ચીનની સરકારએ બિઝનેસમેન જેક માને આટલા અરબ ડોલરનો દંડ ફટકાર્યો

0
35

ચીનના બિઝનેસ ટાયકૂન અને એશિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાંની એક વ્યક્તિ, ‘જેક મા’ કે જેની કંપની અલીબાબાને ચીની સરકારએ મોટો દંડ ફટકાર્યો છે. ચીની સરકારે અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ પર 18.2 અબજ યુઆન ($ 2.8 અબજ) નો રેકોર્ડ દંડ કર્યો છે.

ચીની સરકારે અલીબાબા ગ્રુપ પર એકાધિકાર વિરોધી નિયમો(Anti-Monopoly Rules)નું ઉલ્લંઘન કરીને આ દંડ ફટકાર્યો છે. અલીબાબાના સ્થાપક જેક માએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીની સરકારની આલોચના કરી હતી. જે બાદ તે બે મહિના સુધી કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા ના હતા.

જેક માએ ઓક્ટોબરના શાંઘાઈ શહેરમાં આપેલા એક ભાષણમાં દેશની નાણાકીય નિયમન અને રાજ્યની માલિકીની બેંકોની ટીકા કરી હતી. માએ સિસ્ટમમાં સુધારા માટે હાકલ કરી હતી અને ગ્લોબલ બેંકિંગ રેગ્યુલેશનને ‘વૃદ્ધ લોકોની ક્લબ’ ગણાવી હતી. જેક માની આ ટીકા ચીનની સરકાર માટે અસહય હતી. નવેમ્બરમાં, જેક માની એન્ટ ગ્રુપને 37 અબજ ડોલરનો આઈપીઓ સસ્પેન્ડ કર્યો હતો.

ચીનના સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશનએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ દંડ 2015 માં ક્વાલકોમ ઇન્ક દ્વારા ચૂકવવામાં આવેલા દંડ કરતા લગભગ એક અબજ વધારે છે. દંડની આ રકમ 2019મા અલીબાબાની અવાકના લગભગ 4% જેટલી છે.

કંપનીએ જણાવ્યું હતું કે તે દંડ અંગે ચર્ચા કરવા સોમવારે સવારે હોંગકોંગમાં એક કોન્ફરન્સ બોલાવશે. અલીબાબાએ આ નિર્ણય સામે કોઈ નારાજગી વ્યક્ત કરી નથી. કંપનીએ કહ્યું, ‘અલીબાબા દંડને પ્રામાણિકતા સાથે સ્વીકારે છે અને નિશ્ચય સાથે તેનું પાલન કરશે. સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા માટે અલીબાબા કાયદા અનુસાર કાર્ય કરશે.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here