Abtak Media Google News

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘હેલ્થ વેલ્થ’માં દર્શનભાઇ ઝિંઝુવાડીય (નાડી વૈદ્ય તથા એન.ડી.ડી.વાય) અને શોભનાબેન આસરા (સિનિયર યોગ કોચ તથા એન.ડી.ડી.વાય) એ શારિરીક, માનસિક રોગના સચોટ ઉપાય માટે નેચરોપેથીની ચર્ચા કરી
Hw

માણસના જીવનમાં  શરીરએ વેલ્થ છે, તેમજ નિરોગી શરીર માટે નેચરોપેથી અને યોગના માઘ્યમથી બે નિષ્ણાંતો દ્વારા વિશિષ્ટ બાબતોની ચર્ચા અત્રે રજુ કરેલ છે.

પ્રશ્ર્ન:- નેચરોપેથી શું છે?

જવાબ:- દર્શનભાઇ ઝિંઝુવાડીયાના કહેવા મુજબ નેરોપેથીમાં પાંચ તત્વથી રોગ દર્શાવાય છે. જેમાં આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જલ તત્વ અને પૃથ્વી તત્વ જેનું બેલેન્સ બગડવાથી થતાં રોગો દર્શાવે છે.

પ્રકૃતિને લગતી ચિકિત્સામાં પાંચ તત્વોએ નેચરોપથીમાં સ્વાસ્થ્ય મેળવવા માટે આકાશ તત્વએ ઉપવાસ કરવાથી વધી શકે છે, વાયુ તત્વને પ્રાણાયમ કરવાથી વધારી શકીએ છીએ, સુર્ય પ્રકાશમાં બેસીને આપણે જલ તત્વ વધારી શકીએ છીએ, જલ ચિકિત્સા જેમાં કહી સ્નાન, બાથ સ્નન, ચાદર લપેટ છે જેના દ્વારા જલ તત્વ વધારી શકીએ છીએ. માટી ચિકિત્સામાં એક સ્પેશિયલ કાળી માટીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જેમાં ગમે તે પ્રકારના રોગ મટાડી શકાય છે.

પ્રશ્ર્ન:- યોગ એટલે શું ?

જવાબ:- શોભાનાબેન આશરાના કહેવા મુજબ યોગ એટલે જોડવું, જેમાં સૌ પ્રથમ શરીરને સ્વાસ્થ્ય સાથે જોડવું પછી શરીરને મન સાથે જોડવું પછી મનને તમારા ચીત સાથે જોડવું અને યોગમાં મનને ચીત સાથે જોડવું પછી ચિતને પરમાત્મા સાથે જોડવું તે યોગ છે. આગળની વાત કરીએ,

જેમાં સ્વાસ્થ્ય સાથે જોડવામાં યોગની અંદર સુક્ષ્મ વ્યાયામ છે. યોગની અંદર યોગીન જોગીન છે, આસન છે, પ્રાણાયમ છે અને આ બધા દ્વારા  તમારા શરીરને શુઘ્ધ કરવું, શરીરની પ્રકૃતિ મુજબ, આરોગ્ય મુજબ, જેમાં ખુદના શરીર સાથે પ્રાણાયમથી યોગથી પ્રકૃતિ મુજબ શરીર સાથે જોડવું તે યોગ છે.

પ્રશ્ર્ન:- પહેલા યોગ કઇ રીતે થતાં, તેમાં વ્યાયમ કેટલા આવતા હોય છે?  અર્વાચિનમાં કેટલા યોગ આવી રહ્યા છે?

જવાબ:- શોભનાબેન આશરાના કહેવા મુજબયોગમાં મુખ્યત્વે પાંચ પ્રકાર હોય છે, જેવા કે, રાજયોગ, હઠ યોગ, ભકિતયોગ અને કર્મયોગ રહેલા છે.રાજયોગમાં યોગ દ્વારા જેમાં તમારા મનને, ઇન્દ્રીયાને, શરીરને રાજા દ્વારા રાજાની જેમ શોધન કર્મ દ્વારા, પ્રાણાયમ દ્વારા મનને કંટ્રોલ કરીને રાજાની જેમ પ્રાપ્ત કરવામાં આવતા યોગને રાજયોગ કહેવાય છે. હઠયોગમાં જેમાં હ અને ઠ, ઠંડી નાડી અને ગરમ નાડી, ડાબી નાળી અને જમણી નાડી બન્ને શુઘ્ધ કરીને યોગ પ્રાપ્ત કરવાનું છે.

ભકિતયોગ જેમાં ભજન, કિર્તન અને સત્સંગ દ્વારા ઇશ્ર્વરને પ્રાપ્ત કરવાના હોય છે કર્મયોગ જેમાં દરેક પ્રકારના કર્મ, કોઇપણ પ્રકારનું કર્મ શારીરિક હોય કે કોઇ અન્ય કર્મ જેમાં ચિત પોરવીને કર્મ કરવું એ જ કર્મ છે.

પ્રશ્ર્ન:- સ્વાસ્થ્યને લગતી જાગૃતતામાં ડબલ્યુ. એચ.ઓ. નું શું માનવું છે? શુશ્રુત સહિતામાં શું કહ્યું છે ?

જવાબ:- દર્શનભાઇ ઝિંઝુવાડીયાના કહેવા મુજબ શુશ્રુત સહિતમાં શ્ર્લોક નં. 1પ માં કહેલું છે કે, ‘સમ દોષ’ સમાજ નિશ્ર્ચત, સમધાતુ, મલગ્રય, પ્રસન્ન આત્મેન્દ્રીય, મન સ્વસ્થ, ઇતી ઇદયતે જેમાં આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ રોગ રહેલા છે જે સમાન હોવા જોઇએ અને આપણા શરીરમાં પાંચ પ્રકારના તત્વ રહેલા હોય છે. જે સમાન અવસ્થામાં રહેલું હોવું જોઇએ. આપણું શરીર 37.6 ડીગ્રી ગરમ રહેવું જોઇએ. આપણા શરીરમાં સપ્ત ધાતુ હોય છે, રસ, રકત, માસ, મેદ, મજા અસ્તીએ શુક્ર આ સમ પ્રમાણમાં રહેલી જોવી જોઇએ. એવું કહે છે કે, હેલ્થમાં આપણું શરીર રોગ અને દુખાવાની સ્વસ્થ હોય તેને સંંપૂર્ણ સ્વસ્થ કહેવાતું નથી પરંતુ, ફીઝીકલ, મેન્ટલ અને સોસિયલી રીતે આપણે સ્વસ્થ હોય તો સંંપૂર્ણ સ્વસ્થ છીએ તેમ કહેવાય.

પ્રશ્ર્ન:- લોકોમાં નેચરોપેથી જાગૃત આવે તે માટે શું કરવું જોઇએ.

જવાબ:- દર્શન ઝિંઝુવાડીયાના કહેવા મુજબ નેચરોપેથીમાં લોકોમાં ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે, જેમાં કોરોના કાળામાં ઉત્તમ ઉદાહરણ જોયું જેમાં ઘણાં બધા ઉકાળા પિતા હતા, યોગ કરતા હતા,

પ્રાણાયમ કરતા હતા. જયા હેલોપેથી, આયુર્વેદિક , હોમોયોપેથી, યુનાની આ બધાને સંલગ્ન કરીને જે પ્રાકૃતિક ચિકિત્સા બાજુ વળ્યા તેના દ્વારા સ્વસ્થય થયા હતા. જેમાં પ્રાકૃતિક એટલે નેચરોપેથી પ્રત્યે જાગૃતતા આવે તેવા સતત પ્રયાસો ચાલુ રહેતા હોય છે.

પ્રશ્ર્ન:- યોગ યુવાનોમાં કેવું જોવા મળી રહ્યું છે ? અને ઘર બેઠા યોગ કઇ રીતે થાય છે?

જવાબ:- શોભનાબેન આસરાના કહેવા મુજબ યોગને ઘર ઘર સુધી પહોચાડવા માટે સૌથી વધુ પ્રયત્નો કે સફળતાઓ બાબા રામદેવે કરેલું છે. જગ્ગી વાસુદેવ, શ્રી રવિશંકર મહારાજ છે, જે મહાનુભાવોના જીવન ચરિત્ર, આચાર-વિચાર અને જીવન શૈલીથી આકર્ષાયને આગળ આવ્યા છે. બધાં યુવાનો માટે શીબીર, સેમીનાર યોજીને યુવાનોમાં પ્રેરણા અન જાગૃતતા લાવી છે.

યોગ માટે ઉત્તમ સમય સવારે 5.30 થી 10 સુધીનો કહી શકાય, જેમાં સ્ત્રી માટે સવારે 6 થી 10 વાગ્યા સુધીનો ઉત્તમ સમય રહેલો હોય છે. બપોરનું ભોજન જે માટે સ્ત્રી વ્યસ્થ હોય છે તો તેના માટે સાંજના.ે સમય ઉત્તમ રહેલો છે. સવારનો સુર્યોદય અને સાંજનું સંઘ્યાપણુ આ બે શ્રેષ્ઠ સમય કહેવાયેલ છે.

પ્રશ્ર્ન:- ઉપવાસ શા માટે રહેવું જરૂરી છે?

જવાબ:- દર્શનભાઇ ઝિંઝુવાડીયાના કહેવા મુજબ ઉપવાસ કરવાથી આપણા શરીરમાં મૃત કોષો બાદ નવું સર્જન કરી શકીએ છીએ. નેચરોપેથીમાં સૌ પ્રથમઆહાર લેતા અટકાવાથી ઉપવાસ દ્વારા રોગને અટકાવવામાં આવે છે.

શોભનાબેન આસરાના કહેવા મુજબ યોગ અને નેચરોપેથીમાં ફકત ભુખ્યા રહેવું એ ઉપવાસ નથી. રોગ પ્રમાણે 11 પ્રકારના ઉપવાસ નેચરોપેથીમાં રહેલા છે. એક જ આહાર પર આખો દિવસ રહ્યો છો તે પણ ઉપવાસ છે જેમાં રોગ જોવાનું શરીર જોવાનું તે મુજબ ઉપવાસ કરીને ચિકિત્સા કરવામાં આવતી હોય છે.

-:: હેલ્થ ટીપ ::-

દર્શનભાઇ ઝિંઝુવાડીયા: નેચરોપેથીમાં મુખ્યત્વે ઘ્યાનમાં રાખવા જેવું, આહાર જેમાં શું ખોરાક લઇએ છીએ તે મહત્વનું છે, તેના પછી વિહાર એટલે જેમાં કઇ રીતે બેસીએ છીએ. કેમ ઉઠીએ છીએ તેના પર સ્વાસ્થ્યનો આધાર હોય છે. પછી, મનોવ્યવહારો આવે છે. જેમાં શું વિચારીએ છીએ તેના આધાર રાખે છે.

આમ, ત્રણ બાબતો પર રોગ આવવાનો આધાર રહેલા હોય છે જેને કંટ્રોલ કરીએ તો રોગથી મુકત થઇએ અને રોગ આવવા નહિ દઇએ.

શોભનાબેન આસરા: ‘યોગ કરો અને નિરોગી રહો’ યોગને શરીર સાથે જોડીએ પ્રાણાયમ કરીએ, ઘ્યાન કરીએ અને શરીરને નિરોગી રાખીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.