Abtak Media Google News

18 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર કાઉન્સિલર મહિલાએ પતિ સહિત સાસરીયા સામે નોધાવી મહિલા પોલીસમાં ફરિયાદ

શહેરમાં રૈયા રોડ પર આવેલ અલકાપુરી શેરી નંબર એકમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં કાઉન્સીલર તરીકે નોકરી કરતી મીનાબેન ઠકરાર નામની 42 વર્ષિય પરિણીતાએ તેના પતિ ભાવિન રાજેન્દ્ર ભાઈ છાયા, નણંદ મોનાબેન, નણંદોયા જયેશભાઈ પ્રદ્યુમનભાઈ રાઠોડ, નણંદ મુણાબેન ,નણંદોયા મલયભાઈ હિમાંશુભાઈ જીકાર અને ફઈજી સાસુ હર્ષાબેન મધુસૂદન છાયા સામે ત્રાસ ગુજાર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તેમની ફરિયાદ પરથી છ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે બિએસસી હોમ સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો અને 2004માં કોટની અંદર ભાવિન રાજેન્દ્ર છાયા સાથે કર્યા હતા. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં વ્યાસ રહેવા ગયા હતા. લગ્નના દશેક દિવસ સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. 2006માં તેના સાસુ બીમાર હોવાથી મૃત્યુ પામ્યા હતા. સાસુના મૃત્યુ બાદ નો સાસરીયાઓનો ત્રાસ વધવા લાગ્યો હતો. સંતાનમાં એક પુત્ર છે. જે 11 વર્ષનો છે અને હાલ તેની સાથે રહે છે. લગ્નના દશમા દિવસે માતાના ઘરે જમવા ગયા હતા ત્યારે બન્ને નણંદોએ ઝઘડો કરી મારકૂટ કરી હતી. એટલું જ નહીં તું કેમ તારા માતાના ઘરે જમીને આવી તેમ પણ કહ્યું હતું. બીજા દિવસે પતિ સાથે મંદિરે દર્શન કરવા જતાં ફરીથી બન્ને નણંદોએ ઝઘડો કર્યો હતો.

આ વાત તેણે પતિને કહેતા પતિએ સ્પષ્ટ કહ્યું કે મારી બન્ને બહેનો કહે તેમજ તારે કરવાનું છે. જો તારે તેમ ન કરવું હોય તો તારી માતાના ઘરે જતી રહે તેમ કહી તેને કારમાંથી ઉતારી દીધી હતી. તેણે માતા-પિતાની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હોવાથી ત્યાં જઈ શકે તેમ ન હતા. જેનો ફાયદો ઉઠાવી પતિ અવારનવાર ત્રાસ આપતા હતા. તેના મોટા નણંદ અને નણંદોયા તેના લગ્ન પહેલાથી સાસરીયાઓને ત્યાં રહેતા હતા. જેથી તેને રસોઈ બનાવવી હોય તો મોટા નણંદ કહે તેટલી જ રસોઈ બનાવવાની રહેતી. જો તેને પુછ્યા વગર રસોઈ બનાવે તો નણંદ ગાળો આપતા, એટલું જ નહીં તેના પતિને ચડામણી કરતા. જેને કારણે પતિ અવારનવાર ઝઘડો કરી મારકૂટ કરતો.પતિ અવારનવાર એમ પણ કહેતો કે “તારા માબાપે કરિયા2માં કંઈ આપ્યું નથી” મકાનનો વેરો ચડી ગયો છે. તારા બાપાના ઘરેથી પૈસા લઈ આવ. જેથી તે રૂા.40 હજાર તેના પિતાના ઘરેથી લઈ આવતા મકાનનો વેરો ભર્યો હતો.

2019માં તે રીસામણે ગઈ હતી. તે વખતે મોટા નણંદોયા સમાધાન કરી તેડી ગયા હતા. પરંતુ આ પછી પણ પતિમાં કોઈ સુધારો થયો ન હોય તેમ તેને ગાળો ભાંડી મારકૂટ ચાલુ રાખી હતી. પરંતુ બાળકનું ભવિષ્ય ન બગડે તે માટે પતિનો ત્રાસ સહન કરતા હતા. પતિ એમ પણ કહેતા હતા કે મારે તારાથી છુટાછેડા લેવા છે. પુત્રને પણ તેના વિરૂદ્ધ ચડાવતા. છેલ્લા ત્રણેક માસથી પતિએ વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું હતું. તે પ્રેગનેન્ટ હતા ત્યારે ફઈજી સાસુ તારે નોકરી અને સમયસર રસોઈ પણ કરવી પડશે. હવે તેને પતિ સાથે રહેવું છે પરંતુ પતિ સમાધાન કરવાની ચોખ્ખી ના પાડતા હોવાથી ફરિયાદ નોંધાવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.