51 પરિવારોને લાભ આપવાના નિર્ધારને દાતાઓએ 555 સુધી પહોંચાડી દીધો

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સૌ કોઇ કોરોનાને નાથવા પૂરતા પ્રયાસો કરી રહ્યાં છે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝીંગ ઇન્ડિયા ગૃપ દ્વારા 555 અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ઘઉંનો લોટ પાંચ કીલો, ચોખા 3 કિલો, કપાસિયા તેલ 1 લીટર, ખાંડ એક-કીલો, મીંઠુ (નમક) 1 કિલો, સહિતની રાશન કીટ આપવામાં આવી રહી. જેમાં ગરીબ જરૂરીયાતમંદ પરિવારોને ફ્રીમાં રાશનકીટ આપવમાં આવી રહી છે તથા આ કીટ 650 રૂપિયાની વચ્ચે બનતી હોય ત્યારે સંસ્થા દ્વારા 500 રૂપિયામાં રાહત ભાવે પણ આપવામાં આવે છે, આ તકે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર એચ.આર. પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

અબતક સાથેની વાતચિત દરમિયાન રાઇઝીંગ ઇન્ડિયા ગૃપના હર્ષિલભાઇ શાહએ જણાવ્યું હતું કે અમારું ગૃપ છેલ્લા 10 વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ કરે છે. દાતાઓનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે. ઘણા બધા લોકો અમારી સાથે સંકળાયેલા છે. પોતાના ખર્ચે જેમાં પણ નાનો માણસ હોય તે પણ ઓછા રૂપિયા આપી એક સેવાકીય પ્રવૃતિઓ જોડાય છે.

અમે ગરીબ તથા જરૂરીયાતમંદ લોકો માટે 555 અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અમારા દાતા ચેતનભાઇ ભાટીયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે કાંઇ નવું કરો, સારું કાર્ય કરો. જેમાં અમે ફંડ આપીશું તેમના સાથ સહકારથી અમે શરૂ કર્યુ. જેમાં શરૂઆતમાં 50 કીટનું આયોજન હતું. પરંતુ હાલ 555થી વધુ રાશન કરવી હોય તો થઇ શકે તેમ છે. અમે વધુ આયોજન પૂર્વક કામ કરીએ વોર્ડ પ્રમાણે કામ કરીએ અમારી પાસે 256 થી વધુની ટીમ છે, જે દરેક વોર્ડમાં ટીમ ઓફીસ છે વ્યવસ્થા છે આ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ અનાજ માટે નહી કાયમી માટે સારું કાર્ય કેવી રીતે થાય તે માટે વિચારીએ.

આ અમારી શરૂઆત છે, સૌના સાથ સહકારથી દાતાના સહકારથી અમે સારું કાર્ય કરવાની પ્રેરણા મળી છે. રાજનભાઇ કવા તરફથી ઇન્ડસ્ટ્રીઝ લાઇનના ઘણા ડોનર્સ મળેલ છે. અબતક સાથેની વાતચીત દરમિયાન નિલેશભાઇ કોઠારીએ જણાવ્યું હતું કે સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝીંગ ઇન્ડિયા સાથે ઘણા સમયથી સંકળાયેલ છીએ. અમને એક અઠવાડિયા પૂર્વે ભાટીયા ટુલ્સના ચેતનભાઇએ જણાવ્યું કે કોવિડમાં તમે સેવાકીય પ્રવૃતિઓ કરતાં હોય છો તો ડોનેશન આપું. જેથી અમે નક્કી કરેલ કે 50 કીટ બનાવી ગરીબ જરૂરીયાતમંદ લોકોને રાશન કીટ બનાવી ડીસ્ટ્રીબ્યુટ કરીએ. જેમાં અંદાજે 15 કિલો રાશન થાય. જેથી કોસ્ટીંગ 650 થી 700 થાય.

તેને અમે 505 રૂપિયા તૈયાર કરાવી પરંતુ અમને 2,75,000થી વધુ દાન મળતા 555 રાશન કીટ બનાવી તેનું વિતરણ કરીએ છીએ. જે ત્રણ-ચાર દિવસ વિતરણ કરીશું. અમને અરવિંદભાઇ પટેલ ડેકોરા ગૃપ, શૈલેષભાઇ પાબારી સહિતના દાતાઓએ અનુદાન આપ્યું છે તેના અમો આભારી છીએ. આજે મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહેવાના હતાં તેમને વિડિયો કોન્ફરન્સ આવતા હાજર રહ્યાં નથી તેઓના સ્થાને ડેપ્યૂટી કમિશ્નર એચ.આર. પટેલ ઉપસ્થિત રહ્યાં છે.