સમયસર લગ્ન ન થવા તે લેઇટ પ્રેગ્નન્સી માટેનું સૌથી મોટું કારણ

  • 25થી 30 વર્ષની ઉંમરે સ્ત્રીને માતા બનવા માટે યોગ્ય
  • મોડા લગ્ન બાદ માતા-પિતા બનવાનું સૌભાગ્ય પહેલું પસંદ કરવું જરૂરી: નિષ્ણાંત તબીબો

સ્ત્રીઓમાં મોટી ઉંમરે પ્રેગનેન્સી રાખવાની સમસ્યાને લેટ પ્રેગ્નન્સી કહે છે.સ્ત્રીઓમાં ગર્ભની ફળદ્રુપતા 25થી 35 વર્ષ સુધીની શ્રેષ્ઠ હોય છે.30વર્ષની ઉંમર સુધી પ્રેગનેન્સી ધારણ કરવું હિતાવહ છે.લેટ પ્રેગ્નન્સીનું મહત્વનું કારણ લેટ મેરેજ પણ છે.ત્યારબાદ સ્ત્રી-પુરુષ બંનેને જો કારકિર્દી પ્રત્યે મહત્વકાંક્ષી હોવાના નું કારણ બને છે.

લેટ પ્રેગનેન્સીમાં પ્રેગનેન્સી રાખ્યા બાદ ખૂબ તકલીફ માતા અને બાળકને પડી શકે છે.ગર્ભની અંદર બીચ બનવાની કેપેસિટી 30 વર્ષની ઉંમર બાદ ઓછી થતી જતી હોય છે. તેની ફળદ્રુપતા ઘટતી જતી હોય છે.લેટ પ્રેગ્નન્સી રહ્યા બાદ માતાને ડાયાબિટીસનું જોખમ વધે છે.મેદસ્વીતા વધી શકે છે. બ્લડપ્રેશર પણ વધી શકે છે.ક્રોનિક હાઇપર સ્ટેશન ના હિસાબે હૃદયની તકલીફ પણ થઇ શકે છે. મોટી ઉંમરે પ્રેગ્નન્સીના લીધે બાળક પણ  રંગસૂત્રની ખામી વાળુ જન્મી શકે છે.બાળકમાં ખોડખાપણ આવી શકે છે.પરંતુ જો લેટ પ્રેગ્નન્સી રાખી હોયતો રેગ્યુલર ગાયનેકોલોજિસ્ટ પાસે માતાએ ફોલોપ લેવું જરૂરી છે. જેના કારણે તકલીફ ઊભી થતાં તેની સમયસર સારવાર આપી શકાય છે. સમયસર લગ્ન કરવા તેમજ બાળક રાખવાની સમયસર પ્રક્રિયા દંપતિ દ્વારા કરવામાં આવે તો લેટ પ્રેગ્નન્સી ની સમસ્યા ઘટી શકે છે.

25થી 30 વર્ષ ગર્ભધારણ માટેની શ્રેષ્ઠ ઉંમર: ડો. ડી.ડી તરાવીયા’

પૂજા હોસ્પિટલના એમ.ડી ગાયનેકોલોજિસ્ટ ડો. ડી.ડી તરાવીયએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે,25થી 35 વર્ષ સુધીની ગર્ભધારણ કરવાની શ્રેષ્ઠ ઉંમર હોય છે.30વર્ષની ઉંમર સુધી પ્રેગનેન્સી ધારણ કરવું હિતાવહ. લેટ પ્રેગ્નન્સી પાછળનું મહત્વનું કારણ લેટ મેરેજ ત્યારબાદ સ્ત્રી-પુરુષ બંને કારક્રિદી પ્રત્યે મહત્વકાંક્ષી હોય છે. લેટ પ્રેગનેન્સીમાં પ્રેગનેન્સી રાખ્યા બાદ પણ ખૂબ તકલીફ પડે છે.લેટ પ્રેગ્નેસીમાં ગાયનેકોલોજિસ્ટ પાસે રેગ્યુલર લેવાથી લેટ પ્રેગનેન્સી મા થતી તકલીફો અને સારવાર આપી શકાય છે

સમયસર લગ્ન સ્ત્રી પુરુષ બંને માટે હિતાવહ:ડો.વર્ષાબેન ધ્રુવ

ધ્રુવ હોસ્પિટલના ડો.વર્ષાબેન ધ્રુવ એમ.ડી ગાયનેકોલોજિસ્ટ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ કારકિર્દી પાછળ સ્ત્રીઓ મહત્વકાંક્ષી બની છે એટલે લગ્નની સાચી ઉંમર જતી રહે છે. ત્યાર બાદ એકબીજાને ઓળખવા માં ટાઈમ બગાડતા હોય છે ત્યારબાદ પ્રેગ્નન્સી રાખે છે જેના કારણે પ્રેગ્નેન્સી રહેવામાં વાર લાગે છે.સ્પર્મ અને ઓવમમાં એજિંગની શરૂઆત થતી હોય છે.લેટ મેરેજમાં પ્રેગ્નેસી દરમિયાન એકલેમિસિયા અને હેન્ડમસિન્ડ્રમ જે માતા અને બાળક બન્ને માટે જીવનું જોખમ બની શકે છે. સમયસર લગ્ન આ તમામ સમસ્યાનું નિવારણ.

લેટ પ્રેગ્નન્સીમાં રેગ્યુલર ગાયનેકોલોજિસ્ટ પાસે ફોલોપ કરાવું અત્યંત જરૂરી: ડો.કૈલાશ ઓચવાની

બિંગ મોમ હોસ્પિટલના ડો.કૈલાશ ઓચવાનીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, લેટ પ્રેગ્નન્સી રાખી હોય તો તેમણે રેગ્યુલર ગાયનેકોલોજિસ્ટ નું ફોલોઅપ લેવું અત્યંત જરૂરી છે જેના કારણે તાત્કાલિક ધોરણે કોઈ પણ બીમારીનું નિદાન સચોટ સમયસર સારવાર થકી થઈ શકે છે.