Abtak Media Google News

કર્ણાટક કોંગ્રેસના વરિષ્ટ નેતા ડી.કે. શિવકુમારની ઇડી દ્વારા મની લોન્ડ્રીંગ કેસમાં ધરપકડ

એનફોર્સમેનટ ડાયરેકટર દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વમંત્રી ડી.કે. શિવકુમારને મની લોન્ડીંગ  કેસની પુછપરછ માટે સકંજામાં લેતા રાજકીય તખતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધી કાગારોળ મચાવી દીધી છે.

શિવકુમારની મનીલોન્ડરીંગ કેસમાં એનફોર્સમેન્ટ ડાયરેકટરના વડામથકે ગત શુક્રવારે પુછપરછ માટે લઇ જવાયા બાદ તેમની ધરપકડની લઇને કોંગ્રેસે વિરોધ કરીને સરકાર સામે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બર અને શિવકુમાર જેવા નેતાઓ સામે રાજકીય રાગદ્રેષથી કાર્યવાહી થતી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.

શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના અને જેડીએસ સરકારના ચાવીરુપ રાજનેતા માનવામાં આવે છે. તેમને સમન્સ સામે હાઇકોર્ટમાંથી સ્ટે લેવાના કરેલા પ્રયાસોમાં સફળતા મળી ન હતી.

ઇન્ફોર્સમેન્ટ ડાયરેકટ દ્વારા ડી.કે. શિવકુમારને નવી દિલ્હી અને કર્ણાટકમાં મિલ્કતોની ખરીદી અને ૨૦૧૭માં ઇન્કમટેકસના દરોડા દરમિયાન તેના સંકુલમાંથી મળી આવેલી ૧૦ કરોડ રૂ૫યાની રોકડ અંગેની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. કેટલીક સેલ કંપનીઓ સાથે ડી.કે. શિવકુમારની કથિત ભાગીદારી અને ૨૦૧૭માં દિલ્હીનાસફદરગંજ ખાતેના નિવાસ સ્થાનેથી સાડા સાત કરોડ અને બેગ્લોરના ઘરમાંથી અઢી કરોડના રોકડ ડિસ્કલોઝરની તપાસ હાથ ધરી છે. જો કે કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ શિવકુમારને નિર્દોષ અને આ કાર્યવાહીને સંપૂણ

ર ગેરકાનુની ગણાવી હતી તેમની વિરુઘ્ધ કોઇ પુરાવાઓ ન હોવા છતાં માત્રને માત્ર રાજકીય રાગદ્રેષની તેની ધરપકડ કરી હોવાનું આક્ષેપ કર્યો છે.

શિવકુમારના બેગ્લોર અને દિલ્હીના બંગલાઓ પર ઓગષ્ટ ૨૦૧૭માં એવા વખતે દરોડા પાડવામાં આવ્યા હતા. જયારે તેમને ગુજરાતના ૪૪ ધારાસભ્યોને કહેવાતા હોર્સ ટ્રેડીંગ અને કોંગ્રેસને વરિષ્ઠ નેતા અહેમદ પટેલની રાજયસભાની ચુંટણી વખતે કોંગ્રેસ ધારાસભ્યોનેહોર્સ ટ્રેડીંગથી બચાવવા શિવકુમારના રિસોટમાં રાખવામાં આવ્યા હતા.

શિવકુમારને ત્યાં પડેલી દરોડા દરમિયાન શિવકુમારની સાળીના મકાનમાંથી ઝવેરાતનો મોટો જથ્થો ઝડપાયો હતો આ ઘરેણા પણ શિવકુમારની પત્નિનીના હોવાનો આક્ષેપ થયો હતો.

આવકવેરા વિભાગે શિવકુમાર સામે આવક થી વધુ સંપતિ મનીલોડરિંગ  અને કેટલીક સેલ કંપનીઓમાં મોટી રકમના છુપા રોકાણ અને પાછલા બારણે થયેલા વિદેશી રોકાણની વિગતો આવકવેરા વિભાગના હાથમાં આવી હતી. ડી.કે. શિવકુમાર વિરુઘ્ધ કેસ દાખલ કરવામાં આવ્યું હતું.

કર્ણાટક કોંગ્રેસના ચાવી રુપ નેતા અને ભારે રાજકીય પ્રભુત્વ અને રાજકીય સોગઠા બાજુમાં માહેર મનાતા અને ગુજરાતની રાજયસભાની ચુંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના રિસોર્ટમાં રાખીને લાઇમ લાઇટમાં આવેલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.