Abtak Media Google News

બાઈક બોલેરો નીચે ઘુસી જતા એકને ગંભીર ઈજા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામના પાટીયા પાસે શુક્રવારે બપોરના બોલેરો કાર આને બાઈક વચ્ચે સર્જાયેલી ભીષણ ટકકરમાં ગંભીર રીતે ઘવાયેલા સામોર ગામના સરપંચનું કરૂણ મોત નિપજયું હતું.

અકસ્માતના બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામના પાટીયા નજીક સામોર ગામના સરપંચ કરણાભાઈ રાજશીભાઈ ચાવડા અને હમીરભાઈ કેશુરભાઈ ગાગીયા નામના બંને પ્રૌઢ બાઈક પર પસાર થઈ રહ્યા હતા જે દરમ્યાન રોડ પર બોલેરો અને બાઈક વચ્ચે ધડાકાભેર ટકકર બાદ બાઈક અંદર ઘુસી ગયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સરપંચ કરણાભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

જયારે બાઈક સવાર હમીરભાઈ ગાગીયાને ગંભીર ઈજા પહોંચતા ખાનગી વાહન મારફતે તાકીદે વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા કલ્યાણપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.