દેશના પ્રધાનમંત્રીઓનાં પ્રદાન સંદર્ભે ઉત્કૃષ્ટ પ્રદર્શની સંકુલનું નિર્માણ પૂર્ણતાના આરે

આકાર પામી રહેલા અત્યાધુનીક સંકુલમાં  ટેકનોલોજીના માધ્યમથી  ડિજિટલ પ્રદર્શન  તૈયાર કરાશે: દુલર્ભ હસ્તપ્રતો અને અન્ય  સામગ્રીઓના દોઢ કરોડ પૃષ્ટડિજિટાઈઝ કરાશે

નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ લાયબ્રેરીની વાર્ષિક સાધારણ સભા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંઘની ઉપસ્થિતિમાં મળી: કમલેશ જોશીપુરાએ ઉપસ્થિત રહી મહત્વના સૂચનો કર્યા

નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરી (ગખખક) સોસાયટીનાં પૂનર્ગઠન બાદ રક્ષામંત્રી રાજનાથ સીંઘજીની ઉપસ્થિતિમાં મળેલી પ્રથમ બેઠકમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો અને અમલમાં આવી રહેલ યોજનાઓની ઘોષણા કરવામાં આવી છે.

દિલ્હી ખાતે બેઠકમાં ભાગ લઈ પરત આવેલ પ્રો.કમલેશ જોશીપુરા એ જણાવ્યું હતું કે , દિલ્હી ખાતે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા નહેરૂ મેમોરીયલ , મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરીમાં થયેલી ઘોષણા મુજબ ભારતવર્ષની લોકતાંત્રિક વિરાસતની સર્વસુલભ જાણકારી અર્થે આ જ પરિસરમાં ભારતનાં અત્યાર સુધીનાં પ્રત્યેક પ્રધાનમંત્રીઓનાં સંદર્ભમાં પુરી વિગત મળી રહે તે હેતુ 11,470 સ્કવેર મીટર ક્ષેત્રફળમાં અત્યાધુનિક દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમો અને ડીજીટલ ટેકનોલોજી સાથેનું મ્યુઝીયમ આકાર લઈ રહેલ છે અને અદભૂત તથા અવિસ્મરણીય વૈશ્વીક અજાયબી સમાન પ્રેક્ષણીય સ્થાન દેશને મળશે.

દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2016-17નાં વર્ષમાં ભારતનાં પ્રત્યેક પ્રધાનમંત્રીઓને સમર્પિત સંગ્રાલયની સંકલ્પનાંને મુર્ત સ્વરૂપ દેવાની કરેલી ઘોષણા મુજબ વિશ્વની મહાન લોકશાહી એવા ભારત દેશમાં રાષ્ટ્રનિર્માણમાં પ્રત્યે પ્રધાનમંત્રીઓનાં યોગદાનને ગરિમાપૂર્ણ રીતે દર્શાવવા આ મ્યુઝીયમમાં પ્રત્યેક વિગત , હકીકત ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે નિદર્શિત કરાશે.

દેશનાં સંરક્ષણપ્રધાન અને સોસાયટીનાં ઉપાધ્યક્ષ રાજનાથસીધજીની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં સાંસ્કૃતિક મંત્રાલયનાં પ્રધાન કિશન રેડ્ડી , માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર , વિદેશ રાજ્યમંત્રી મુરલીધરન , ઈન્ડીયા ટી.વી.નાં  રજત શર્મા , એક્ઝીક્યુટીવ કમીટીનાં વડા નૃપેન્દ્ર મિશ્રા , ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય કલા સંસ્થાનાં વડા રામબહાદુર રાય ,  સ્વપ્નદાસ ગુપ્તા ,  પ્રસુન જોશી , સહિત મુર્ધન્ય વિચારકો અને ટોચનાં અગ્રણી એવા સભ્યો ઉપસ્થિત રહેલ, આકાર પામી રહેલ અને પૂર્ણતા નજીક પહોંચેલ આ અત્યાધુનીક સંકુલમાં ટેકનોલોજીનાં માધ્યમથી ડીજીટલ પ્રદર્શન તૈયાર કરાશે.

બેઠકમાં અપાયેલ વિગત મુજબ સંસ્થા પાસે દુર્લભ કહી શકાય એવી અઢી લાખ સંગ્રહિત તસ્વીરો છે જે મહત્વપૂર્ણ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થઈ છે , તે કાયમ રાખવા ફોટો ડીજીટાઈઝેશનનું કાર્ય ગતીથી આગળ વધી રહ્યું છે,આ ઉપરાંત ઈ.સ. 1700 થી 1900 દરમ્યાન લખાયેલી પ્રકાશીત થયેલ 1000 જેટલા પુસ્તકોનો દુર્લભ સંગ્રહ છે.

શાસ્ત્રીય અને ગહન સંશોધનનાં આધારે પૂર્વપ્રધાનમંત્રી  અટલ બીહારી બાજપાઈજી અને  પી . વી . નરસીંહરાવનાં જીવનનાં પાસાઓ વર્ણવતી શોધ પ્રદર્શનીનું પણ નિદર્શન થયેલ છે , ખૂબજ મહત્વપૂર્ણ અન્ય પણ એક બાબત છે કે વી.કે.કૃષ્ણમેનનનાં લેખન (ડાયરી) સંકલન 45 વર્ષ સુધી પ્રતિબંધિત સાહિત્ય હતું તેને લોકો માટે ઉપલબ્ધ બનાવી ખુલ્લું કરી દેવાયેલ છે.

આગામી સમયમાં દુર્લભ હસ્તપ્રતો તેમજ અન્ય સામગ્રીઓનાં દોઢ કરોડ પૃષ્ટ ડીજીટાઈઝ કરાશે.

ભારત સરકારનાં નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ લાયબ્રેરીનાં વાર્ષિક સભા રાજનાથ સીઘની ઉપસિતમાં મળી . તસ્વીરમાં  કિશન રેડી , અનુરાગ ઠાકુર , મુરલીધરન (કેન્દ્રીય પ્રધાનો) ,  નૃપેન્દ્ર મિશ્રા ,  રજત શર્મા તથા રામબહાદુરરાય વગેરે નજરે પડે છે . ગુજરાતનાં પ્રો.કમલેશ જોશીપુરાએ  રાજનાથ સીધનું ખેસ પહેરાવી સ્વાગત કરેલ . તસ્વીરમાં કિશોર મક્વાણા , પ્રિ . રીઝવાન કાદરી પણ નજરે પડે છે .