Abtak Media Google News

રપ દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીએ મચાવ્યો હોબાળો

 

અબતક, નેહુલ લાલ, ભાટિયા

જામ કલ્યાણપુર તાલુકા ના ભાટીયા માં છેલ્લા 25 દિવસ થી પીવાનું પાણી ન મળતા મહિલા ઓ દ્વારા ગ્રામપંચાયત માં હોબાળો મચાવ્યો હતો.આ બાબતે તાપસ કરતા ફોરલેન બનાવતી જી.આર.ઇન્ફ્રા દ્વારા પાણી ની લાઈન માં ભંગાણ કરતા પાણી નું વિતરણ થયેલ ન હોવા નું જાણવા મળેલ છે.હોબાળા બાદ ભાટીયા ગ્રામપંચાયત દ્વારા તેના મશીન તેમજ કર્મચારીઓ દ્વારા લાઈન નું રીપેરીંગ કરવામાં આવ્યું હતું.

હવે જોવાનું એ રહ્યું કે આ પીવા નું પાણી ભાટીયા ના નાગરિકો ના નળ સુધી કેટલા દિવસે પહોંચશેપ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રકરણ માં તો પાણી પુરવઠા ની અણ આવડત જ નજરે ચડે છે .કોઈ કંપની પાઇપલાઇન માં ભંગાણ કરે ને તેને સાંખી ન લેવાય તેની ઉપર અસરકારક કાર્યવાહી કરવી જોઈએ પરંતુ કાર્યવાહી કરે તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત ર49 કરોડની પાણી પુરવઠા કામો માટે સિઘ્ધાંતિક મંજુરી આપી છે. જોઇએ આ પાણીની યોજના માં કોણ કોણ હાથ ઘોવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.