Abtak Media Google News

આખી રાત મેઘો મન મુકીને વરસ્યો: લખતરમાં 2 ઈંચ, ચોટીલા, સાયલા અને ચુડામાં દોઢ ઈંચ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો છે ત્યારે ખાસ કરી મેઘો મન મૂકીને ઝાલાવાડ પંથકમાં એક જ રાત્રીમાં વરસી ગયો છે સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીને લહેર દોડી ઉઠવા પામી છે ત્યારે ખાસ કરીને એક જ રાત્રિમાં વઢવાણ પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઇને વઢવાણ ના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે એક જ રાત્રિમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વઢવાણ પંથકમાં ખાબકતા વઢવાણ પંથકના જળાશયો તથા દુધરેજ નજીક આવેલા અને માળોદ નજીક આવેલો ચેક ડેમ ઓવરફ્લો બન્યો છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં પણ એક જ રાત્રિમાં બે ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે બે ઇંચ જેટલો વરસાદ વરસવા પામતા લખતર પાસે આવેલા અંડર બ્રિજમાં પાણી ફરી વળ્યા છે અને આ અંડર બ્રિજ બંધ કરવાનો સમય આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં પણ બે ઇંચ વરસાદના કારણે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે. ત્યારે રોડ રસ્તાઓનું ધોવાણ પણ માત્ર બે ઇંચ જેટલા વરસાદના પગલે લખતર પંથકમાં થયું છે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને સાયલા પંથકમાં પણ એક જ રાત્રિમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળાશયોમાં નવા નિરની આવક શરૂ થઈ છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા અને સાયલા પંથકમાં સારા વરસાદના કારણે ચોટીલા પંથકમાં આવેલો ત્રિવેણી થાંગા ડેમ ઓવરફલો થયો છે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે અને તંત્ર પણ આ મામલે સતર્ક બન્યું છે ખાસ કરીને જે નિચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકો છે તેમનું અન્ય સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી

ગત રાત્રી દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલા વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે કરોડો રૂપિયા પ્રિ-મોનસૂન કામગીરી પાછળ નગરપાલિકાએ ખર્ચ કર્યો છે પરંતુ ત્રણ ઇંચ જેટલા વરસાદના પગલે જાણે ભૂગર્ભ ગટરમાં સુરેન્દ્રનગર બેસી ગયું હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે રાત્રી દરમિયાન જે વરસાદ ખાબકીઓ છે ત્યારે ઠેર ઠેર જગ્યાઓ ઉપર સામાન્ય વરસાદે ભૂગર્ભ ગટરોના ઢાંકણા તોડી નાખ્યા છે આ ઉપરાંત ભૂગર્ભ ગટરો થવાના કારણે સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરા શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ લોકોના ઘર સુધી ગટરના પાણી ભરાઈ ગયા છે ત્યારે મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવેલો ખર્ચ ક્યાં વપરાયો તેની સામે પ્રજા સવાલ ઊભા કરી રહી છે.

સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડ અને જિલ્લા ક્ષય કેન્દ્રની બહાર ઢીંચણ સમાણાં પાણી ભરાયા

એક જ રાત્રિમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વઢવાણ પંથકમાં ખાબક્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલ આવેલી છે તેના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી ભરાયા છે ખાસ કરીને જિલ્લાનું જે ક્ષય કેન્દ્ર આવેલું છે તેની બહાર ઢીંચણ સમાણા પાણી ભરાણા છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ પાણીમાં ગરકાવ બની હોય તેવું કહી શકાય કારણ કે ખુલ્લા કમ્પાઉન્ડમાં જ્યાં નર્સિંગ સ્ટાફ અભ્યાસ કરી રહ્યો છે સામે પીએમ રૂમ આવેલું છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે આ ઉપરાંત અન્યત્ર જે ગાંધી હોસ્પિટલ ની ઓપીડી છે ત્યાં પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને ગાંધી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પરેશાની ભોગવવાનો સમય સામાન્ય વરસાદથી ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.