છ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે આ મોટા લાભ, ખાસ કોમ્પ્યુટર વપરાશકર્તાઓ રાખે ધ્યાન

છ મુખી રૂદ્રાક્ષ ભગવાન કાર્તિકેયનું સ્વરુપ છે. છ મુખી રૂદ્રાક્ષ કોમ્યુટર ક્ષેત્રે કામ કરતા લોકો ફાયદાકારક છે.

છ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી સ્થિર લક્ષ્મી અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. શુક્ર ગ્રહને બળવાન બનાવવા, શુક્ર ગ્રહનું શુભ ફળ મેળવવા છ મુખી રૂદ્રાક્ષ ધારણ કરી શકાય છે.

શુક્રનો ઓરીજનલ હિરો બધુ મોધો મળે છે. આથી તેના બદલે છ મુખી રૂદ્રાક્ષ ધાર કરી શકાય છે. જે લોકો કોમ્યુટર ક્ષેત્રે અભ્યાસ કરે છે. અથવા તો તેના કામકાજમાં નોકરીમાં વ્યાપારમાં સંકળાયેલા છે તેવો એ પણ છ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો શુભ ફળદાય છે.

જે લોકોને બ્લડ પ્રેસરની બીમારી છે હિસ્ટ્રીરીયા જેવી બીમારી છે તેવોએ પણ છ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.

આ રૂદ્રાક્ષને સોમવારે અથવા શુક્રવારે રૂદ્રી અભિષેક કરી સિઘ્ધ કરી પુજા કરી અને ૐ નમ: શિવાયની ર1 માળ કરી કાળા અથવા સફેદ દોરામાં ગળામાં ધારણ કરવો. ત્યારબાદ દર મહિને અથવા અઠવાડીયે એક વાર રૂદ્રાક્ષની પૂજા જરુર કરવી.

-શાસ્ત્રી રાજદિપ જોષી