ભારતને વિશ્વગુરૂ બનાવવાનું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરીશું: મંત્રી રૂપાલા

જન આશિર્વાદ યાત્રામાં રાજકોટવાસીઓના આશિર્વાદ પ્રાપ્ત કરતા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા

રાજકોટ ખાતે  માધાપર ચોકડીથી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની  જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ રંગેચંગે પ્રારંભ થયો હતો. આ તકે માધાપર ચોકડી ખાતે યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરાયુ હતુ,  ફટાકડા, ડીજે- બેન્ડ અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ, જન આશિર્વાદ યાત્રાના સમગ્ર રૂટ રૈયા ચોકડી ,કેકેવી સર્કલ અને ઉમીયા ચોકડી ખાતે કાર્યર્ક્તાઓ, વિવિધ સંસ્થાઓ, શહેરીજનો ધ્વારા ઉમળકાભેર સન્માન કરાયુ હતું. અને ખુલ્લી જીપમાં પુરૂષોતમભાઈ રૂપાલાએ કાર્યર્ક્તાઓ તેમજ શહેરીજનોનું અભિવાદન ઝીલ્યુ હતું.

આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,મેયર ડો પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષ્ાાબેન બોળીયા,ભાનુબેન બાબરીયા, રાજુભાઈ ધ્રુવ,  રાજુભાઈ બોરીચા, વંદનાબેન ભારદ્વાજ,  કાશ્મીરાબેન નથવાણી સહીતના ઉપસ્થિત રહયા હતા. આ તકે ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજ, કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  બીનાબેન આચાર્ય દ્વારા પુરૂષોતમભાઈ રૂપાલાનું બુકેથી  સ્વાગત કરાયું હતું.

આ તકે પુરૂષોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન-જન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને નરેન્દ્રભાઈ મોદીનું  ભારતને  વિશ્વગુરૂ બનાવવાનું સપનુ સાકાર થાય એ માટે પ્રાર્થના કરાશે ત્યારે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી આ જન આશિર્વાદ યાત્રા પસાર થઈ હતી અને તમામ વોર્ડના કાર્યર્ક્તાઓ,શહેર ભાજપના વિવિધ મોરચાના કાર્યર્ક્તાઓ, સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

વજુભાઈ વાળાના આશિર્વાદ લેવા પુરૂષોતમ રૂપાલા

કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ પૂર્વ નાણામંત્રી તેમજ કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના  આશિર્વાદ ગ્રહણ કરી જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ કરેલ હતો. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડો. ભરત બોઘરા, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.