Abtak Media Google News

સોગંદનામાનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થતા સરકારે નિયમ બદલયો

ગુજરાત પોલીસ માટે અંતે રાહતના સમાચાર આવ્યા છે.જીઆરમાં સોગંદનામાનો પોલીસકર્મીઓ વિરોધ કરી રહ્યા હતા. જેથી રાજ્યના પોલીસકર્મીઓ માટે સરકારે ફરજિયાત સોગંદનામુ કરવાનો નિર્ણય રદ કરી દેતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે.અગાઉ સરકારે જાહેર કરેલા ભથ્થા પર એફિડેવિટનો નિર્ણય કર્યો હતો.પરંતુ સોશિયલ મીડિયામાં થતા વિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ જાહેર કર્યો છે.ગુજરાતના પોલીસકર્મીઓના પગાર વધારો 1 ઓગસ્ટથી લાગુ કરી દેવાયો છે.

જ્યારે અન્ય શરતો યથાવત રાખવા નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ 1 ઓગસ્ટથી આ પગાર વધારો લાગુ કરી દેવાયો હતો. જો કે, આ વધારો આપ્યા બાદ સરકારે પોલીસ કર્મચારીઓને ફરજીયાત એફિડેવિટ કરવાનો આદેશ કર્યો હતો. આ મુજબ દરેક પોલીસ કર્મચારીએ પગારમાં વધારાની માંગ ના કરી શકે. સરકારના આ આદેશનો સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો હતો. ત્યારે હવે રાજ્યના પોલીસકર્મીઓ માટે સરકારે મોટો નિર્ણય કરતાં એફિડેવિટ નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે. અગાઉ સરકારે જાહેર કરેલા ભથ્થા પર એફિડેવિટનો નિર્ણય કર્યો હતો. વિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ જાહેર કર્યો છે.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ગ્રેડ પે અને સ્પેશિયલ પેકેજને લઈને બે દિવસ પહેલાં જ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ ભંડોળ આપવામાં આવ્યું છે. પોલીસના સ્ટાફને અલગ દિશામાં લઇ જવામાં આવે છે. તેમણે પોલીસ એફિડેવિટના મામલે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, એફિડેવિટ કાઢવા માટે નાણાં વિભાગે કહ્યું છે. જો નાણાં વિભાગ મંજૂરી આપશો તો અમે જરૂરી એફિડેવિટ કાઢી નાંખશું. ત્યારે ગઈકાલ રોજ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઠરાવ કરીને એફિડેવિટ કરાવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે.

ઉલેખનીય છે કે,વધારાના ભથ્થા માટે નાણાં વિભાગના નિયમ મુજબ સોગંદનામુ કરાવવાનું હતું. પણ પોલીસકર્મીઓએ જીઆરમાં એફિડેવિટ કરાવવાના નિર્ણયનો સોશિયલ મીડિયા થકી વિરોધ કર્યો હતો. જે બાદ મીડિયામાં મામલો આવતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટિલે પણ એફિડેવિટ ફરજિયાતના નિર્ણય પર વિચારવાની વાત કહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.