સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રીએ યુવક મહોત્સવ નો કર્યો પ્રારંભ

  • એન. સી. સી. ના કેડેટસ દ્વારા પરેડ કરી સ્વાગત કરાયુ
  •  કાનજી ભૂટા બારોટ રંગમંચમાં કાર્યક્રમ : ત્રણ વિકાસકામોનું લોકાર્પણ, ત્રણ ખાતમુહૂર્ત કરાયું
  • શિક્ષણમંત્રીએ પ્રાચીન રાસ નિહાળ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રી ના હસ્તે યુવક મહોત્સવ નો રંગારંગ પ્રારંભ થયો હતો. આ તકે એન. સી. સી. ના વિદ્યાર્થીઓએ પરેડ કરી આવકાર્યા હતા.

યુનિવર્સિટી માં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ના હસ્તે અમૃત કલા મહોત્સવ નો પ્રારંભ થયો હતો. આ તકે જામનગરની ડી. કે. વી . કોલેજને એ ગ્રેડ મેળવતા તેમનું સન્માન કરાયું હતું.

આ તકે શિક્ષણમંત્રી એ વિદ્યાર્થીઓ એ રજૂ કરેલો પ્રાચીન રાસ નિહાળ્યો હતો. આ તકે સાંસદ રામ મોકરિયા, મેયર પ્રદીપ ડવ સહિતના ઉપસ્થિત રહેતા કુલપતિ ગિરીશ ભીમાણી એ આવકાર્યા હતા.