Abtak Media Google News

રાજયપાલ ઓ.પી. કોહલીનું અભિભાષણ

રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદે શપથ લીધા: વિપક્ષ આક્રમક

ગુજરાતની ૧૪મી વિધાનસભાના પ્રથમ સત્રનો આજથી આરંભ થયો છે. આવતીકાલે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ ૨૦૧૮-૨૦૧૯ના વર્ષનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજુ કરશે. દલિતનું આત્મવિલોપન, નર્મદાના નીર અને મગફળી કાંડ મામલે વિપક્ષ સરકારને ઘેરવાના મુડમાં છે.

ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે વિજેતા બન્યું છે. રાજયમાં ફરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ભાજપની સરકાર રચાય છે. સરકાર રચાવાના અઢી માસ બાદ ૧૪મી વિધાનસભાની આજથી પ્રથમ સત્ર શરૂ થયું છે. સત્રના આરંભે રાજયપાલ ઓ.પી.કોહલીએ અભિભાષણ આપ્યું હતું. જેમાં ગૃહમાં વર્તમાન સરકારનો રોડમેપ રજુ કર્યો હતો. વડોદરાના રાયપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદીની વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હોય આજે તેઓએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે વિધિવત શપથગ્રહણ કર્યો હતો. બેઠકો વધતા કોંગ્રેસ મજબુત બન્યું છે.

Gov02 1470109548 Vijay Rupani 600 03 147019868618238 Rajendrabhai Suryaprasad Trivediદરમિયાન નવા ચુંટાયેલા ધારાસભ્યોને સરકારને ઘેરવા માટેના પાઠ કોંગ્રેસને ભણાવ્યા હતા.નાયબ નીતિનભાઈ પટેલ આવતીકાલે ગૃહમાં ગુજરાતનું વર્ષ ૨૦૧૮-૨૦૧૯નું બજેટ રજુ કરશે. આ વખતે સરકાર સામે અનેક પડકારો છે અને ગત વર્ષ જીએસટીની અમલવારી બાદ વેપારી આલમમાં પણ રોષ પ્રવર્તી રહયો છે. આવામાં સરકાર વેરામાં વધારો કરે તેવી સંભાવના ખુબ જ નહીવત છે. પાટણ જિલ્લામાં જમીન મામલે દલિત આધેડનું આત્મવિલોપન, સરકારના અણધડ આયોજનના કારણે રાજયમાં ઉનાળા પહેલા ઉભી થયેલી પાણીની વિકટ પરિસ્થિતિ અને ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષ કોંગ્રેસ આક્રમકતા સાથે સરકારને ઘેરશે. પ્રથમ સત્રમાં સરકારી વિધેયક પ્રસાર કરવા માટે ૬ દિવસ જયારે બિનસરકારી વિધેયક પ્રસાર કરવા માટે ત્રણ દિવસ ફાળવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.