Abtak Media Google News

પાણી પુરવઠા વિભાગની ચિંતન શિબિરમાં ‘નલ સે જલ’ યોજના વર્ષ ૨૦૨૨ સુધીમાં સાકાર કરવાનો રૂપાણીનો સંકલ્પ

ગત વર્ષે રાજયમાં ઓછા વરસાદના કારણે અનેક સ્થાનો પર પાણીની તંગીની સમસ્યા ઉભી થવા પામી હતી. પરંતુ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે નર્મદા કેનાલનાં પાણીને સૌની યોજના દ્વારા રાજયભરનાં અનેક ખાલી ડેમોમાં ઠાલવીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા જેના કારણે ‘પાણીદાર’ મુખ્યમંત્રી’નું બિરૂદ પામેલા વિજયભાઈ રૂપાણી હવે આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયભરમાં તમામ ઘરોમાં નળ મારફતે પાણી પહોચાડવાનો સંકલ્પ વ્યકત કર્યો છે.

ગુજરાતનાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ શનિવારે આત્મ વિશ્ર્વાસ સાથે દાવો કયો હતો કે આવનાર ૩ વર્ષમાં એટલે કે ૨૦૨૨ સુધીમાં રાજયનાં ૧૦૦ ટકા ઘરોમાં નઈ દ્વારા પાણી પહોચાડવામાં આવશે

રાજય સરકાર દ્વારા આયોજીત ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ દ્વારા ‘નલ સે જલ’ કાર્યક્રમમાં વિજયભાઈએ જણાવ્યું હતુ કે આ અંગે યોજના બનાવવામાં આવી છે. જે ત્રણ વર્ષનાંલક્ષ્ય સુધી પહોચાડશે પ્રધાન મંત્રીનું આ સ્વપ્ન છે કે ઘરે ઘરે સ્વચ્છ પાણી પહોચે ખાલી સ્વચ્છ પાણી જ નહી પણ સારી તબીયત અને ભણતરની સુવિધાઓ પણ બધા સુધી પહોચાડવામાં આવશે અને એ પણ આપણી ૭૫માં સ્વતંત્રતા વર્ષગાંઠ ૨૦૨૨ સુધીમાં.

વિજયભાઈ રૂપાણી પણ જણાવ્યું હતુ કે આ યોજના માટે બજેટ પણ ફાળવી દેવાયું છે. આ કામ છેલ્લા માણસથી લઈને છેલ્લા માઈલ સુધી પહોચાડશે જે ભંડોળના લીધે બંધ ન થવું જોઈએ એમને ચિંતન શિબિર વિષે પણ જણાવ્યું હતુ કે આ સાચા સમયે સાચુ કામ કરે છે.

ઈજનેર વિભાગને પણ શુભકામનાઓ આપીને પાણીદાર રાજયના પાણી,ખાધ, પાણી રીસાયકલ પાણીના ફરી ઉપયોગ અને પાણીના મેનેજમેન્ટ અને ડિસેલિનેશન માટે એ એન્જીનીયરે રીમોટ એરીયા જેના દુકાળ અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં પાણીના પંપીંગ અને ગ્રેડના સ્ટેશન અને અન્ય આયોજનો કર્યા છે.

રૂપાણીએ આઝાદીના ૬૫ વર્ષ બાદ પણ રાજયના છેવાડાના લોકોને પાણી, ગટર અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ નથી મળળી રહી તે બદલ અફસોસ વ્યકત કર્યો હતો. રાજયના પાણી પૂરવઠા વિભાગના મુખ્ય સચિવે જે.પી. ગુપ્તાએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે ૩૩ જિલ્લાનાં ૩૦૦ કરતા વધારે અધિકારીઓએ આ ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો આ અધિકારીઓએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીના સ્વપ્નને સાકાર કરવા આયોજન ઘડી કાઢ્યું હોવાનું ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.