શાશ્વત પ્રેમનું શ્રેષ્ઠ ઉદા. છે આ પક્ષી…જાણો રાજ્ય પક્ષીની અવનવી વાતો

આજે રાષ્ટ્રીય પક્ષી દિવસ છે. કુદરતનું એક અદ્ભુત સર્જન એટલે પક્ષીઓ જે સવારમાં ઉઠવાથી લઈને આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થાય છે. પક્ષીઓના અનેક સ્વરૂપો છે તેઓ દરિયાઈ વિસ્તારમાં પણ રહે છે અને બર્ફીલા પ્રદેશમાં પણ વસે છે.બધા જ પક્ષીઓના કંઇક અલગ અલગ કળા હોય છે. આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે પરંતુ શું તમે જાણો છો ગુજરાતનું પક્ષી એટલે કે આપણું રાજ્ય પક્ષી કયું છે. ચાલો જાણીએ વિગતવાર

ગુજરાતમાં રાજ્ય પક્ષી તરીકે સુરખાબને સ્વીકારવામાં આવ્યુ છે મનમોહક અને સુંદર દેખાતું સુરખાબ પક્ષી જગતમાં પારિવારિક પક્ષી તરીકે ઓળખાય છે. તેની સાથે તે જીવન પર્યંત એક માત્ર માદા સાથે પારિવારિક જીવન વિતાવે છે. તેના આ બધા જ લક્ષણોને લઈને પણ આ પક્ષી સમગ્ર પક્ષી સૃષ્ટિમાં અલગ તરી આવે છે. સુરખાબ હંમેશા ગુલાબી રંગ વાળા જ જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે સુરખાબનો રંગ ગુલાબી જ કેમ હોય છે ??

ફ્લેમિંગો ગ્રે પીંછા સાથે જન્મે છે ફ્લેમિંગો પક્ષીના પીછાઓ વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેઓ સમય જતાં ગુલાબી થઈ જાય છે. ફ્લેમિંગો માછલી, જંતુઓ, કચરો, ફ્રાઈસ, બીજ વગેરેને આહારમાં આરોગે છે. ફ્લેમિંગો પાણીના જીવો, મોટે ભાગે શેવાળ અને ઝીંગા ખાવાનું પસંદ કરે છે. એવું ઝીંગા અને શેવાળમાં કેરોટીનોઈડ નામના રંગદ્રવ્યો વધુ હોય છે. એટલે કે જ્યારે આપણે ઝીંગાને ઉકાળીએ છીએ, ત્યારે તે ગુલાબી થઈ જાય છે. તેથી એવું કહી શકાય કે ફ્લેમિંગોના આહારમાં મુખ્યત્વે કેરોટીનોઈડ પદાર્થો હોય છે, જેના કારણે તેઓ ગુલાબી થઈ જાય છે.

ફ્લેમિંગો હોય છે માણસો જેવા લાગણીશીલ

જેમ કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં એક જ સ્ત્રી સાથે પોતાનું જીવન વિતાવી દે છે જેને આપણે શાશ્વત પ્રેમ કહીએ છીએ ફ્લેમિંગો પણ આ નિયમો પ્રમાણે પોતાનું જીવન જીવે છે. ફ્લેમિંગોનું આયુષ્ય કુદરતી રીતે 30થી 35 વર્ષનું હોય છે. આ સમય દરમિયાન નર એકમાત્ર માદા ફ્લેમિંગો પક્ષી સાથે પારિવારિક સંબંધો નિભાવે છે અને તે જીવનપર્યંત જાળવી રાખે છે. આ પ્રકારનું વિશેષ લક્ષણ એકમાત્ર ફ્લેમિંગો એટલે કે સુરખાબ ધરાવે છે.