Abtak Media Google News

ચાઈલ્ડ રેપ અને સેકસૂયલ હેરેસમેન્ટના પગલે લડત

બાળકો પર વધતા જતા અત્યાચારો અને કિડનેપીંગને મામલે જનજાગૃતિ માટે ચાઈલ્ડ રાઈટસનાં અધિકારી કૈલાશ સત્યાર્થીએ મંગળવારના રોજ બાળકો પર થતા અત્યાચારો સામે વિશ્ર્વની સૌથી મોટી માર્ચનું આયોજન કરવામાં આવશે તેવું એલાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે શાંતી રાખવાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને આ પ્રકારના ક્રાઈમો વધતા જ જાય છે માટે આ માર્ચમાં ૧૦ મીલીયનથી પણ વધુ ભારતની બહારના લોકો જોડાઈ તેવી સંભાવના છે.વિશ્ર્વના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની માર્ચ યોજાશે જે સપ્ટેમ્બર ૧૧ના રોજ દક્ષિણ-ભારતના ક્ધયાકુમારીથી શ‚ કરવામાં આવશે જેને ઓકટોમ્બર ૧૬ના દિલ્હીમાં પૂર્ણ કરવામાં આવશે. બાળક દેશનું ભાવિ છે માટે બાળકો માટે ભારત એક સુરક્ષિત દેશ બનવું જ જોઈએ તેમણે સ્લોગન આપતા કહ્યું હતું “સેફ ચાઉલ્ડહુડ “સેફ ઈન્ડિયા સરકારી ડેટા પ્રમાણે ૨૦૧૬-૧૭ સુધીમાં ૯૦૦૦ કેસો ચાઈલ્ડ અબ્યુઝમેન્ટના નોંધાયા છે.મુખ્યત્વે શોષણગ્રસ્ત બાળકો ગરીબ અને ‚રલ એરીયાના રહ્યાં છે જેને મોટા શહેરમાં લઈ જઈ નોકરીના નામે વેંચી કાઢવામાં આવે છે. તો એમાના અમુક સાથે બળાત્કાર ગુજારાય હોય છે તો આ પ્રકારની ઘટનાઓના જવાબદાર કોણ ? ઘણાં તો હજુ સમાજના ડરને લઈને બાળકોના શોષણના કેસ નોંધાયા જ નથી. તેના ગુનેગારોને ચોક્કસ રીતે સજા મળવી જોઈએ. આ માર્ચમાં જોડાયેલા લોકો ૧૧,૦૦૦ કિ.મી. એટલે કે, ૬,૮૩૫ માઈલ્સ યાત્ર કરશે જે ભારતનાં ૨૯ રાજયોના ગામડાઓ, સ્કુલ, કોલેજોમાં જઈને જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરશે. સેકસુયલ હેરેસમેન્ટથી ડરવાની જ‚ર નથી તેની સામે લડત આપવાની જ‚ર છે. કારણ કે, આપણુ બાળક આપણું ભાવિ જોખમમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.