રણછોડદાસજી મહારાજશ્રી જન્મજયંતિના રળીયામણા મહોત્સવ વખતે એવો સવાલ ઊભો થયો હતો કે તેઓશ્રીના કેટલાક વર્ષની આ જન્મજયંતિ છે?

સદગુરુદેવકી સન્નિધિ અને મારા ગુરુદેવ પુસ્તકોના આધારે એના વિશે માહીતી મેળવવાની કોશીષો થઇ છે.

શ્રી ગુરુદેવ સ્વમુખે આના વિશે ઇશારો કર્યો છે જે આજના દેશકાળની સૌથી વધુમાં વધુ મહાત્મય અને મહિતાવંતી માહીતી લેખી શકાય તેમ છે!

એમાં એવો રોમાંચક અને અદભૂત પડઘો ઉઠે છે કે, ચમત્કારો આજે પણ થાય છે અને આકાશવાણી આજે પણ શકય છે!

આપ રાજકોટ સર્વપ્રથમ કબ પધારે હોંગે ? એવા પ્રશ્ર્નના જવાબમાં ગુરુદેવે જણાવ્યું હતું કે મેરા ઐસા ખયાલ હૈ કે સતાવન કે વિપ્લવ કે દિનો મેં પ્રથમ બાર મેં રાજકોટ આયા થા, તબ દેહાત જૈસા થા…. શિહોર કે પાસ કુછ કાલ નાનાસાહેબ પેશ્ર્વા ગુપ્ત વેશમેં રહે થે, ઉનકો ભી ઇન્હી દિનો મે મિલા થા! દેખો, નિશ્ર્વિત સન યા સંવત મુઝે યાદ નહી કે લેકીન આગે પીછે  કે ખાસ ઘટનાઓ કે સંબંધો સે લેકર વૈસા ઘટનાઓ યાદ આ જાતી હૈ, જૈસે કે મેં કરીબ કરીબ ૪૦-૪૫ સાલ અનુસુયાજીમેં રહ ચુકા થા, તબ સભી વિકટોરીયા કી સંયોરાકી થાલી પીટાઇ ગઇ થી કે અબ સે હિન્દુસ્તાનકા ફુલ કારોબાર બ્રિટીશ રાજસતાને સંભાલ લીયા હૈ ઔર ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ મિટાદી ગઇ હૈ..

‘ઇન્હી દિનો કી કુછ આગે પીછે બની હુઇ ઐસી ખાસઘટના બાદ આતી હૈ.. સ્વામીનારાયણ સંપ્રદાય કે પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામીજીકે ગુરુદેવ શ્રી રામચંદ્ર સ્વામીજી વિપ્લવકે ૪૦-૫૦ સાલ પહેલે ઔર કરીબ પચ્ચીસ સાલ પહેલે શ્રી સહજાનંદ સ્વામી ભી સાકેત પધારે ગયે થે લોકજાગૃતિ કે કાર્ય મે ઇન્હોને બહુત પુરુષાર્થ કીયા થા.

(રામસનેહી) સંપ્રદાય કે પ્રવર્તક શ્રી રામચરણજી મહારાજ શ્રી રામાનંદ સ્વામીજી સે ભી પહેલે પરમધામ પધાર ગયે થે, તબ સ્વામીનારાયણ સંપ્રદાયકા ઉદય નહીં હુઆ થા, હોનેવાલા થા.

આ બધું લક્ષમાં લેતાં એવો જ સારાંશ ઉપસે છે કે, દેશના વિકાસની આગેકૂચને અવરોધતી શિક્ષણની ક્ષેત્રની કારમી ગરીબાઇને હટાવવા અને વિરાટ માનવ સંસાધનની ઘોર અવગણાને નેસ્તનાબુદ કરવાનો દઢ સંકલ્પ કર્યા વિના નહિ ચાલે ‘ગુરુપૂર્ણમા’ના સાન્નિઘ્યમાં આવો સંકલ્પ કરીને આપણે બધા રાષ્ટ્રધર્મ બજાવીએ…

દેશદાઝના દુકાળને સુકાળમાં ફેરવ્યા વિના નહિ ચાલે, ભ્રષ્ટાચાર સામેના યુઘ્ધમાં પરાજીત જ થતા રહેવાની નિર્બળતા હવે આ દેશ અને તેની સવા અબજની પ્રજા હવે નહિ સાંખી લે, મુઠ્ઠીભર તવંગર લોકો અને રાજપુરુષો – રાજકર્તાઓ દ્વારા તેમજ દેખાવ પૂરતા અને બની બેઠેલા ભગવા વસ્ત્રધારીઓ દ્વારા થતી રહેલી રાક્ષસી શોષણખોરી આ દેશની કચડાતી-રીબાતી પ્રજા હવે લાંબો વખત નહિ જ સાંખે એ નિર્વિવાદ છે.

સીતમ જો હદ વટાવે નહિ તો આંદોલન નથી થાતા, ને વિના કારણ જમાનામાં પરિવર્તન નથી થાતાંએ સનાતન સત્ય ને અવગણવછાની ભૂલ કરવા જેવી નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.