Abtak Media Google News

બનાવના ૨ દિવસ બાદ પોલીસે ગુનો દાખલ કરી તબીબની ધરપકડ બતાવી : તબીબ સામે કાર્યવાહીમાં તંત્રએ ઢીલ રાખી હોવાની ચર્ચા

વૈશ્ર્વિક મહામારી વચ્ચે પૈસાના ભૂખ્યા ખાનગી તબીબના આરોગ્યને જોખમમાં મુક્તી કરતૂત : તંત્રની મીઠી નજર સામે અનેક શંકા-કુશંકા

પડધરી પાસે એક ખાનગી તબીબે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો નિકાલ કર્યા બાદ પ્રકરણમાં ભીનું સંકેલાઇ ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પ્રકરણમાં તંત્રની ઢીલી નીતિથી અનેક શંકા-કુશંકાઓ ઉપજી છે. પોલીસ તંત્ર દ્વારા બનાવને ૨ દિવસ બાદ ગુનો દાખલ કરી તબીબની ધરપકડ બતાવવામાં આવી પણ તબીબ સામે કાર્યવાહીમાં ઢીલ રાખી હોવાની ચર્ચાી આ મુદ્દો સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. કોવિડ ૧૯ની મહામારી ચાલી રહી છે ત્યારે તમામ અધિકારીઓ કોરોનાની સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તમામ સરકારી અધિકારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે સરપદડ ગામે ક્લિનિક ચલાવતા રમેશભાઈ બોડા નામના ખાનગી  ડોક્ટર તેમનો મેડિકલ વેસ્ટનો જથ્થો રામપર ગામ પાસે હાઈવે પર ફેંકીને રફુચક્કર થઈ ગયા હતા. રસ્તા પરથી નીકળતા સ્થાનિક પત્રકારે આટલા મોટા જથ્થામાં બાયોવેસ્ટ જોઈ તુરંત પડધરી મામલતદાર તેમજ પી.એસ.આઇને જાણ કરતાં તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Img 20201009 Wa0011

આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ દ્વારા કોણ આ જથ્થો નાખીને જતું રહ્યું છે તેની શોધખોળ ચાલુ કરી હતી. ત્યારબાદ ૨ થી ૩ કલાકમાં આરોપીને પકડવા પડધરી પોલીસ સફળ રહી હતી. પરંતુ ૨ દિવસ સુધી આ ડોક્ટરની અટકાયત કરવામાં આવી ન હતી. તારીખ ૧-૧૦-૨૦૨૦ના રોજ સાંજે આ ડોક્ટરને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો પરંતુ ત્યારે બાયો વેસ્ટ જમા કરી અને તુરંત જ છોડી દેવામાં આવ્યો હતો ત્યાર બાદ બે દિવસ તારીખ ૩-૧૦-૨૦૨૦ના રોજ આ ડોક્ટરની અટકાયત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ડોક્ટરને તે દિવસે હાજર કર્યો અને તે જ દિવસે ગુનો દાખલ ન કર્યો ત્યારબાદ બે દિવસ પછી આ ડોક્ટર પર ગુનો દાખલ કરવામાં આવ્યો. તો પોલીસ દ્વારા આ બે દિવસ શેના માટે રાહ જોવામાં આવી તેવો સવાલ પડધરીની જનતામાં ચર્ચાઈ રહ્યો છે.

આ બાયોવેસ્ટથી જો કોઈ અસરકારક વાઈરસથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે રોગચાળો ફેલાયો હોત તો આનો જવાબદાર કોણ થાત. તંત્ર દ્વારા આવા નીચી કક્ષાના ડોક્ટર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા ડોક્ટરોનું  ડોક્ટરી લાયસન્સ રદ કરવામાં આવે તેવી પડધરીની જનતાની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.