Abtak Media Google News

માત્ર ૨૦૧૭ની ભરતીમાં જ ૨૯ કર્મચારીઓ બોગસ ડિગ્રીવાળા, ૨૦૧૨ થી દર વર્ષે તી મલ્ટી પર્પઝ હેલ્ વર્કરની ભરતીમાં યોગ્ય તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે

રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં બહારના રાજયની ડિગ્રીના આધારે નિયમ વિરુધ્ધ મલ્ટી પર્પઝ હેલ્ વર્કરની જગ્યા ૧૩ લોકોએ નોકરી મેળવી લીધાની દિશામાં તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે. પરંતુ હકીકતમાં આ આંકડો ૧૩ની બદલે ૨૨નો છે. ઉપરાંત ૨૦૧૭ની ભરતીના વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૭ લોકો પણ બોગસ ડિગ્રી ધરાવે છે. ત્યારે આ અંગે જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં મલ્ટી પર્પઝ હેલ્ વર્કરની ૯૫ જગ્યા માટે ૨૦૧૭માં ભરતી પ્રક્રિયા હા ધરવામાં આવી હતી. જેમાં નિયમ મુજબ ૫૭ સંસઓની ડિગ્રીને જ માન્ય રાખવામાં આવી હતી. આમ છતાં ભરતી કરાયેલ ૯૫ કર્મચારીઓમાં ૧૯ રાજય બહારની યુનિવર્સિટીની ડિગ્રીઓ તેમજ ૩ અમદાવાદની યુનિવર્સિટીની ડિગ્રીઓ કે જે અમાન્ય છે તે ધરાવે છે. ઉપરાંત રાજય બહારની ૧૯ ડિગ્રીઓમાંી ૧૩ ડિગ્રીઓ નકલી અને પૈસાના જોરે ખરીદવામાં આવેલી હોવાનો ઘટસ્ફોટ અગાઉ ઈ ચૂકયો હતો. પરંતુ બાકીની ૬ ડિગ્રીઓ પણ આવી જ રીતે નકલી અને પૈસાના જોરે ખરીદાયેલી હોવાની વિગતો સૂત્રોમાંી મળી છે.

૨૨ કર્મચારીઓની ડિગ્રી જોવા જઈએ તો ઓ.પી.જે.એસ. યુનિવર્સિટી ચુ‚ રાજસનની ૧૨ ડિગ્રીઓ, હિમાલ્યા યુનિવર્સિટી ઈટાનગર અ‚ણાચલ પ્રદેશની ૨ ડિગ્રીઓ, ટોરેક્ષ ટીચર્સ યુનિવર્સિટી અમદાવાદની ૩ ડિગ્રીઓ, વિનાયક મિશન યુનિવર્સિટી ન્યુદિલ્હીની ૧ ડિગ્રી, સનરાઈઝ યુનિવર્સિટી અલ્વાર રાજસનની ૨ ડિગ્રી અને માનવ ભારતીય યુનિવર્સિટી હિમાચલપ્રદેશની ૨ ડિગ્રીનો સમાવેશ ાય છે.

૨૦૧૭માં મલ્ટી પર્પઝ હેલ્ વર્કર માટે કરાયેલી ભરતીમાં જ ૨૯ બોગસ ડિગ્રીઓ હોવાનું સામે આવ્યું છે. જયારે રાજકોટ જિલ્લા પંચાયતમાં ૨૦૧૨ી આ જગ્યા માટે ભરતી તી આવે છે. જો તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણા બોગસ ડિગ્રી ધરાવતા કર્મચારીઓ તેમજ બોગસ ડિગ્રી આપતી યુનિવર્સિટીઓ નામ ખુલી શકે તેમ છે.

આ ઉપરાંત મલ્ટી પર્પઝ હેલ્ વર્કર તરીકે કાર્યરત ૨૨ કર્મચારીઓ તેમજ ૭ વેઈટીંગમાં રહેલા કર્મચારીઓ અમાન્ય ડિગ્રી ધરાવતા હોવા છતાં તંત્ર દ્વારા ૧૭ કર્મચારીઓની ડિગ્રીને લઈને જ તપાસ ઈ રહી છે. જયારે બાકીના કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી ઈ ની. ઉપરાંત આ ભરતીમાં વેઈટીંગમાં રહેલા અરજદારોએ તંત્ર દ્વારા જાણી જોઈને અન્ય કર્મચારીઓ સામે તપાસ કરવામાં ન આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.