Abtak Media Google News

પૂ.રાજશ્રી મુનિની પ્રેરણાથી રાજરાજેશ્વર ધામ, લાઇફ મીશન, જાખણ દ્રારા ભારતીય સંસ્કૃતિ તથા યોગનું સાચું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તથા યોગ દ્રારા શરીર શુધ્ધિ અને યોગ દ્રારા માનસીક તથા શારીરીક વિકાસ કરીને ભગવાનની પ્રાપ્તી કરવા સુધીની રીતનું સાચું જ્ઞાન આપવામાં આવે છે. રાજરાજેશ્વર ધામ, લાઇફ મીશનમાં આ કાર્યને ચલાવવા માટે લકુલીશ યોગ વિધાલય પણ છે. આ લકુલીશ યોગ વિધાલય દ્રારા તૈયાર કરવામાં આવેલ શિબીર દ્રારા લોકોને આના માટે પ્રેરીત કરાય છે. હાલમાં લકુલીશ યોગ વિધાલય દ્રારા ર (બે) પ્રકારનાં કોર્ષ ચલાવવામાં આવે છે. જેમાં (૧) કર્મ, જ્ઞાન અને ભકિત યોગ તથા (ર) અષ્ટાંગ યોગ. રાજરાજેશ્વર ધામ, જાખણ દ્રારા આગળ પણ આવી શિબિરો કરીને લોકોને ભારતીય સંસ્કૃતિનાં સાચા પથ પર લઇ જવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવશે. શિબિરમાં આવેલ શિબિરાર્થિને રહેવા તથા જમવાની સુવિધા પણ રાજરાજેશ્વર ધામ જાખણ દ્રારા કરવામાં આવેલ છે. આ શિબિર તા.પ/૩/ર૦૧૮ નાં રોજ શરૂ થઇ ૧૧/૩/ર૦૧૮ સુધી ચાલશે. આ શિબિરનું ઉદઘાટન પ્રાચાર્ય ધર્મવિજયજી, આચાર્ય શિવદતજી તથા  એન.એસ.જાડેજા સાહેબ (કેમ્પસ એડમીનીસ્ટ્રેટીવ) એ દિપ પ્રાગટય કરી કર્યુ હતું. લકુલીશ યોગ વિધાલયનાં ડાયરેકટર આચાર્ય વિનીતાચાર્ય તથા યોગ શિક્ષક આચાર્ય યોગેન્દ્ર દેવ, ગીરીશભાઇ શાહ, પ્રમોદભાઇ સુથાર, રણજીતસિંહ ઝાલા તથા હરેશભાઇ ત્રિવેદીએ અલગ અલગ વિષયો લઇ શિબિરની શરૂઆત કરી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.