Abtak Media Google News
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઇને કચ્છ પહોંચ્યા
  • ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ મેગા રેલી 

કચ્છ ન્યૂઝ : લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ગુજરાતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આગામી 7મી મેએ ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે, ત્યારે હવે ભાજપના દિગ્ગજો પણ મતદારોને મનાવવા મેદાનમાં ઉતર્યા છે.Img 20240422 Wa0007

Advertisement

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઇને કચ્છ પહોંચ્યા હતા .સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે . આજે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ મેગા રેલી કરશે, આ ઉપરાંત માતાના મઢના દર્શન પણ કર્યા હતા . Img 20240422 Wa0008

આજથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આજે મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે છે ત્યારે  તેઓ ભાજપનું મેગા ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે. મુખ્યમંત્રી કચ્છના નખત્રાણામાં તેઓ એક મોટી જનસભાને સંબોધિત કરશે. ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે.Img 20240422 Wa0009

ખાસ વાત છે કે, આજે ભૂપેન્દ્ર પટેલ પોતાની જનસભા અગાઉ કચ્છમાં માતાના મઢે દર્શન કર્યા હતા .  આશાપુરા માતાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું .  આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ માતાજીને સાડી અને ફૂલહાર ચઢાવીને તલવાર અને પ્રસાદનો ભોગ પણ લગાવ્યો હતો.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.