Abtak Media Google News

અખિલ હિન્દ મહિલા પરિષદ અને આત્મજાવૃંદના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિતે આયોજન

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે અખિલ હિન્દ મહિલા પરિષદ તેમજ આત્મજાવૃંદના સંયુકત ઉપક્રમે પર્યાવરણ રક્ષા હેતુ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી એવો બે દિવસીય બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ વસ્તુઓ બનાવતા શીખવવાની એક કાર્યશાળાનું આયોજન તા .4 અને 5 મી જૂન , 202 નાં કરવામાં આવ્યું હતું . સવિશેષ ઉલ્લેખનીય એટલે શહેરના આર્થિક પછાત વિસ્તારથી લઈ અને સુશિક્ષિત અને સંપન્ન પરિવારની બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ અર્થપૂર્ણ કાર્યશાળામાં ભાગ લીધો હતો.

અખિલ હિન્દ મહિલા પરિષદના અધ્યક્ષ ડોકટર ભાવનાબેન જોશીપુરાના માર્ગદર્શન અંતર્ગત આત્મજાવૃંદના સંવાહિકા   પારૂલબેન દેસાઈ દ્વારા તૈયાર કરાયેલ ઘર માં વપરાયેલી નકામી ચિજવસ્તુઓને ફેંકીને પ્રદુષણ ફેલાવવાને બદલે તેનો ફરી ઉપયોગ કરવાનો હેતુ ધ્યાનમાં લઈને ભાવનાબેન માણાવદરીયાએ ખોખામાંથી સૂર્યકુકર તેમજ સીડીમાંથી મોબાઇલ સ્ટેન્ડ અને પારૂલબેન દેસાઈએ પ્લાસ્ટીક ઝબલામાંથી પર્સ અને ઢીંગલી તેમજ લીંબની વપરાયેલી છાલમાંથી બાયો એન્ઝાઈમ્સ ( ફલોર કલીનર ) બનાવતા શીખવવામાં આવ્યા હતા.

બે દિવસ ચાલેલી આ કાર્યશાળામાં ભાગ લેનાર વિવિધક્ષેત્રની મહિલાઓએ સવિશેષરીતે નકામી ચિજવસ્તુઆ ેમાંથી ખૂબ જ ઉપયોગી બની રહે તેમજ ઘરગથ્થુ કાર્યમાં ઉપયોગી બને તેવી ચિજવસ્તુઓ તૈયાર કરી અને તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું .

આત્મજાવૃંદના પલ્લવીબેન દેસાઈએ વહીવટી કાર્યવાહી સંભાળેલ તેમજ અખિલ હિન્દ મહિલા પરિષદની સમગ્ર પ્રકલ્પ ઈન્ચાર્જ બહેનોએ કામગીરી સંભાળી આયોજનને સફળ બનાવ્યું હતું .  પ્રકલ્પના સમાપન સમારોહમાં તા. 5મી પર્યાવરણ દિન નિમિતે સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ શધ્ધિ હેત વિવિધ એવા ચોવીસ જેટલા ઓપડીયા સાથે ઔષધીય યજ્ઞનું આયોજન અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત રમણીક કંવરબા વૃધ્ધાશ્રમ ખાતે વાણી સત્સંગના માર્ગદર્શન હેઠળ રોગ નિવારણ મંત્રના ઉચ્ચારણથી વાતાવરણને શુધ્ધ , પવિત્ર અને નિરામયી બની રહયું . આ યજ્ઞમાં વરિષ્ઠ શિક્ષણવિદ ડો . કમલેશભાઈ જોશીપુરા અને ડો . ભાવનાબેન જોશીપુરા દંપતિએ વડીલોના સ્વાસ્થ્ય અને સુખાકારી ના હેતુને કેન્દ્રમાં રાખી અને યજ્ઞમાં ઔષઘીય વસ્તુઓની આહુતિઓ આપી પોતાની લગ્નતિથિ ઉજવી હતી . આ પ્રસંગે રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ નિવાસી માતા – પિતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને દિવ્ય અનુભૂતિ મેળવી હતી. કાર્યક્રમમાં પ્રવિણાબેન જોષી , આશાબેન મદલાણી , જાગૃતિબેન ખીમાણી , વંદિતાનેબ પટેલ , કોમલબેન કપાસી , અરૂણાબેન ભુત અને ચિરાગભાઈ ધામેચા ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.