Abtak Media Google News

ઈવીએમમાં ચેડા બાબતે ઉઠી રહેલા સવાલોનું નિરાકરણ કરવા ચૂંટણીપંચના પ્રયત્નો: ઈવીએમમાં છેડછાડ શકય ન હોવાનું અને નવા વીવીપીએટી મશીન બાબતે ચર્ચા-વિચારણા

પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીએ ઈવીએમમાં ચેડા યા હોવાના આરોપો મુકયા હતા અને આ બાબતે કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. આપે કરેલા આક્ષેપો બાદ અન્ય વિપક્ષી દળોએ પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને ઈવીએમમાં છેડછાડ ઈ હોવાના કારણે ભાજપને જીત મળી છે તેવો આક્ષેપ કર્યો હતો.

વિપક્ષના આક્ષેપો બાદ ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી હતી કે, ઈવીએમમાં ચેડા શકય ની. જો કે, ચૂંટણીપંચની સ્પષ્ટતા ઉપર પણ વિપક્ષ દ્વારા ભરોસો મુકવામાં ન આવતા મામલો વધુ ગરમાયો હતો. તેમાં સૌી વધુ આપ દ્વારા ઈવીએમમાં ચેડાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. કેજરીવાલે આ અગાઉ ઈવીએમ બાબતે દેશ-વ્યાપી આંદોલનની ચિમકી આપી હતી. તેમજ દિલ્હી વિધાનસભાના ખાસ સત્રમાં ઈવીએમમાં ચેડાનો લાઈવ ડેમો આપ્યો હતો. વિપક્ષના આરોપોને પાયા વિહોણા સાબીત કરવા માટેનો પડકાર ચૂંટણીપંચે સ્વીકાર્યો છે અને તમામ પક્ષોને ઈવીએમ ઉપર ભરોસો બેસે તે માટે આજે ૫૫ રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે.

આ ૫૫ રાજકીય પક્ષોમાં આપ, કોંગ્રેસ વગેરેનો પણ સમાવેશ ાય છે. આ અગાઉ પડકાર મુકયો હતો કે, તેઓ ઈવીએમ કેવી રીતે હેક ઈ શકે છે તેને સાબીત કરશે. આ તમામ વિવાદો વચ્ચે ઈવીએમની સંપૂર્ણ સ્પષ્ટતા ાય તે માટે ચૂંટણીપંચે આ ખાસ બેઠક બોલાવી છે અને બેઠકમાં ઈવીએમનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે અને વિપક્ષનો ભરોસો કેળવવાનો પ્રયાસ શે.

વધુમાં ઈવીએમને કેવી રીતે અને કઈ જગ્યામાં રાખવામાં આવે છે અને તેના ઉપયોગ બાબતે પણ પુરતી જાણકારી અપાશે. જો કે, આગામી ચૂંટણીમાં ચૂંટણીપંચે નવા વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે જેમાં મતદારો મત આપ્યા બાદ સ્લીપ મેળવી શકશે. જેમાં મત યોગ્ય ઉમેદવારને મળ્યો છે તેની ખાતરી કરી શકાશે. વીવીપીએટી મશીનમાં ગણતરી પણ મત દીઠ કરી શકાય તેવી સુવિધા હોવાી જો કોઈ આક્ષેપો ઉઠશે તો તેની પણ સ્પષ્ટતા કરવામાં સરળતા રહેશે. આ માટે સરકારે ૩૨૦૦ કરોડ ‚પિયા ફાળવવા માટે મંજૂરી પણ આપી છે.

સરકારના આ નિર્ણયી હવે આગામી સમયમાં તમામ ચૂંટણીમાં વીવીપીએટી મશીનનો જ ઉપયોગ ાય તેવી તૈયારી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતા વિવેક તંમખાએ કહ્યું હતું કે, વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે તો મતદારોને ખાતરી શે કે, તેનો મત યોગ્ય ઉમેદવારને મળ્યો છે અને આ બાબતે ભવિષ્યમાં વધુ સ્પષ્ટતા કરવાની પણ જ‚ર નહીં રહે.

આજની બેઠકમાં ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ બાબતના તમામ આક્ષેપો અને સવાલો બાબતે સ્પષ્ટતા કરવામાં આવશે અને લોકતંત્ર ઉપર લોકોનો ભરોસો રહે તે માટે સાબીત કરવામાં આવશે કે, ઈવીએમમાં ચેડા શકય ની.

આ અગાઉ જયારે આપ, બસપા, કોંગ્રેસ સહિતના પક્ષોએ ઈવીએમમાં ચેડા બાબતે આક્ષેપો કર્યા હતા. ત્યારે ચૂંટણીપંચે કહ્યું હતું કે, ઈવીએમમાં છેડછાડ શકય ની. જો કે, વિપક્ષોએ ચૂંટણીપંચના નિવેદન ઉપર ભરોસો કરવાના બદલે સામા સવાલો કર્યા હતા અને ચૂંટણીપંચ ભાજપ માટે કામ કરે છે તેવી ટીપ્પણી કરી હતી. ઈવીએમનો વિવાદ છતીસગઢમાં પણ ઉઠયો હતો અને હાઈકોર્ટે વિધાનસભામાં ઉપયોગમાં લેવાયેલા ૨૦૦૦ી વધુ ઈવીએમ સીલ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે આ વિવાદ વધુ વકરે તે પહેલા જ તમામ સ્પષ્ટતા કરવા ચૂંટણીપંચ મેદાનમાં ઉતર્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.