Abtak Media Google News
  • તાજેતરમાં જાહેર થયેલાં એક કરોડ ચોત્રીસ લાખ ગુપ્ત દસ્તાવેજોને ‘પેરેડાઇઝ પેપર્સ લીક’ નામે ઓળખવામાં આવ્યા છે. તેમાંના મોટાભાગના ઑફશોર ફાઇનાન્સનું કામ (વિદેશમાં રોકાણો) કરતી મોખરાની એક કંપની મારફતે મેળવવામાં આવ્યા છે. ગત વર્ષના પનામા પેપર્સ લીકની જેમ, આ વખતે જર્મનીના અખબાર જૂથ ‘જ્યૂડ ડૉયચે ત્સાઇતુંગે’ આ દસ્તાવેજો મેળવ્યા કર્યા હતા. આ દસ્તાવેજોની તપાસ ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) ની દેખરેખ હેઠળ થઈ છે. આ દસ્તાવેજોની ચકાસણીમાં સામેલ મીડિયા સંસ્થાઓમાં ‘ધ ગાર્ડીઅન’નો પણ સમાવેશ થાય છે. મોટાભાગના વ્યવહારો એવું દર્શાવે છે કે કાયદાની પરિભાષામાં કશું ખોટું નથી થયું. ટેક્ષ હેવન તરીકે જાણીતા સ્થળોના દરવાજા બંધ કરવાને પ્રચારનો એક ભાગ બનાવી ચૂકેલા કેનેડીયન વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોનો એક ખાસ મદદનીશનું નામ પણ આમાં સંડોવાયું છે. આમ કરવાથી દેશને કરવેરાના રૂપમાં લાખો ડોલરનો ચૂનો લાગી શકે છે. પેરેડાઇઝ પેપર્સ એ પણ દર્શાવે છે કે ક્વીનનાં દસ મિલિયન પાઉન્ડનું રોકાણ કેવી રીતે વિદેશમાં કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.