Abtak Media Google News
  • રૂ.3 લાખ કરોડનો નફો મેળવનાર બેન્કોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકાર માટે જાહેર કર્યું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ
  • રિઝર્વ બેંકે ઝોળી છલકાવી

લોકસભાની ચૂંટણી વચ્ચે સરકારની તિજોરી ભરાઈ ગઈ છે.  તમામ અંદાજોને પાછળ છોડીને, આરબીઆઇએ કેન્દ્ર સરકારની તિજોરી ભરવા માટે ડિવિડન્ડ તરીકે મોટી રકમ આપવાનું નક્કી કર્યું છે.  2023-24માં રૂ. 3 લાખ કરોડનો નફો મેળવનાર બેન્કોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે, આરબીઆઇએ કેન્દ્ર સરકારને રૂ. 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જેથી હવે રાજકોશિય ખાધને રાહત થશે ઉપરાંત ડેવલપમેન્ટમાં પણ છૂટ મળશે.

આરબીઆઈએ 22 મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ડિવિડન્ડ બિમલ જાલાન સમિતિની ભલામણો અનુસાર આપવામાં આવી રહ્યું છે, જેને કેન્દ્રીય બેંક દ્વારા 26 ઓગસ્ટ, 2019ના રોજ અપનાવવામાં આવી હતી.  દર વર્ષે આરબીઆઈ રોકાણમાંથી મળેલી ડિવિડન્ડની આવક એક નિશ્ચિત રકમના રૂપમાં કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરે છે.  ગયા નાણાકીય વર્ષમાં, સેન્ટ્રલ બેંકે કેન્દ્રને ડિવિડન્ડ તરીકે રૂ. 87,416 કરોડ આપ્યા હતા.

પરંતુ આ વર્ષની રકમ અમુક અંશે સૌથી મોટી છે અને નાણાકીય વર્ષ 2023 કરતાં 141% વધુ છે. આ રકમ સરકારને તેની નાણાકીય ખાધ ઘટાડવામાં મદદ કરશે અને નવી યોજનાઓ પર ખર્ચ કરવામાં પણ મદદ કરશે.  આટલું જ નહીં, આટલી મોટી રકમ મળવાથી ભારત સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી ગયા પછી રેવન્યુ કલેક્શનમાં થયેલી ખામીને ભરપાઈ કરવાની તક મળશે.  આ સાથે સરકારની જન કલ્યાણકારી યોજનાઓ માટે નાણાં એકત્ર કરવાનું પણ આ રકમ મળ્યા બાદ ઘણી હદ સુધી સરળ બની જશે.

આઈઆરસીએ ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે, ’2.11 ટ્રિલિયનની રકમ નાણાકીય વર્ષ 2025ના વચગાળાના બજેટમાં ડિવિડન્ડ અને નફા હેઠળ રૂ. 1.5 ટ્રિલિયનના અંદાજિત આંકડા કરતાં ઘણી વધારે છે, જેમાં પીએસયુ ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે.  બજેટ કરતાં વધુ આરબીઆઇ ડિવિડન્ડ નાણાકીય વર્ષ 2025 માં ભારત સરકારના સંસાધનોને વધારવામાં મદદ કરશે.  આ ઉપરાંત, આરબીઆઈ બોર્ડ પણ આકસ્મિક જોખમ બફરને અગાઉના 6%થી વધારીને 6.5% કરવા માટે સંમત થયા છે.

જો કે, આ વર્ષે વિદેશી વિનિમય વ્યવહારોમાંથી આવક ઓછી રહેવાની ધારણા છે, કારણ કે આરબીઆઈએ 2022-23ની તુલનામાં 2023-24માં વધુ ડોલરનું વેચાણ કર્યું નથી.  આ વર્ષે માર્ચમાં આરબીઆઈના ફોરેક્સ રિઝર્વમાં 67  બિલિયન ડોલરનો વધારો થયો હતો.  વધતા ડિવિડન્ડને કારણે નાણા મંત્રાલય તેના બોન્ડનું વેચાણ ઘટાડી શકે છે.  ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ અનુસાર, ભારત સરકારે 2024-25 માટે બોન્ડ દ્વારા 14.13 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.

રિઝર્વ બેંક ભારત સરકારના નાણા મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.  તેનું કામ ભારતની બેંકિંગ સિસ્ટમનું નિયમન કરવાનું છે.  આ ઉપરાંત ચલણ એટલે કે ભારતીય રૂપિયો છાપવો, તેને બજારમાં સપ્લાય કરવો, રૂપિયાની સપ્લાય અને તેની કિંમતને નિયંત્રિત કરવી એ પણ રિઝર્વ બેંકનું કામ છે.

ડિવિડન્ડના ફંડને કારણે નાણાકીય વર્ષમાં રાજકોષિય ખાધ 0.4% ઘટવાનો અંદાજ

કોટક મહિન્દ્રા બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઉપાસના ભારદ્વાજ કહે છે કે આવા ઐતિહાસિક ડિવિડન્ડથી નાણાકીય વર્ષ 2025માં રાજકોષીય ખાધ 0.4% ઘટશે.  આગામી બજેટમાં ઘોષણા કરવામાં આવેલ ઘટાડાના ઋણ અવકાશ હવે બોન્ડ માર્કેટને નોંધપાત્ર રાહત આપશે.

ગત વર્ષે સરકારને આરબીઆઇ પાસેથી ડિવિડન્ડ પેટે રૂ.87,416 કરોડ મળ્યા હતા

આ પગલું આરબીઆઇ અને કેન્દ્ર સરકાર વચ્ચે બહેતર સંકલન દર્શાવે છે. આરબીઆઈ દ્વારા સરકારને અત્યાર સુધી આપવામાં આવેલ આ રેકોર્ડ ડિવિડન્ડ છે.  2023-24માં આરબીઆઈએ સરકારને ડિવિડન્ડ તરીકે 87,416 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.  આ પહેલા વર્ષ 2019માં સરકારને આરબીઆઇ તરફથી 1.2 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ડિવિડન્ડ મળ્યું હતું.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.