Abtak Media Google News

ટ્રેકરો હડતાલ પર અને બાકીના સ્ટાફને ઘટનાની જાણકારી પણ ન હતી

શેત્રુંજી ડીવીઝન હેઠળના આજે તમામ ટ્રેકરો વિવિધ માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે તેવા સમયે રાજુલા રેન્જમા કોવાયા સાકરીયા વિસ્તારમા સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે અહીં રાજુલા ના કોવાયા સાકરીયા વિસ્તારમા બાવળની કાટ વિસ્તાર માથી કોહવાયેલ હાલતમા સિંહ નો મૃતદેહ મળી આવ્યો છે એશિયાટિક સિંહ ગુજરાતની આનબાન શાન સમા સિંહોની સુરક્ષામા વનવિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે અહીં પેટ્રોલિંગ ના અભાવે કેટલાય દિવસથી મૃતદેહ રજળતો હોવાનુ દ્રશ્યો જોતા લાગી રહ્યુ છે પરંતુ મહત્વની બાબત એ છે આટલી મોટી ગંભીર ઘટના વિશે વનવિભાગ હજુ પણ અજાણ હોવાનુ ગાણુ ગાય રહ્યા છે સ્થાનિક વનવિભાગ જાણે કશુ જ બન્યુ ન હોય તેવુ માની રહ્યા છે જોકે ડી.સી.એફ એ આ મામલે ગંભીરતા પૂર્વક તપાસ કરવાની વાત કરી હતી પરંતુ સ્થાનિક વનવિભાગ દ્વારા આ ઘટના વિશે ઢાંક પીછુડો થતો હોવાનુ મનાય રહ્યું છે હાલ મા ટ્રેકરો ની ગેર હાજરી વચ્ચે વનવિભાગના આર.એફ.ઓ સહિત ફોરેસ્ટરોની ફિલ્ડમા ગેર હાજરીના કારણે મૃતદેહ કોહવાયેલો હોવાનુ મનાય રહ્યુ છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ રાજુલા રેન્જ મા તપાસ ના આદેશ આપયા હોવાનુ મનાય રહ્યુ છે.

સિંહનું બીમારીના કારણે મોત?

સિંહ બીમારીના કારણે મોતને ભેટ્યો હોવાનુ મનાય રહ્યું છે સાથે સાથે સિંહનુ મો સહિત બોડી મોટાભાગની વરસાદના કારણે ધોવાય ગઈ છે અને મોડી રાત સુધી વનવિભાગ ઘટના સ્થળે પણ પોહચ્યુ ન હોવાનુ મનાય રહ્યું છે

 આ વિસ્તારમાં આ રીતે કેટલા સિંહોના મૃતદેહો મળે છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું જાણવા મળી રહેલ છે. અગાઉ રેલવે ટ્રેક ઉપર પણ કેટલાય શ્રી હું આ મૃતદેહો મળી આવેલ છે. જે અંગે પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ઉત્પન્ન થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.