Abtak Media Google News

મહિલાને સારવારમાં ખસેડાયા : તળાવમાં ઝંપલાવાનું કારણ અકળ 

 

Advertisement

અબતક,જામનગર

જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા કોઈ રીતે પડી ગયા પછી પોલીસ કોન્સ્ટેબલે હિંમતભેર તળાવમાં ઝંપલાવીને મહિલાનો જીવ બચાવ્યો હતો. જામનગરના રણમલ તળાવના પાછલા ભાગમાં આવેલા ખડપીઠ નજીકના તળાવના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા પડી ગયા હોવાની કોઈએ ફાયરબ્રિગેેડને જાણ કર્યા પછી ફાયરનો કાફલો તથા 108 ધસી ગયા હતા. ફાયરના જવાનોએ તે મહિલાને ચકાસતા તેઓ જીવિત જણાઈ આવતા 108 મારફતે આ મહિલાને જી. જી.માં સારવારમાં મોકલવામાં આવ્યા છે.પોલીસની તપાસમાં મહિલાનું નામ જયશ્રીબેન વિનુભાઇ ચાંદ્રા અને હિરજી મિસ્ત્રી રોડ પર રહેતી હોવાનું ખુલ્યું હતું. પાણીમાં પડવાનું કારણ હજુ અકળ છે. આખી ઘટનામાં પ્લોટ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ગઢવીએ હિમત દાખવી પાણીમાં કુદીને મહિલાને બહાર કાઢતા તેનો જીવ બચવા પામ્યો છે, જેની પોલીસબેડામાં તેમજ હાજર લોકોએ તેને બિરદાવ્યો હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.