Abtak Media Google News

રાજયભરમાં 17000 સસ્તા અનાજની દુકાનોના દ્વાર ફરી દરિદ્ર નારાયણો માટે ખુલતા તેઓના ઘરોમાં પણ દિવાળીના દિવા પ્રગટશે.

રાજ્ય સરકારના પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા સાથેની બેઠક બાદ  રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.આજથી  દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાથે બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હળતાલનો સુખદ અંત

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઇએ જણાવ્યા હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,દિવાળીના તહેવારોમાં જ રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારો પડતર માંગણી સાથે હડતાળ પર ઉતરી ગયા છે.જો કે,તેઓની માંગણી પુરી કરવાની રાજ્ય સરકાર દ્રારા ખાતરી રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવતા આજથી સસ્તા અનાજની દુકાનો ફરી ખૂલી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.