Abtak Media Google News
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વડોદરામાં ભવ્ય રોડ-શો: રૂ.21 હજાર કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
  • જાહેર સભામાં મોદી બરાબર ખીલ્યા, બે એન્જીનની સરકારથી ગુજરાતને લાભાલાભ, મુખ્યમંત્રી ભૂ5ેન્દ્રભાઇ પટેલના પણ કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે વડોદરામાં રૂ.21 હજાર કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા બાદ જંગી જાહેર સભાને સંબોધતા એવા સંકેતો આપ્યા છે કે ટૂંક સમયમાં વડોદરા અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. તેઓએ વડોદરાવાસીઓને નવી અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે સર્વિસ સેન્ટરનું હબ હવે વડોદરા બની રહ્યું છે. દેશની પહેલી રેલ યુનિવર્સિટી વડોદરાને મળી છે જેનાથી છાતી ગજગજ ફૂલી રહી છે. એરપોર્ટને ટક્કર મારે તેવું બસ સ્ટેશન પણ વડોદરામાં બન્યું છે.

Img 20220618 Wa0231

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આંટાફેરા હોમ સ્ટેટમાં સતત વધી રહ્યા છે. આજે પાવાગઢ ખાતે તેઓએ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યા બાદ તેઓએ વડોદરા ખાતે એક વિશાળ રોડ-શો યોજ્યો હતો. જેમાં જનતા તેઓને સહર્ષ વધાવી લીધા હતા. રોડ-શો બાદ 21 હજાર કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા બાદ તેઓએ જાહેર સભાને સંબોધી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે, આજે સવારે જન્મ દાત્રીમાંના આશીર્વાદ લીધા ત્યારબાદ જગત જનની મા કાળીના દર્શન કર્યા બાદમાં સભામાં ઉપસ્થિત મહિલાઓના આશીર્વાદ લીધા, મહાકાળીમાંથી દેશવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી, મને ખુશી છે સંસ્કાર નગરી વડોદરાથી આજે 21000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કર્યું, આટલું મોટું નિવેશ ગુજરાતના ઔધોગિક વિસ્તારને ઝડપ આપશે. પ્રોજેક્ટમાં મોટાભાગે બહેનો માટે સ્વાસ્થ્ય, પોષણ, સશકિતકરણ થી જોડાયેલ છે, ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું, લોકોની વચ્ચે થી આવતા 15 મિનિટ લાગ્યા મને આજે એવા અનેક ચહેરાઓને જોવાનો મોકો મળ્યો છે.

Img 20220618 Wa0213

તેઓએ ઉમેર્યું હતું કે સવા કરોડથી વધુ બહેનો અને સવાસો કરોડથી માતા બહેનોની સેવા થશે. આ સેવા પરમોધરમની વાત છે. માતૃત્વના પહેલા 1000 દિવસ બાળકના જીવનને પણ નક્કી કરે છે. કુપોષણ અને અનીમિયાનુ સંકટ વધુ હોય છે.  બે દાયકા પહેલા ગુજરાતે મને સેવાની તક આપી, ત્યારે કુપોષણ મોટી ચેલેન્જ હતી. ત્યારથી અમે એક બાદ એક દિશામાં કામ કરવાનુ શરૂ કર્યું. જેના પરિણામ આજે જોવા મળે છે.

આજે માતૃશક્તિ યોજનાનો શુભારંભ થયો છે. બહુ સમજી વિચારીને બહેનો માટે પેકેજ બનાવાયુ છે. આદિવાસી બહેનો અને બાળકોની સમસ્યા મેં નજીકથી જોઈ હતી. સિકલસેલથી આદિવાસી બહેનો પીડાતી હતી. આ સમસ્યા અમારી સરકાર પહેલા પણ હતો. પણ તેમના પેટનુ પાણી ન હલ્યુ, અને અમે આ બીડુ ઉપાડ્યું. ગુજરાતે પોષણ પર હંમેશા ધ્યાન આપ્યુ છે.

બરોડા ખાતે વિશાળ જનસંખ્યાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં રૂ.21000 કરોડના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ થયા. ગુજરાતનો વિકાસ ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને દ્રઢ બનાવશે. વિવિધ વિકાસલક્ષી યોજનાઓથી રાજ્યનો ઔદ્યોગિક વિકાસ થશે સાથોસાથ સ્વરોજગારના નવા અવસરો ઉભા થશે. એકવીસમી સદીના ભારતમાં વિકાસ અને પ્રગતિમાં નારી સશક્તિકરણ ખુબ જ જરૂરી છે. મહિલાઓના જીવનના દરેક તબક્કાઓ માટેની યોજનાઓ સરકાર દ્વારા અમલમાં આવી રહી છે.

Img 20220618 Wa0212

આજે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને આદિવાસી વિસ્તારો માટે પોષણસુધા યોજના લોન્ચ કરવામાં આવી છે જેમાં દર વર્ષે રૂ.800 કરોડનો ખર્ચ થશે. પ્રધાનમંત્રીએ બરોડાને સંસ્કાર નગરી ગણાવી અહીના લોકો હમેશા સુખ દુ:ખમાં સાથ આપે છે. મારૂ પણ લાલન પાલન બરોડાના રહેવાસીઓએ કરેલ હતું. માતૃ વંદના દિવસે બરોડાના જુદાજુદા સ્થળોને યાદ કરેલ અને દિલારામ બંગલો રામ કૃષ્ણ મિશનને અર્પણ કરવાનો અવસર મળેલ. બરોડાના લીલો ચેવડો અને ભાખરવડીને પણ યાદ કરી રાજ્યના જુદા જુદા મહાનુભાવોને પણ યાદ કર્યા.

હવે વડોદરામાં તમારા ઘરે એક દિવસ મહેમાનને ક્યાંક લઈ જવા હોય તો નવા બનેલા પાવાગઢમાં લઈ જાઓ. ત્રણ-ચાર દિવસ લઈ જવુ હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ. વડોદરાની તો પાંચેય આંગળીઓ ઘીમાં છે. વડોદરાને સ્માર્ટ બનાવવા 1000 કરોડ રૂપિયા અને 25 પ્રોજેક્ટ સ્વીકૃત કરાયા છે. ગઈકાલે હિમાચલમાં દેશભરના મુખ્ય સચિવો સાથે મુલાકાત કરી હતી. તેમાં વડોદરાએ જે 100 કરોડના બોન્ડ આપ્યા તેની ચર્ચા થઈ હતી. આ માટે હુ વડોદરાને અભિનંદન આપુ છું.

વડોદરાને સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને રેલવે યુનિ પણ મળી છે.

વડોદરા દેશનું સૌથી જૂનું કોસ્મોપોલિટીન શહેર છે. વડોદરાના ગરબા હોય ત્યારે આખો દેશ જુએ. દેશના દરેક ખૂણાના લોકો અહી રહે છે, ભણે છે. વડોદરા સર્વિસ સેક્ટરનું એક હબ પણ બન્યું છે. અહીં બોમ્બાર્ડિયર કંપનીની મેટ્રો દુનિયામાં જઈ રહી છે.

વડાપ્રધાન જે કહે છે તે કરી બતાવે છે: મુખ્યમંત્રી

Img 20220618 Wa0228

આ પ્રસંગે રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાલિકાદેવીના દર્શન કરી તેઓના વરદ હસ્તે રાજ્યને રૂ.21000 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુર્હુત તેમજ લોકાર્પણની ભેટ મળી રહી છે. માન.પ્રધાનમંત્રીશ્રીએ અગાઉ જણાવેલ કે, વિકાસના કામો માટે એક અઠવાડિયું પણ ક્યારેય ખાલી જતું નથી અને જે કહીએ છીએ તે કરી બતાવેલ છે. જેમના સ્વાભાવમાં વિકાસની વાત વણી લીધેલ છે. તે સૌ દેશવાસી માટે ગૌરવની વાત છે. વિકાસની શરૂઆત ગુજરાતથી કરેલ અને ગુજરાતને દેશનું વિકાસનું ગ્રોથ એન્જિન બનાવેલ. કેન્દ્રના સહયોગથી ગુજરાતનો વિકાસનું

એન્જિન પુરપાટ ઝડપે ચાલી રહ્યું છે. માન.પ્રધાનમંત્રી દેશના વિકાસના એક શિલ્પકાર બની રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્ગભા માતા બહેનોના પોષણ માટેની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેમજ આદિવાસી વિસ્તારો માટેની પોષણસુધા યોજનાનો માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રારંભ થઈ રહ્યો છે. પાંચ વર્ષમાં રૂ.4000 કરોડ આ માટે ખર્ચ કરવામાં આવશે. અંત્યોદય સમુદાય સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે તે માટે સરકાર સતત જહેમત લઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.