Abtak Media Google News

નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટના પેપરોના ટ્રાન્સલેશનમાં અનેક ભુલો: ધોરણ-૧૨ સાયન્સમાં ૯૯.૫૨ પર્સન્ટાઇલ મેળવનાર અમદાવાદની ફરહાના નીટના પરિણામોને લઇને ટેન્શનમાં: સીબીએસઇની બેદરકારીએ વિદ્યાર્થીઓને મુંઝવ્યા

વિદ્યાર્થીઓેન ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૫૨ પર્સન્ટાઇલ મળ્યા હોય ને કેટલા ખુશ હોય તેની આપણે માત્ર કલ્પના કરી શકીએ. પરંતુ અમદાવાદના એક રિક્ષા ડ્રાઇવરની પુત્રી ફરહાના બાવાની આટલું સરસ રિઝલ્ટ મેળવવા છતાં ખુશ નથી. ફરહાનાને કાર્ડિયોલોજીસ્ટ બનવું છે. પરંતુ તેને ડર છે કે તેનું આ સપનું નીટના પેપરોમાં ‘બખેડા’ને લીધે રોળાઇ જશે. ફરહાનાએ જણાવ્યું કે, નીટના પેપરમાં ટ્રાન્સલેશનમાં અનેકો ભુલ હતી. તેથી હું તેમાંના ઘણાખરા પ્રશ્ર્નો સમજી શકી ન હતી. મને ભય છે કે મા‚ પરિણામ મારી મહેનત અને આશા મુજબ આવશે નહીં.

જણાવી દઇએ કે, તાજેતરમાં જ ૭મેના રોજ સીબીએસઇ દ્વારા નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ (નીટ) યોજાઇ હતી. જેમાં  લાખથી વધુ ઉમેદવારો ઉપસ્થિત બહ્યા હતા. નીટના પેપરો અંગ્રેજી ભાષામાંથી વિવિધ ભાષા ‚પાંતર કરાયા હતા. પરંતુ આ ‚પાંતરિત પેપરોમાં ઘણી ભુલો નીકળી હતી. આથી વિદ્યાર્થીઓ ઘણાખરા પ્રશ્ર્નો સમજી શક્યા ન હતા. હાલ, વિદ્યાર્થીઓમાં ભય પ્રસર્યો છે કે આ ભુલની માઠી અસર તેમના પરિણામો પર વર્તાશે.

ફરહાનાએ તેના અભ્યાસ વિશે જણાવતા કહ્યું કે, મે ધો.૧૨ સાયન્સમાં ઘણી મહેનત કરી હતી. દરરોજ પ થી ૬ કલાકનું વાંચન કરતી હતી. પરંતુ પરિક્ષા નજીક આવતા વાંચનની કલાકો વધારી દીધી હતી. અન્ય વિદ્યાર્થીઓને સુચન કરતા ફરહાનાએ કહ્યું કે, સારા પરિણામો મેળવવા માટે દરેકે કડી મહેનત કરવી જોઇએ અને આ માટે ટાઇમ-ટેબલ બનાવવું જોઇએ. કરેલી મહેનત ક્યારેય વિફળ જતી નથી. પરંતુ મને ચિંતા છે કે બોર્ડની ભુલોને કારણે મને એમબીબીએસમાં પ્રવેશ મળશે કે નહીં?

ફરહાનાના પિતા જે એક રિક્ષા ડ્રાઇવર છે તેમણે જણાવ્યું કે, ફરહાના અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે અને તેણીને કાર્ડિયોલોજીસ્ટ બનવું છે. જે ફરહાનાને બી.જે.મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે પ્રવેશ મળશે તો અમારા માટે ઘણી રાહત‚પ સાબિત થશે. ફરહાના નીટને લીધે પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહેશે તો તેની પાસે બી.એસસી. કરવાનો એકમાત્ર વિકલ્પ રહેશે. પરંતુ નીટના રિઝલ્ટ પર પ્રવેશ મળતો હોવાથી ફરહાના અને તેનો પરિવાર ખુબજ ચિંતામાં મુકાયા છે. જો ફરહાનાનું નીટનું પરિણામ સા‚ નહીં આવે તો તેણીએ એમબીબીએસનું સપનું ભુલી બી.એસસી. કરવું પડશે.

પરિક્ષાના પરિણામો પર જ વિદ્યાર્થીઓનું ભાવિ નિર્ભર હોય છે. પરંતુ પેપરોમાં આ પ્રકારની બેદરકારી બોર્ડ સામે ઘણા પ્રશ્ર્નો ઉભા કરે છે. હાલ, નીટના બખેડાને લઇને વિદ્યાર્થીઓ ભારે ચિંતામાં મુકાયા છે.

ઝૂંપડપટ્ટીમાં જન્મેલો અને શાળાકીય શિક્ષણ છોડનાર યુવાન બન્યો અબજોપતી

આજના સમયમાં એવી માનસીક વિકસી રહી છે કે જે ભણેલ-ગણેલ હોય, ઉચ્ચ અભ્યાસ કરેલો હોય તેવો લોકો જ કંઇક કરી શકે છે તેઓ જ નામના મળેવી શકે છે પરંતુ આ માનસિકતાને તદ્દન ખોટી સાબિત બેંગ જુનહુકે કરી છે. જાણીને ખુબ જ આશ્ર્ચર્ય થશે કે ઝુપડપટ્ટીમાં જન્મેલ અને શાળાનો અભ્યાસ અઘ્ધવચ્ચેથી જ છોડનાર યુવાન આજે અબજોપતિ છે. હા, એ વાત સાચી છે કે જીવનમાં કંઇક કરી બતાવવા અને અનોખી સિઘ્ધી હાંસલ કરવા શિક્ષિત જવું જ‚રી છે. પરંતુ તેના કરતાં પણ વધુ જરુરી કૌશલ્ય અને બુઘ્ધિચરિત્ર છે. તો ચાલો જાણીએ ઝુપડપટ્ટીમાં જન્મ લેનાર અને ભણવામાં આળસી એવો બેગ જુન હુક કેવી રીતે અબજોપતિ બન્યો. સાન વર્ષમાં દક્ષિણ કોરિયાની સૌથી મોટી પ્રારંભીક પ્લબિક ઓફરીંગની પાછળ આ બેંગ જુન હુક છે. પરિવારોને ચલાવનાર સંગઠનોનું વર્ચસ્વ વાળા દેશમાં એક અદભુત માર્ગને તૈયાર કર્યો છે. હુકે નેટ માર્બલ ગેમ કોર્પોરેશનને એક ગેમીંગ જાયન્ટના રુપમાં વિકસીત કરવા માટે હાર્ડ ચાર્ચિગ એટિટયુટ નો ઉપયોગ કર્યો છે. તેને આ દ્વારા ચાહકો અને પ્રસંશનીય ના દીલ જીત્યા છે. આ કંપનીની આઇપીઓ બાદ તેનો શેર ૨.૬૬ ટ્રીલીયન (૨.૩ અરબ ડીલર) અને કંપનીની વેલ્યુ લગભગ ૧૩ ટ્રીલીયન પર પહોચી હતી જે એલજી ઇલેકટ્રીનિકસના માર્કેટ કેપીટેલાઇઝેશન કરતાં પણ વધુ છે. બ્લુમ બર્ગ ઇન્ટેલિજન્સ ના એક વિશ્ર્લેષક એન્ટિરવા લાઇએ જણાવ્યું કે, ટેનેન્સ જેવા વિદેશી ઇન્ટરનેટની સાથે કરારીને સીલ કરવાની તેમજ ક્ષમતા નેટમર્બલની સફળતાની એક ચાવી છે.. બેંગ હુક નિશ્ર્ચિત રુપથી કંપનીને ચારેતરફથી અનન્ય કુશળતા અને બજારની પ્રેરણા તેના નિર્દેશો અને નેતૃત્વ કોૈશલ્યને સાબીત કરે છે. બેંગ જુનહુકે આ માટે મહત્વની ફાળો ભજવ્યો છે. અને તેની બુઘ્ધીક્ષમતા તેમજ નેતૃત્વના કૌશલ્યને આધારે આટલી મોટી સફળતા હાંસલ કરી છે. અભણ વ્યકિત પણ પોતાની કુંશળતા અને કંઇક કરી બતાવવાની ધગશ તેમજ પોતાની વિશિષ્ટ કૌશલ્યને આધારે ધારે તે કરી શકે છે જે માટેનું જવંલત ઉધારણ બેંગ જુનહુક છે.

એન્જિનિયરીંગમાં એડમિશન માટે લાલજાજમ

ધોરણ-૧૨ સાયન્સના પરિણામો જાહેર થતા હવે, એન્જીનીયરીંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ અગ્રેસર છે. ત્યારે આ વર્ષે કોલેજોમાં પાસ વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધુ સીટો ખાલી છે. ગ્રુપ-એ (ફિજીક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ)માં પાસ થનાર વિદ્યાર્થીઓની સરખામણીએ એન્જીનીયરીંગ કોલેજોમાં વધુ સીટો છે. એ-ગ્રુપમાં માત્ર ૫૪,૫૭૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે તેની સામે ૬૭,૨૦૩ સીટો ખાલી છે. આમ, પાસ વિદ્યાર્થીઓ કરતાં બેઠકોની સંખ્યા વધુ હોવાથી વિદ્યાર્થીઓ માટે એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે લાલજાજમ પથરાઇ છે. બોર્ડ અધિકારીએ જણાવ્યું કે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલે નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ સાયન્સ થિયરી વિષયો મેથેમેટિક્સ, ફિજીક્સ અને કેમિસ્ટ્રીમાં ૪૫ ટકા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ જ એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે લાયક ગણાશે. આ ૪૫ ટકાના ક્રાઇટેરીયા મુજબ સાયન્સ વિષયોમાં માત્ર ૩૮,૫૧૦ વિદ્યાર્થીઓએ જ ૪૦ ટકા અથવા તેના કરતા વધુ માર્કસ મેળવેલા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ૪૫ ટકા ક્રાઇટેરિયાની સાથે પ્રવેશ માટે ગુજરાત સરકારે એપ્શનલ અને પ્રેક્ટિકલ માર્કસ પણ સામેલ કરવા જોઇએ જેથી કરીને પ્રવેશ માટે લાયકાત ધરાવતા િવદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ શકે. સીટો કરતા પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી રાજ્યોમાં મોટાભાગની એન્જીનીયરીંગ સીટો ખાલી રહે તેવી શક્યતા છે. એનઆઇટી અને આઇઆઇટી કોલેજોમાં પ્રવેશ માટે લગભગ ૨૫ ટકા વિદ્યાર્થીઓ લાયકાત ધરાવે છે. આ વર્ષે અંદાજે ૩૦,૦૦૦ ઓડ સીટો ખાલી રહેશે તેવી સંભાવના છે. એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શ‚ થઇ ચુકી છે. જે માટેના ફોર્મની જુન માસના પ્રથમ અઠવાડિયામાં ફાળવણી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.