Abtak Media Google News

દોઢ વર્ષથી બસ સ્ટેન્ડમાં કપચી પારવાનું કામ કાગળ પર જ! ચોમાસા દરમિયાન કીચડી થી મુસાફરો ત્રસ્ત બન્યાં

શહેરના શાસ્ત્રી મેદાનમાં આવેલા હંગામી એસટી બસ સ્ટેન્ડમાં દર વર્ષે ચોમાસા દરમિયાન કાદવ-કીચડનું સામ્રાજ્ય ખડકાઈ જાય છે. જેને કારણે બસ સ્ટેન્ડમાં અવર-જવર કરવામાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં વરસાદ પડતા એસટી બસ સ્ટેન્ડમાં એક વોલ્વોના બે ટાયર કાદવમાં ખુંચી ગયા હતા. જેને લઈને બસ સમયસર રૂટ પર પહોંચી પણ ન હતી. ત્યારે તંત્ર દ્વારા બીજી વોલ્વોની મદદથી વોલ્વો બસને કાદવમાંથી બહાર કાઢવામાં આવી હતી.

Advertisement
The-Bus-Gets-Stuck-In-The-Mud-Mud-Of-The-Stand
the-bus-gets-stuck-in-the-mud-mud-of-the-stand

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એરપોર્ટ જેવું અદ્યતન બસ પોર્ટ બનવા જઈ રહ્યું છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી શાસ્ત્રી મેદાન ખાતે હંગામી બસ સ્ટેશન રાખવામાં આવ્યું છે. જેમાં દર વર્ષે ચોમાસા દરમિયાન કાદવ-કીચડી મુસાફરો ત્રસ્ત બન્યા છે. જે તે સમયે હંગામી બસ સ્ટેન્ડમાં કાદવ કીચડની સમસ્યા દૂર કરવા માટે કપચી પારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ પ્રકારની કામગીરી ન થઈ હોય અને કાદવ કીચડની સમસ્યા હજુ એમ જ હોય. યાત્રીકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરોની સલામતી તો દૂર એસટી તંત્ર ખૂદ એસટીની પણ સલામતી રાખી શકતું નથી તે તસ્વીરમાં માલુમ પડે છે.

The-Bus-Gets-Stuck-In-The-Mud-Mud-Of-The-Stand

શહેરમાં વરસાદનો કીચડ હજુ પણ બસ સ્ટેન્ડમાં યાવત હોય એસટી તંત્રએ હજુ સુધી કોઈ નકકર નિવારણ નહીં આવતા યાત્રીકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે રાજકોટ એસટી ડિવિઝનના નવનિયુક્ત વિભાગીય નિયામક યોગેશ પટેલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુસાફરોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સુચના આપી દેવામાં આવી છે. જે તે સમયે કપચી નાખવાના આદેશ કર્યા હોય પરંતુ હજુ તેની વ્યવસ ન થઈ હોય આગામી થોડા દિવસોમાં હંગામી બસ સ્ટેશનમાં કાદવ કીચડ ન થાય તે માટેનું આયોજન કરવામાં આવશે અને મુસાફરોને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસો હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.