Abtak Media Google News

સુસવાટાથી શિતલહેર: હજી ઠંડીનું જોર વધે તેવી સંભાવના

ઉતરિય રાજયોમાં બરફ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કાતીલ પવનો ફુંકાવાના કારણે રાજયવાસીઓ ઠુંઠવાય રહ્યા છે. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કાતીલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. કચ્છનું નલીયા આજે ૫.૮ ડિગ્રી સેલ્શીયસ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું હતું. રાજકોટમાં પણ તાપમાનનો પારો ૧૧ ડિગ્રીએ પહોંચી ગયો હતો.

ઉતર ભારતના રાજયમાં કાતીલ ઠંડીના કારણે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વઘ્યું છે. ગઈકાલે સાંજથી રાજયમાં ઠંડીએ બોકાસો બોલાવ્યો છે. આજે કચ્છના નલીયામાં તાપમાનનો પારો ૫.૮ ડિગ્રી સેલ્શીયસે પહોંચી ગયો હતો. નલીયામાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૮ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. નલીયાનું આજનું લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૭ ડિગ્રી રહેવા પામ્યું હતું. એક જ દિવસમાં પારો ૮ ડિગ્રી સુધી નીચો પટકાતા લોકો ઠુંઠવાઈ ગયા હતા.આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધશે.

Dsc 3058

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પણ આજે કાતીલ ઠંડીએ બોકાસો બોલાવી દીધો હતો. રાજકોટનું લઘુતમ તાપમાન આજે ૧૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૩ ટકા અને પવનની ઝડપ સરેરાશ ૧૧ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૭.૭ ડિગ્રી નોંધાયું હતું.લઘુતમ તાપમાનો પારો બે ડિગ્રી સુધી પલટાયો હતો. કાતીલ પવનના સુસવાટાના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં વિંટોળાયેલા જોવા મળતા હતા.સવારે મોર્નીંગ વોકમાં નિકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યોહતો. અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનનો પારો ૮ ડિગ્રી સુધી નીચોપટકાયો હતો. આજે અમદાવાદ પણ કાતીલ ઠંડીમાં રિતસર ધ્રુજયુ ઉઠયુંહતું. ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડીએ લોકોને થર-થર ધ્રુજાવ્યા હતા.

જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૭.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગીરનાર પર્વત પર પારો પાંચ ડિગ્રી ઓછો રહેવા પામ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૭.૯ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામીહતી. રાજકોટ સહિત રાજયભરમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળતા લોકોગાત્રો થ્રીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતનાં પાડોશી રાજય રાજસ્થાનમાં પણ શીતલહેર ફરી વળી છે. માઉન્ટ આબુમાં આજે લઘુતમ તાપમાનનો પારો ૩ ડિગ્રી સેલ્શીયસ સુધી પહોંચી જતા સહેલાણીઓને મોજ પડી ગઈ હતી.ઉતરીય રાજયોમાં સતત બરફ વર્ષા થઈ રહી હોય આગામી દિવસોમાં રાજયમાં ઠંડીનુંજોર વધે તેવી આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.