Abtak Media Google News

રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા ગરીબ અને પછાત અગરિયાઓની ઘણી બધી દારુણ કહાનીઓ આપણે જોઈએ અને સાંભળીએ છીએ પણ ઘણા લોકોને એ નહીં ખબર હોય કે રણની સિઝન પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન રણ આખુ વરસાદના પાણીથી ભરાઈ જતા મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. અને આ રણનુ પાણી દરીયાઈ માર્ગે ધીરે ધીરે ચોમાસા બાદ ખાલી થતું થાય છે.

રણમાં અત્યારે જમીનની અંદર ટાંકી મુકી પાણીનો સંગ્રહ કર્યા બાદ ચોમાસુ પૂર્ણ થયા પછી તે પાણી ઉપયોગમાં લેવાય છે

Img 20210609 115356

એવા સમય દરમિયાન નવી સિઝન માટે અગરિયાઓ રણમાં કામ અર્થે જતા હોય છે. એ સમયે રણમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કરો પણ બંધ હોય છે, ત્યારે છેવાડાનો માનવી ગણાતો અગરિયા સમુદાયને પોતાના માટે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન હોય છે કે પીવાનું પાણી ક્યાંથી લાવવું ? એ સમયે ચારે બાજુ રણમાં કીચડ હોઈ દશથી પંદર કિલોમીટર કીચડ ખૂંદતા ખૂંદતા પોતાના પાટે કામ અર્થે જતા હોય છે.

 

એવા સમયે પીવાના પાણીની અગરિયાઓ પોતે આગોતરી વ્યવસ્થા કરી અગરિયાઓ જ્યારે રણમાંથી ઘરે આવે ત્યારે જમીનમાં ખાડો કરી પ્લાસ્ટિકની ટાંકીમાં ટેન્કરમાંથી પીવાનું પાણી ભરી જમીનમાં દાટી દઇને પોતાના માદરે વતન પરત ફરે છે. અને જ્યારે ચોમાસા બાદ રણમાં કામ અર્થે જાય ત્યારે એ જ જમીનમાં દાટેલા પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.