Abtak Media Google News

કોલંબોથી ૪૦ કિલોમીટર દુર પગોડામાં બે સિરિયલ બ્લાસ્ટ

શ્રીલંકાનાં કોલંબો ખાતે ઈસ્ટર ત્યૌહાર દરમિયાન કરવામાં આવેલા સીરીયલ બોમ્બ ધડાકાઓમાં વ્યાપક માનવ પુવારી અને ૮૦૦થી વધુ મહિલા, બાળકો સહિતનાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આત્મઘાતી હુમલાનાં ખુબ જ ગંભીર પ્રત્યાઘાતો દેશમાં પડી રહ્યા છે. જેના કારણે દેશમાં કોમી દાવાનળ ફાટી નિકળ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. કોલંબોમાં સ્થાનિક લોકોએ હિઝરત શ‚ કરી દીધી છે.

ઈસ્ટર સનડેના દિવસે હોટલો અને ચર્ચામાં થયેલા ધડાકાઓમાં ઓછામાં ઓછા ૮૦૦થી વધુને સામાન્યથી ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ શ્રીલંકા અને ખાસ કરીને ઉતર કોલંબોમાં હિંસક હુમલાખોરોનાં પગલે પાકિસ્તાન પ્રસ્થાપિતો ઉપર નિશાન ટાંકવામાં આવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા કોલંબો સતાવાળાઓને કોમી હુમલાની આશંકાના પગલે પાકિસ્તાની નાગરિકોને છુટા છવાયા વસી રહેલા મુસ્લિમોને સલામત સ્થળ પર ખસેડવાની હિમાયત કરવામાં આવી રહી છે. ઈસ્ટર બોમ્બ ધડાકામાં મૃત્યુઆંક ૨૫૩ થી વધી ૩૫૯ સુધી પહોંચ્યો છે જેમાં ૧૦ ભારતીય લોકોનાં પણ મૃત્યુ નિપજયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

આતંકી હુમલાથી કોલંબો અને આસપાસના વિસ્તારોમાં કોમી દાવાનળની પરિસ્થિતિ ઉભી થઈ છે જયારે બીજી તરફ પાકિસ્તાનમાં સુની બહુમતીનાં દબાણથી અહેમદીયા સમુદાયનાં લોકોએ પાકિસ્તાનને તિલાંજલી આપીને શ્રીલંકામાં ઘણા લાંબા સમય પહેલા જ શરણ લીધી હતી. શ્રીલંકાએ આવા વિસ્થાપિતો કે જેઓ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ મોકલી દીધા હતા. ઈસ્ટર હુમલા બાદ કોલંબોમાં વિસ્થાપિત મુસ્લિમ પરિવારો પર હુમલો શ‚ થઈ ગયો છે. મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોમાં ટોળાઓએ આતંક મચાવ્યો હતો.

શ્રીલંકામાં ઈસ્ટરના પ્રસંગે સીરીયલ બ્લાસ્ટકનાં ૪ દિવસની અંદર ફરીથી રાજધાની કોલંબોથી ૪૦ કિલોમીટર પૂર્વ સ્થિત પુગોડા સીટીમાં બ્લાસ્ટ થયા છે. પોલીસ અને સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ પુગોડામાં મેજીસ્ટ્રેટ કોર્ટની પાછળ એક ખાલી જગ્યા પર થયા છે. જે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. શ્રીલંકાની ગુપ્તચર એજન્સી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઈસ્ટર ત્યૌહાર દરમિયાન થયેલા આતંકી હુમલા પાછળ એક મહિલા સહિત ૯ આત્મઘાતી હુમલાખોરો સામેલ હતા.

તમામ આતંકીઓમાંથી મોટાભાગનાં આતંકીઓ ભણેલ-ગણેલ અને મધ્યમથી ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા. તેઓનાં પરીવારો આર્થિક રીતે પણ ઘણા સમર્થ હતા એટલું જ નહીં તેમાંથી એક આત્મઘાતી હુમલાખોરે બ્રિટનમાં અભ્યાસ કર્યો હતો અને શ્રીલંકા આવતા પહેલા ઓસ્ટ્રેલિયાથી પણ ગ્રેજયુએશન પૂર્ણ કર્યું હતું. ૯ આત્મઘાતી હુમલાખોરોમાંથી ૮ આતંકીઓની ઓળખ અધિકારીઓએ કરી લીધી છે. એવી જ રીતે મુસ્લિમ કાઉન્સીલ ઓફ શ્રીલંકાનાં ઉપપ્રમુખ ઈલમી અહેમદે આ વિગત આપતા જણાવ્યું હતું કે, નિગેમ્બુ પોલીસીને ધ્યાને લઈ પોલીસ દ્વારા મુસ્લિમ લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

હિંસાનાં પગલે ૪૦૦થી વધુ પરીવારોને સલામત સ્થળે શસ્ત્ર પણ આપવામાં આવ્યા છે. આ બોમ્બ ધડાકામાં આઈએસ અને મુસ્લિમ અલગાવવાદીઓનો હાથ હોવાનું ખુલતાં સમગ્ર શ્રીલંકામાં કોમી દાવાનળ ઉભો થઈ ગયો છે. શ્રીલંકામાં કયારેય અગાઉનાં દાયકાઓમાં કોમવાદ થયો નથી. દેશમાં ૭ ટકા ખ્રિસ્તીઓ, ૧૦ ટકા મુસ્લિમ, ૧૩ ટકા હિન્દુ અને ૭૦ ટકા બુદ્ધ સમુદાયનાં લોકો રહે છે ત્યારે જે રીતે આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો તેનાથી સમગ્ર શ્રીલંકા શોકાતુર થઈ ગયું છે અને આ આતંકી હુમલાનાં પ્રત્યાઘાતો એવા આવશે તે તો આવનારો સમય જ જણાવશે.

કેરળના ઇસ્લામિક સ્ટેટના સ્લીપર સેલની લંકાના ધડાકામાં સંડોવણી?

જે રીતે શ્રીલંકાનાં કોલંબોમાં આત્મઘાતી હુમલાઓ કરવામાં આવ્યા અને જેમાં હોટેલ અને જે રીતે ચર્ચોને નિશાન પર લેવામાં આવ્યું ત્યારે આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી હતી. તેમજ આ હુમલામાં કેરલનાં આઈએસ સંગઠનનાં સ્લીપર સેલની શકયતા પણ સેવાઈ રહી છે. શ્રીલંકામાં ૩૫૦થી વધુનાં મૃત્યુનાં મામલે સુરક્ષા દળોએ કેટલાક આઈએસ સમર્થકોની અટકાયત કરી લીધી છે જેમાં અનેકવિધ લોકોની શોધખોળ પણ ચાલી રહી છે ત્યારે કેટલાક શંકાસ્પદ વ્યકિતઓ એકા-એક ગાયબ થઈ ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે સુરક્ષા એજન્સીઓને પણ એવી શંકા ઉદભવિત થઈ રહી છે કે, કેરલમાં રહેલા કેટલાક આઈએસનાં સમર્થકો આ હુમલામાં સંડોવાયેલા છે.

કેરલ નિવાસી તરીકે ઓળખાયેલા આદિલ એસ એકાઉન્ટર પર શ્રીલંકાના હુમલાનાં તાગ જોડાયેલા મળી આવ્યા હતા. સોશિયલ મિડીયા પર શ્રીલંકાનાં આ હુમલાને યોગ્ય ઠેરવવામાં પણ આવ્યો હતો. તપાસનીસ એજન્સીએ શ્રીલંકાનાં હુમલામાં મુખ્ય સુત્રધાર તરીકે પણ આતંકીઓને શોધી કાઢવામાં આવ્યા છે. તામિલનાડુ, કેરેલાનાં યુવાનો પણ આ આતંકી હુમલામાં જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ મિડીયાનાં પ્લેટફોર્મો જેવા કે યુ-ટયુબ, ફેસબુકનાં માધ્યમ દ્વારા આઈએસનાં સમર્થક તરીકે ઓળખાયેલા અનેક યુવાનોની સુરક્ષા એજન્સીઓએ અટકાયત કરી છે. જેમાં મોહમદ આસીફ ઈસ્માઈલ, સમસુદીન જાફર અલી શાહ અને હમીદ નામના યુવાનને દક્ષિણ ભારતમાંથી શોધી કાઢવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.