Abtak Media Google News

5 પાંચ રાજ્યોમાં ચૂંટણી જાહેર થઈ ગઈ હોય ત્યાં  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના કાઢવા માટે ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, યોજનાઓ બાબતે કેન્દ્ર સરકારીનો આઉટરીચ કાર્યક્રમ છે. ચૂટંણી આયોગે જણાવ્યું છે કે, ‘અમને જાણવા મળ્યું છે કે, 20 નવેમ્બર 2023થી શરૂ થનાર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માટે જિલ્લા રથપ્રભારીઓની વિશેષ અધિકારીઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી રહી છે. ચૂંટણી વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે વિસ્તારમાં આ તમામ પ્રવૃત્તિઓ પર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.’

પાંચેય રાજ્યોમાં આદર્શ આચાર સંહિતાની અમલવારીને પગલે સરકારી યોજનાઓનો વ્યાપ વધારવાની આ યાત્રા 5 ડીસેમ્બર સુધી સ્થગિત

ચૂંટણી આયોગે આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટમી માટે તારીખની જાહેરાત કરી હતી. ચૂંટણી આયોગનો પત્ર મળ્યા પછી કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ચૂંટણી રાજ્યોમાં આ યાત્રા કરવામાં નહીં આવે. સૂચના અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું છે કે, 2.55 લાખ ગ્રામ પંચાયત અને લગભગ 18,0000 શહેરી સ્થાનોમાં સરકારી પહેલને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારે કરવામાં આવી રહ્યું હતું. હવે આ 5 રાજ્યોમાં આ પ્રકારે કરવાની કોઈ યોજના નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિરસા મુંડા જયંતિ- જન જાતિ ગૌરવ દિવસના અવસરે સૂચના, શિક્ષા અને સંચાર વૈનને લીલી ઝંડી બતાવીને યાત્રાની શરૂઆત કરશે. અગાઉ ઝારખંડના ખૂંટી વિસ્તારમાંથી આદિવાસી વિસ્તારથી આ યાત્રાની શરૂઆત કરવાની હતી અને22થી 25 જાન્યુઆરી 2024 સુધીમાં દેશના બાકી રહેલ જિલ્લાઓને કવર કરવા માટેની યોજના હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.