Abtak Media Google News

આવતીકાલે સાંજે પાંચ વાગ્યા બાદ ફડણવિસ સરકારને બહુમતિ સાબિત કરવાનો સુપ્રીમ કોર્ટનો હુકમ: શપથવિધિ કરાવનારા પ્રોટેમ

સ્પીકર જ બહુમતિ પરિક્ષણ કરશે: બહુમતિ પરિક્ષણ માટે જાહેર મતદાન તથા સમગ્ર પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ કરાશે

દેશના રાજકીય, સામાજિક, ધાર્મિક ચળવળના કેન્દ્રબિંદુ ગણાતા મહારાષ્ટ્રમાં છેલ્લા એકાદ માસથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં વિધાનસભાનું આવતીકાલે સત્ર બોલાવીને સાંજે પાંચ વાગ્યા બાદ બહુમતિ પુરવાર કરવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે. ઉપરોકત, કોર્ટે ધારાસભ્યોની શપથવિધિ થઈ ન હોય પહેલા પ્રોટેમ સ્પીકરની વરણી કરીને તમામ ધારાસભ્યોની શપથવિધિ કરાવવાનો તથા પ્રોટેમ સ્પીકરે ફલોર ટેસ્ટ કરવાનો હુકમ કર્યો છે. ફલોર ટેસ્ટમાં પારદર્શકતા રહે તે માટે બહુમતિ પરિક્ષણમાં ગુપ્ત મતદાન નહીં યોજવા અને સમગ્ર પ્રક્રિયાનું લાઈવ ટેલીકાસ્ટ કરવા પણ આદેશ આપ્યો હતો. જેથી આવતીકાલે મહારાષ્ટ્રમાં ખરાખરીનો ખેલ ખેલાશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એન.વી.રમન્ના, અશોક ભુષણ અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે આજે સવારે ૧૦:૩૦ કલાકે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. શનિવારે સવારે ભાજપની ફડણવીસ સરકારની રાજ્યપાલે શપથવિધિ કરાવી નાખી હતી. જેથી નારાજ થયેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે આ મુદ્દે ન્યાયની માંગ સાથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.  રવિવારે રજાના દિવસે સુપ્રીમ કોર્ટનો આ બન્ચે તમામ પક્ષકારોને નોટીસ બજાવીને સોમવારે પુરાવા સાથે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું, જે બાદ ગઈકાલે બન્ને પક્ષોના વકીલોએ પોત-પોતાની દલીલો રજૂ કરી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટીસ રમન્નાની બેન્ચે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો.

આજે સવારે ત્રણેય જજોની બેન્ચે બેસતાની સાથે પોતાના ચૂકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી. જેમાં જજોએ નોંધ્યું હતું કે, કોર્ટ અને વિધાનસભા વચ્ચે લાંબા સમયથી વિવિધ મુદ્દે વિવાદ ચાલે છે. દેશમાં લોકતાંત્રિક મુલ્યોની રક્ષા થવી જોઈએ ઉત્તરાખંડ, કર્ણાટક, ગોવા કેસ ઉપરાંત જંગદિમ્બકાપાલ કેસના ચુકાદાને ધ્યાનમાં લઈને બેન્ચે પોતાનો આખરી ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદામાં જજોએ હુકમ કર્યા હતા કે મહારાષ્ટ્રના નવનિયુક્ત ધારાસભ્યોની શપથવિધિ થઈ ન હોય આવતીકાલ સવારે વિધાનસભાનું સત્ર બોલાવીને પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરીને તમામ ધારાસભ્યોની શપથવિધિ કરાવવામાં આવ્યા બાદ પાંચ વાગ્યા પછી બહુમતિ પરિક્ષણ કરવામાં આવે. આ બહુમતિ પરિક્ષણ પ્રોટેમ સ્પીકરના દ્વારા કરવાનો ઉપરાંત, બહુમતિ પરિક્ષણનું મતદાન ગુપ્ત રીતે કરવાના બદલે જાહેરમાં કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. ઉપરાંત આ પ્રક્રિયામાં ગેરરીતિનો અવકાશ ન રહે તે માટે સમગ્ર પ્રક્રિયાનું લાઈવ રેકોર્ડીંગ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને અરજીકર્તા શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓએ પોતાના વિજય સમાન ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદામાં પ્રોટેમ સ્પીકર કોણે બનાવવા તે મુદ્દે સ્પષ્ટતા કરી ન હોય મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે નારા બહુમતિ પરિક્ષણ પ્રક્રિયામાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેનારી છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સ્વપ્ન જોતા શિવસેના, એનસીપી અને કોંગ્રેસને આંચકો આપીને દેવેન્દ્ર ફડણવીસે સીએમ અને અજિત પવારના નાયબ સીએમ પદના શપથ લીધા હતા. ભાજપ હવે વિપક્ષ સામે લડી રહ્યું છે, જ્યારે વિપક્ષ પ્રોટેમ સ્પીકરની માંગ પર અડગ છે. ખરેખર, વાસ્તવિક રમત વિરોધની છે. ભાજપ વિધાનસભાના અધ્યક્ષની માંગ કરી રહી છે, જ્યારે વિપક્ષ પ્રોટેમ સ્પીકરની માંગ કરી રહ્યો છે. એક પરંપરા છે કે ચૂંટાયેલા ધારાસભ્યોમાં પ્રોટેમ સ્પીકર સૌથી વરિષ્ઠ વ્યક્તિ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના બાબાસાહેબ થોરાટને આ પદ મળી શકે છે. જો કે, તેનું પાલન કરવું જરૂરી નથી. બીજી તરફ, શાસક પક્ષ સ્પીકરની પસંદગી કરવા પર અડગ છે. ભાજપ એક તરફ કાનૂની દાવ પર વિચારી રહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય પ્રધાનો જેવા કે નીતિન ગડકરી, પિયુષ ગોયલ, અને પાર્ટીના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ અને સાંસદોની એક ટીમ ધારાસભ્યોનો સંપર્ક કરવા મેદાનમાં  ઉતારવામાં આવ્યા છે. દરમિયાન, કાનૂની નિષ્ણાતનું કહેવું છે કે ફ્લોર પરીક્ષણ દરમિયાન પણ આ મામલો વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. અજિત પવારના વિરોધને માત્ર બે મુદ્દાઓ ફરીથી કાયદેસરની કાયદેસરતા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીએ વિધાનસભા સચિવાલયને એક પત્ર આપ્યો છે જેમાં જયંત પાટિલના વિધાનસભા પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આનાથી અજિત પવારને આંચકો લાગી શકે છે કારણ કે ભાજપ હજી પણ અજિતને એનસીપી વિધાનસભા પક્ષના નેતા કહે છે.

7537D2F3 2

બંધારણીય કેસોના નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વકીલે જણાવ્યું હતું કે, જો અજિત પવાર અને જયંત પાટિલ બંને ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષને ઉભું કરે છે, તો બહુમતી વિવાદ સાથે પક્ષપલટોના કેસની સાથે રહેશે. . તે કિસ્સામાં સ્પીકરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. બહુમતી, સ્પીકરની ચૂંટણી અને પક્ષપ્રાપ્તિ જેવી બાબતો પર વિવાદની સ્થિતિમાં સુપ્રીમ કોર્ટમાં આ કેસ આગામી રાઉન્ડમાં ફરીથી સામે આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, અજિત પવારના વિરોધને બે મુદ્દાઓ પર કાયદેસરતા મળી શકે છે. શરદ પવારે તેમને વિધાનસભા પક્ષના નેતા પદ પરથી હટાવ્યા છે, પરંતુ પાર્ટીમાંથી હટાવ્યા નથી. બીજી તરફ, મહા વિકાસ આગાડી ગઠબંધન સરકારના નેતા વિશે ત્રણ પક્ષો દ્વારા વાત કરવામાં આવી રહી છે, તેના નેતાને ઔપચારિક રીતે સુપ્રીમ કોર્ટમાં જાણ કરવામાં આવી નથી.

એનસીપી પાસે કુલ ૫૪ ધારાસભ્યો છે. જો સ્પીકરે અજિત પવારના વિરોધને ધ્યાનમાં લેતા, તો પછી તેમના નિર્ણય વિરુદ્ધ ગયેલા ધારાસભ્યોના મતો રદ કરવામાં આવશે. આ બહુમતી માટે આ આંકડો ઘટાડીને ૧૧૮ કરશે. ભાજપ પાસે હાલમાં ઘણા ધારાસભ્યોની વ્યવસ્થા છે. ભાજપે તેના ૧૦૫ અને ૧૩ અપક્ષોના સમર્થનનો દાવો કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ૧૧૮ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના નેતાઓનું માનવું છે કે શપથ પૂર્વે અજીત પવારે વિધાનસભા પક્ષના નેતા તરીકે સમર્થનનો પત્ર આપ્યો હતો, તેથી કાનૂની તણાવ ઉભો થતો નથી. ભાજપના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કહ્યું હતું કે અજિત પવારે વિધાનસભા પક્ષના નેતા તરીકે ભાજપને ટેકો આપ્યો હતો, જેથી ભાજપના વિધાનસભા પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમની પાર્ટી ગૃહમાં પોતાનું બહુમતી સાબિત કરશે. આ સિવાય બીજી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ મહારાષ્ટ્રમાં પણ સત્તાનો માર્ગ કર્ણાટક મોડેલ પર નક્કી કરી શકે છે. સૂત્રો જણાવી રહ્યા છે કે પક્ષના બે તૃતીયાંશ ધારાસભ્યોનું ભંગાણ કાયદેસર પક્ષને ટાળવા માટે જરૂરી છે. આવી સ્થિતિમાં, ત્રણેય પક્ષના અનેક ધારાસભ્યોનો રાજીનામું આપાવીને, ભાજપ બહુમતીના આંકડાને જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લાવવા માંગશે. જો કે આ બાબત તે સરળ ની. કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ-જેડીએસ સરકારની ફ્લોર ટેસ્ટ દરમિયાન ૧૯ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. કુમારસ્વામીએ બાદમાં રાજીનામું આપ્યું હતું. તત્કાલીન સ્પીકર રમેશ કુમારે જુલાઈમાં ટ્રસ્ટના મત પૂર્વે કોંગ્રેસ અને જેડીએસના ૧૭ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પ્રક્રિયાની બંધારણીય ગુંચવાળા ઘટનાક્રમ માટે શિવેસના, એનસીપી અને કોંગ્રેસે સોમવારે મહારાષ્ટ્રના રાજયપાલ બી.એસ. કોશિયારીને પત્ર પાઠવી જણાવ્યું હતુ કે દેવેન્દ્ર ફડણવીશ સરકાર પાસે પૂરતી સભ્ય સંખ્યા ન હોવાથી તેબહુમતી પૂરવાર કરવામાં નિષ્ફળ જશે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ રાજભવનની મુલાકાત

લઈ રાજયપાલને પત્ર પાઠવી ફડણવીશની ભાજપની ગઠ્ઠબંધન સરકાર ગૃહમાં બહુમતી પૂરવાર નહિ કરી શકે અને શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ. એનસીપી રાજય પ્રમુખ જયંત પાટીલ, કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ શિવસેનાના નેતાની સહી સાથે એક પાના પત્રમાં જણાવ્યું છે કે ૨૩મી નવે. મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ફડણવીશને પૂરતી સંખ્યાબળ ન હોવા છતાં સરકાર રચવાનું આમંત્રણ આપી દેવાયું છે. હવે તેને બહુમતિ સાબીત કરવી પડે આજની તારીખે ફડણવીશ પાસે પૂરતી બહુમતી નથી જો તે બહુમતી પૂરવાર કરવામાં નિષ્ફળ જાય તો તેમને સરકાર રચવાની તક આપવી જોઈએ.

આ પત્રમાં ૧૬૨ ધારાસભ્યોની સહીઓ સાથે શિવસેનાની આગેવાનીમાં સરકારની માંગણી કરી છે અમારી પાસે પૂરતી બહુમતી છે અમને સરકાર રચવા જલ્દી આમંત્રણ આપવું જોઈએ તેમ શિંદેએ જણાવ્યું હતુ પાર્ટીલ અને ચૌહાણે ધારાસભ્યના સોંગદનામા સાથે રાજયપાલને પત્ર પાઠવી ફડણવીશ સરકાર નિશ્ર્ચિતપણે પડી જશે અને તેમની પાસે પૂરતા ધારાસભ્યો નથી તેથી બંધારણીય આરાજકતા ઉભી થાય તે પહેલા જ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપવું જોઈએ

પાટીલ અને અન્ય એનસીપીનાં નેતાઓ છગન ભૂજબળ, સુનિલ તતકરે, વાલ્સે ,પાટીલ,રામરાજ નિમ્બ્લકર સહિતના નેતાઓ નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મળીને તેમનો દાણો દબાવી જોયો હતો ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે ફડણવીશ સરકાર ગૃહમાં બહુમતી પૂરવાર કરી શકશે. અજીતપવાર એનસીપીનાં ૪૦ ધારાસભ્યોનો ટેકો ધરાવે છે. વિધાનસભાના અધ્યક્ષ માટે ગુપ્તમતદાનથી થનારી ચૂંટણીમાય ૪૦ ધારાસભ્ય મહત્વનું પરિબળ બનશે ભાજપને ૧૪૫ ધારાસભ્યોના ટેકાની જરૂર છે. મુખ્યમંત્રી અને અજીતપવાર સામે પરિસ્થિતિ કટોકટી ભરી છે. ક્રોસવોટીંગ અને ૨૯ લોકો મતદાનમા ભાગ ન લેતો પરિસ્થિતિ બગડે તેમ છે. એનસીપી ને સેના માટે પણ ૩૩ અને ૩૬ ધારાસભ્યોનો મુદો અને ભાજપને ટેકો આપવામાં પક્ષાંતર ધારાનો પરિબળ લાગુ પડશે જો ૨/૩ ધારાસભ્યો ભાજપને ટેકો આપે તો તે કાયદેસર ગણાશે. અત્યાર મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ પ્રવાહી ગણાય છે. મહારાષ્ટ્રમા ત્રણેય પક્ષના નેતાઓએ રાજયપાલને પત્ર પાઠવી પૂરતી બહુમતી ન ધરાવતા દેવેન્દ્ર ફડણવીશ સામે શિવસેનાને સરકાર રચવાની તક આપવાની માંગ કરરી છે.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિધાનસભામાં બહુમત પુરવાર કરવા સંબંધે કોઈપણ આદેશ આપે તે પહેલા જ ગઈકાલે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ત્રિપુટીએ રાજ્યપાલને પત્ર પાઠવીને ગઠબંધન પાસે બહુમત હોવાનો દાવો કર્યો હતો. આટલું જ નહીં સાંજે ત્રણેય પક્ષોએ મળીને મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં ૧૬૨ ધારાસભ્યોની પરેડ પણ કરાવી હતી. આ પરેડ કરાવવા પાછળની રણનીતિ રાજ્યપાલને સરકાર રચવા નિમંત્રણ આપવા દબાણમાં લાવવાની હતી.

ગઈકાલે સાંજે શિવસેનાનાં નેતા સંજય રાઉતે ગઠબંધન પાસે ૧૬૨ વિધાયકો હોવાનો દાવો કરવા સાથે તમામ વિધાયકો સાંજે હયાત હોટેલમાં એકત્ર થશે તેવી જાહેરાત કરીને સનસનાટી ફેલાવી દીધી હતી. આ જાહેરાત અનુસાર જ ત્રણેય પક્ષનાં ધારાસભ્યોને ત્યાં પહોંચાડી દેવામાં આવ્યા હતાં. ત્યારબાદ શિવસેનાનાં વડા ઉદ્ધવ ઠાકરે અને તેમનાં પુત્ર આદિત્ય, કોંગ્રેસનાં નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, બાલાસાહેબ થોરાટ, માણિકરાવ ઠાકરે પણ ત્યાં પહોંચી ગયા હતાં. એનસીપી વડા શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલેએ અને ઉદ્ધવે મોટાભાગનાં વિધાયકો સાથે વ્યક્તિગત શુભેચ્છા મુલાકાતો પણ કરી હતી. ત્યારબાદ શરદ પવાર, કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જૂન ખડગે અને છેલ્લા કેટલાંક દિવસથી અદૃશ્ય એનસીપી નેતા પ્રફુલ પટેલ પણ હોટેલમાં આવ્યા હતાં.

હોટેલનાં હોલમાં સજાવવામાં આવેલા મંચની આજુબાજુ ૧૬૨નો આંકડો દર્શાવતા અને બંધારણનાં મુખપૃષ્ઠની તસવીરોનાં મોટા બોર્ડ પણ લાગવવામાં આવ્યા હતાં. તમામ ધારાસભ્યો એકત્ર થયા બાદ નેતાઓએ ભાષણ કર્યા હતાં. આ દરમિયાન શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને મલ્લિકાર્જૂન ખડગે એક હરોળમાં આજુબાજુ બેઠેલા જોવા મળ્યા હતાં. અશોક ચવ્હાણે પોતાનાં ભાષણમાં શિવસેના સાથે ગઠબંધનની મંજૂરી આપવા બદલ સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો. આ સાથે જ ગઠબંધન પાસે ૧૬૨થી વધુ ધારાસભ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

જ્યારે ઉદ્ધવે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, સત્તાનો નહીં પણ સત્યનો જ જય થવો થવો જોઈએ. કેન્દ્રમાં રહેલા લોકો સત્તાનો દુરુપયોગ કરી ચૂક્યા છે અને હવે શિવસેના શું ચીજ છે તે દેખાડી દેવામાં આવશે. તો બીજીબાજુ શરદ પવારે પોતાનાં ભાષણમાં કહી દીધું હતું કે, બહુમત પરીક્ષણમાં વ્હીપનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ તકે તમામ ધારાસભ્યોને હાથ આગળ કરાવીને સંગઠિત રહેવાનાં શપથ પણ લેવડાવવામાં આવ્યા હતાં. ધારાસભ્યોની પરેડ વિશે પ્રતિક્રિયા આપતા ભાજપે કહ્યું હતું કે આ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અપમાન છે. પરેડ તો ગુનેગારોની હોય. આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામના શપથ લીધા છે તો આ બાળ ઠાકરેની શિવસેના ન હોય શકે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે સુપ્રીમના નિર્ણયને આવકારતા જણાવ્યું હતુ કે આજે બંધારણ દિવસે બંધારણને માન આપતો સુપ્રીમે જે નિર્ણય કર્યો છે તેનેથી કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ત્રણેય પક્ષો ખૂશ છે. કાલે સાંજે પાંચ વાગ્યે યોજાનાર ફર્લોર ટેસ્ટમાં સમગ્ર વાસ્તવિકતા સામે આવી જવાની છે જેથી ફડણવીસે ફર્લોર ટેસ્ટની રાહ જોયા વગર આજે જ રાજયપાલને પોતાનું રાજીનામુ સોપી દેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.