Abtak Media Google News

સ્માર્ટ સીટી પ્રોજેક્ટની સાથે નવા “સુનિયોજીત સીટીની સ્થાપના કરી દેશના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય

૧૫માં નાણાંપંચની ભલામણ મુજબ, આઠ રાજ્યોમાં નવા આઠ શહેરો ઊભા થશે, દરેક સીટી માટે એક હજાર કરોડની ફાળવણી

શહેરીકરણનો વ્યાપ વધારી કૃષિક્ષેત્ર પરનું ભારણ ઘટાડવા તખ્તો તૈયાર

શહેરીકરણ વધુ તેજ બનતા ખેતક્ષેત્રની પ્રછન્ન બેકારીનો જટીલ પ્રશ્ર્ન દુર થશે

આપણા અતિપ્રાચીન સ્થળો હડપ્પા અને સિંધુ ખીણ સભ્યતા જેવી “નગર રચના આજના આધુનિક સમયમાં પણ જરૂરી!!

દેશ આગે બઢ રહા હે…. આજના ર૧મી સદીના આધુનિક યુગમાં જેમ વિશ્ર્વ આખું ‘ડીજીટલમય’  થઇ રહ્યું છે. જેમ સમય તેજ રફતાર પકડી રહ્યો છે તેમ ‘ડીજીટલ’, ‘સ્માર્ટ’, ‘હેલ્થી’ ઇન્ડિયા રૂપી ભારત પણ આગળ વધી રહ્યો છે. આઝાદીકાળની સરખામણીએ અત્યારના સમયે મસમોટા બદલાવો આવ્યાં છે. સ્વતંત્રતા સમયે મોટાભાગના તમામ લોકો કૃષિ ક્ષેત્રે સંકળાયેલા હતા. આપણો દેશ નાના-નાના રજવાડાઓમાં વિભાજીત હતો. અત્યારે પણ લગભગ ૬૫ થી ૭૦ ટકા જેટલા લોકો કૃષિ સાથે સંકળાયેલા અને ગામડાઓમાં રહે છે. પરંતુ હાલ, શહેરીકરણની પ્રક્રિયા વધુ તેજ બની છે. ગામડાઓમાંથી લોકો શહેરો તરફ રોજગારી અથવા અન્ય કોઇ હેતુથી પ્રયાણ કરી રહ્યા  છે. માળખાગત સુવિધાઓ વધુ મજબુત અને શુલભ બનતા પણ શહેરીકરણનો વ્યાપ વઘ્યો છે. એમ કહી શકાય, ત્યારે હવે,  આ વ્યાપને વધુ આગળ ધપાવવા ભારતમાં રૂ. આઠ હજાર કરોડના ખર્ચે નવા આઠ શહેરોનું નિર્માણ થનાર છે.

સો શહેરોને સ્માર્ટ બનાવવાના ઉદ્દેશથી શરૂ થયેલા ‘સ્માર્ટ સીટી’ પ્રોજેકટની સાથે હવે, ‘પ્લાન્ડ’ સીટીની સ્થાપના પર વધુ ભાર મુકાશે, ૧૫માં નાણાપંચ દ્વારા આ અંગે ભલામણ કરાઇ હતી અને જણાવાયું હતું કે, ભારતના નવા આઠ શહેરો ઉભા થવા જોઇએ જે દરેક શહેરની પાછળ રૂપિયા એક  અહાજા કરોડ અને કુલ એમ આઠ હજાર કરોડ ખર્ચાશે, જો કે, આ આઠ શહેરો કયા રાજયોમાં ઉભા કરાશે તે હજુ નકિક નથી પરંતુ આ ઉપર માળખું બનાવવા કામ શરૂ થઇ ગયું છે. જે આગામી છ થી બાર મહિના સુધીમાં જાહેર થઇ જશે તેમ કેન્દ્રીય શહેરી વિકાસ સચિવ દુર્ગાશંકર મીશ્રાએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલ, સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ જે જુના શહેરો છે તેમને વિસ્તારી તેમાં નવી સુવિધાઓ ઉભી કરી ‘સ્માર્ટ’ બનાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે પરંતુ આ પ્રોજેકટ હેઠળ પ્લાન્ડ સીટી એટલે કે સુવ્યવસ્થિત નગર રચનાનો પાયો મજુબત કરી શકાય નહી આ માટે તો ‘કાં જુના ઘરને પાડી નવું ઘર બનાવવું  પડે’ કાં તો ઘરને જ નવી જગ્યાએ લઇ જવું પડે, આ વિચારની સાથે સરકારે અલગ જ નવા આઠ સીટી બનાવવા નિર્ણય કર્યો છે. આનાથી ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા વધુ તેજ બનશે જે સૌથી ઓછી કહિ શકાય. અમેરિકામાં ૮ર ટકા, યુરોપમાં ૭૫ ટકા, ચીનમાં ૫૯ ટકા, રશિયામાં ૭૪ ટકા, બ્રાઝિલમાં ૮૬ ટકા, શહેરીકરણનો દર છે જયારે ભારતમાં આ પ્રમાણ માત્ર ૩૪ ટકા જ છે જેને આગામી ૧૦ વર્ષમાં (૨૦૩૦ સુધીમાં) ૪૦ ટકા કરવા આ નવા આઠ શહેરો મહત્વની ભૂમિકા ભજવશે.

આપણા પૌરાણિક ઇતિહાસમાં ડોકીયું કરીએ, તો ભારતમાં સ્માર્ટ નહી પણ ‘સ્માર્ટટેસ્ટ’ શહેરો ઇ.સ. ૧૫૦૦ પૂર્વેના સમયમાં હતા જેનો સર્વોત્તમ દાખલો હડપ્પા, સિંધુખીણની સંસ્કૃતિ છે. આ સમયની નગર રચના એવી સુવ્યવસ્થિત હતી કે જયાં એ સમયમાં પણ ગટર, માર્ગ પરિવહન વગેરેની રચના અત્યાધુનિક હતી. ઘરોના દરવાજા રોડના રસ્તે અલગ પડે, ફળિયામાં અલગ પડે તે રીતે હતા. ગટર વ્યવસ્થાનો તેટલી વિશાળ હતી કે તેમાં એક સાથે ચાર-પાંચ હાથી સમાય જાય, આવી જ નગરરચના આજના સમયની પણ જરૂરિયાત છે. કે જે આગામી દાયકાઓ સુધી સુવ્યવસ્થિત રહે નવી પેઢીને તમામ જરૂરિયાતોને પૂરી કરવા ઉપયોગી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.