રાજકોટમાં વોકિંગમાં જવાનું કહી લાપતા બનેલા પ્રૌઢાની આજીડેમમાંથી લાશ મળી

માનસિક બિમારીથી કંટાળી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાનું તપાસમાં ખૂલ્યું

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આલાપ એવન્યૂમાં રહેતો અને ગઇકાલે લાપતાં બનેલા પ્રૌઢાની આજીડેમમાંથી લાશ મળી આવતાં આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસમાં ખૂલ્યું હતું કે, માનસિક બીમારીથી કંટાળી ડેમમાં ઝંપલાવી આત્મઘાતી પગલું પ્રૌઢાએ ભર્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ આલાપ એવન્યૂમાં રહેતા સરીતાબેન રાજકુમારભાઇ ભાટીયા નામના 56 વર્ષીય પ્રૌઢે ગઇકાલે પોતાના ઘરે પરિવારને વોકિંગમાં જઉં છું તેવું કહીને નીકળી ગયા હતા બાદ ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ અંતે ન મળતા પરિવારે પોલીસમાં ગુમ નોંધ લખાવી હતી. આ દરમિયાન આજીડેમ પોલીસમાં કોઇ અજાણી મહિલાની લાશ ડેમમાંથી મળી આવતાની જાણ થતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પાણીની બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસે ઓળખ અંગે તપાસ કરતાં મૃતક સરીતાબેન હોવાનું ખૂલ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મૃતક છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમારીથી પીડાતા હતાં. જેથી બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું છે.મૃતક સવિતાબેનને સંતાનમાં એક પુત્ર અને તેને ફૂટવેરની દુકાન હોવાનું જાણવા મળ્યું છે.