Abtak Media Google News

ઓછુ કમિશન, ડોર સ્ટેપ ડીલીવરી, વિતરણમાં અવ્યવસ્થા સહિતના અનેક પ્રશ્ર્નોથી  દુકાનદારો  ત્રસ્ત

કામ વધુને કમિશન ઓછું: આર્થિક સંકટના કારણે 55 દુકાનદારોનાં રાજીનામા

ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા વિભાગ માં સસ્તા અનાજના દુકાન ધારકો વેપારીઓ હાલ કફોડી હાલત ભોગવી રહી છે દિવસે ને દિવસે વેપારીઓ ની મુશ્કિલો વધી રહી છે એક તરફ સરકાર વન રેશન કાર્ડ તેમજ ડોર સ્ટેપ ડિલિવરી જેવી સુવિધાઓ ગ્રાહકો સુધી પહોંચાડવા માંગી રહ્યા છે ત્યારે બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે તેઓ સરકાર પાસે પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે તેઓને હાલ અનાજની ગુણીએ જે કમિશન મળી રહ્યું છે તે કમિશનમાં હવે ધંધો  કરવા અશક્ય બન્યો છે તેમ જ કોઈ જાતનો બીજો વિકલ્પ રહ્યો નથી કે હવે સસ્તા અનાજની દુકાનો ચલાવી શકે તેમજ તેઓને સરકાર પાસે અપેક્ષા છે કે સરકાર અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યના સસ્તા અનાજ ની દુકાન ધારકો ને ફિક્સ પગારમાં કરી આપે કે જેથી તેઓના ઘરનું ભરણ પોષણ થઇ શકે અને આ મોંઘવારીમાં  હાલ સસ્તા અનાજના વેપારીઓની હાલત ખૂબ જ કફોડી થઇ છે જેના કારણે રાજકોટ જિલ્લા માંથી આશરે 50થી 55 જેટલા વેપારીઓએ રાજીનામા પણ આપી દીધા છે અને અન્ય દુકાન ધારકો હાલ મજુરી અને સિક્યુરિટી ની નોકરી એ ચડી ગયા છે

Advertisement

આ મોંઘવારીમાં તેઓ પોતાના ઘરનું ગુજરાન હવે સસ્તા અનાજના દુકાન ધારક તરીકે ચલાવી શકે તેમ નથી તેથી તેઓએ આવા પગલા લેવા પડી રહ્યા છે  ગુજરાત રાજ્ય એસોસિએશન અમારા  બંને પ્રમુખો એ અમારા વેપારીઓને લાગણી સભર સંદેશો આપ્યો છે વેપારીઓની આ કફોડી હાલત માં સરકાર અમને 15 થી 20 હજાર રૂપિયા ફિક્સ પગારે કરીદે તો અમારા વેપારીઓનું ગુજરાન ચાલે અન્યથા રાજકોટ શહેર જિલ્લાના  મોટા ભાગના વેપારીઓ રાજીનામા આપવાના માગે છે અને ગુજરાત રાજ્યના તમામ વેપારીઓ પણ રાજીનામા આપી દેવા માંગે છે.

સરકાર રૂ.15 થી 20 હજારનો ફિકસ પગાર કરી દયે તો ઘર ચાલી શકે: પ્રમુખ નરેન્દ્ર ડવ

Vlcsnap 2021 03 31 12H55M26S063

રાજકોટ શહેર જિલ્લા પ્રમુખ નરેન્દ્ર ભાઈ ડવે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી હું સસ્તા અનાજની દુકાન ધરાવું છું અમે ગાંધીનગર ખાતે જયેશભાઇ રાદડીયા અને પુરવઠા મંત્રી ને અનેક વખત રજુઆત કરી છે સચિવ  ને પણ રજૂઆત કરી છે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી થી લઈ કલેકટર સુધી અમે ગાંધીનગર ખાતે રજુઆત કરી છે અમે આધારકાર્ડના આધારિત વિતરણ કરવા માંગીછી આધાર વિતરણ વ્યવસ્થા તેમજ ડોર સ્ટેપ ડીલેવરી માં પણ અમે સહમત છીએ પરંતુ અમારી હાલ જે આવક  ગુણીએ છે એમાં જે કમીશન આપવામાં આવે છે એ 85 રૂપિયા માંથી 25 રૂપિયા અમારા ડોર સ્ટેપ ડિલિવરી માં કપાઈ જાય છે ડીલેવરી માં ગોડાઉન થી દુકાન સુધી માલ પોચડવામાં આવે છે એ જથ્થા ની સરકારે જવાબદારી લીધી છે પરંતુ સમયસર જથ્થો  આવતો નથી આજ ની તારીખે પણ ચણા માં 35 થી 45 દુકાનદારો હજુ બાકી છે તો આના કારણે દુકાનદારો એ ગ્રાહકોનું સાંભળવું પડે છે કમિશન ખૂબ ઓછું છે તેમજ બીજા રાજ્યોમાં  સસ્તા અનાજના દુકાનદારો ને ફિક્સ પગાર આપવામાં આવે છે જો આવો ફિક્સ પગાર અમારા દુકાનદારો ને આપવામાં આવે તો અમારા દુકાનદારો વિતરણ વ્યવસ્થા માંથી એક રૂપિયાનું પણ ખોટું કરવા માંગતા નથી સરકાર અમને પુન: રોજગારી અપાવે તો અમારા કુટુંબનું ભરણ-પોષણ વ્યવસ્થીત રીતે થઈ શકે અમને રોજગારી મળે એમાં સરકારે નિર્ણય હજુ લીધો નથી રાજકોટ શહેરમાંથી 52 દુકાનદારો એ રાજીનામું આપી દીધા છે એક વરસની અંદર માં અનેક જિલ્લા માંથી 125 દુકાનદારોએ રાજીનામા આપ્યા છે વર્ષ દિવસ પહેલા ગ્રાહક ના રેશનકાર્ડ રદ નોતા કરવામાં આવ્યા અત્યારે જે લોકો ગેસ ધરાવે છે એ.ને.સેફ માંથી રદ કરવાની વાત ચાલી રહી છે કેરોસીન એપીએલ કાર્ડ નું 2વર્ષ થી વિતરણ બંધ કરી દીધું છે હાલ અમારી દુકાન ની આવક સાવ બંધ થયેલ છે બી.પી.એલ ધારક લોકો ને ગેસ આપ્યા છે એવા લોકોને બે વર્ષ અનાજ આપ્યું હવે અમને સૂચના આપી છે જે લોકો ને ગેસ છે તેમના એ.ને.સેફ નેશનલ સિક્યુરિટી ફૂડ માંથી રદ કરવા તો દરેક દુકાનદાર પાસે ચોથી દોસ્તો જેટલા કાર્ડ છે આમાંથી પણ 50 ટકા જેટલા કાર્ડ રદ થાય તો દરેક દુકાને 50 થી 60 રેશનકાર્ડ રેહ અને દુકાનદાર ના આખા ઘરના આધાર કાર્ડ હોય તોજ અનાજ આપવું અમને ત્રણ દિવસ પહેલા મામલતદારએ મિટિંગ કરી સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં સૂચના બહાર પાડી છે  દુકાનદારોની આજીવિકાનું આ મોંઘવારીમાં પેટ્રોલના ભાવ અને દુકાન ના ભાડા 5000 રૂપિયા સંતાનોની ફી આ મોંઘવારીમાં અમારે આ બધું જ ખર્ચો કેવી રીતે ઉપાડવો ત્યારે આ મોંઘવારીમાં અમારે અમારું ગુજરાન કઈ રીતે ચલાવવું એટલે સમગ્ર ગુજરાત રાજ્યના વેપારીઓ દુકાનની બહાર એ કટોરો ટીંગાડી રાખ્યો છે

આ સાથે અનેક તાલુકાઓમાં અને જિલ્લાઓમાં દુકાનની બહાર 15 વેપારીઓના સમૂહ એક સાથે  કટોરા લઈને દયાની ભીખ માંગવા બેઠા છીએ એ સિવાય બીજો રસ્તો રહ્યો નથી આવા અમારા વેપારી ગુજરાત રાજ્યના વેપારીઓની કફોડી હાલત થઈ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં લગભગ 1800 થી પણ વધારે દુકાનદારોએ રાજીનામા આપ્યા છે બીજો વ્યવસાય શરૂ કરી દીધો છે અને મજૂરી કામ તેમજ  સિક્યુરિટી ગાર્ડ જેવી નોકરીએ ચડી ગયા છે આનું અમને ખૂબ જ અંત:કરણ રીત દુ:ખ થાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.