Abtak Media Google News

નેશનલ ગેમ્સની 37મી સિઝન 25 ઓક્ટોબરથી શરૂ થઈ છે. ગોવાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનો સત્તાવાર ઉદઘાટન સમારોહ શરૂ થયો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશ 2030માં યુથ ઓલિમ્પિક અને 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે.

નેશનલ ગેમ્સની 37મી સિઝનને વડાપ્રધાને સત્તાવાર ખુલી મૂકી

વડપ્રધાને જણાવ્યુ કે ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોવામાં જે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તે નવા ખેલાડીઓને તૈયાર કરવાની તક આપશે. પ્રેક્ષકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘આ નેશનલ ગેમ્સ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. જે 70 વર્ષમાં નથી થયું તે આ વખતે એશિયન ગેમ્સમાં બનતું જોયું. આ વખતે ભારતીય ખેલાડીઓએ 100થી વધુ મેડલ જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.આ નેશનલ ગેમ્સ તમામ યુવા ખેલાડીઓ માટે મજબૂત લોન્ચ પેડ છે. તમારી સામે તકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, તમારે તમારી બધી શક્તિ સાથે પ્રદર્શન કરવું પડશે. વચન આપો કે તમે જૂના રેકોર્ડ તોડશો. મારી શુભકામનાઓ તમારી સાથે છે.

ભારતના દરેક ખૂણામાં પ્રતિભાની કોઈ કમી નથી. ભારતે અછતમાં પણ ચેમ્પિયન બનાવ્યા છે. મારી બહેન પીટી ઉષા મારી સાથે સ્ટેજ પર બેઠી છે. પરંતુ એક ખામી એ હતી કે અમે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની મેડલ ટેલીમાં ઘણા પાછળ રહી ગયા હતા. ત્યારે અમે રાષ્ટ્રીય સંકલ્પ સાથે આ દર્દ દૂર કરવાની પહેલ કરી. આ રાષ્ટ્રીય રમતો એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત રમતગમતની દુનિયામાં એક પછી એક સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે.

70 વર્ષમાં જે નથી બન્યું તે આ વખતે એશિયન ગેમ્સમાં જોવા મળ્યું. આ સમયે એશિયન પેરા ગેમ્સ પણ ચાલી રહી છે. આમાં પણ ભારતીય ખેલાડીઓએ 70 થી વધુ મેડલ જીતીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારતના યુવાનો અભૂતપૂર્વ આત્મવિશ્વાસથી ભરેલા છે. આ વિશ્વાસને રાષ્ટ્રીય સંકલ્પ સાથે જોડવા માય ભારત નામના પ્લેટફોર્મને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી યુવાનો એટલે કે દેશના દરેક યુવાનોને એકબીજા સાથે અને સરકાર સાથે જોડવાનું આ વન સ્ટોપ સેન્ટર હશે.

ભારતનું અર્થતંત્ર ઓલિમ્પિકની યજમાની આસાનીથી કરી શકે તે સ્થિતિમાં .

ભારતનો સંકલ્પ અને પ્રયાસો બંને આટલા મોટા છે, ત્યારે ભારતની આકાંક્ષાઓ ઊંચી હોવી સ્વાભાવિક છે. એટલે જ આઈઓસીના સત્ર દરમિયાન મેં 140 કરોડ ભારતીયોની આકાંક્ષાને આગળ વધારી હતી. મેં ઓલિમ્પિકની સુપ્રીમ કમિટિને ખાતરી આપી હતી કે, ભારત 2030માં યુથ ઓલિમ્પિક અને 2036માં ઓલિમ્પિકના આયોજન માટે તૈયાર છે. ઓલિમ્પિક્સના આયોજનની અમારી આકાંક્ષા માત્ર ભાવનાઓ સુધી મર્યાદિત નથી. ઊલટાનું, આની પાછળ કેટલાંક નક્કર કારણો છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2036માં ભારતનું અર્થતંત્ર અને માળખું ઓલિમ્પિકની યજમાની આસાનીથી કરી શકે તેવી સ્થિતિમાં હશે.

દેશમાં કોઈ  પ્રતિભાની કમી નથી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ જેમ્સના ઉદઘાટન સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે , ભારતના દરેક શહેરોમાં કોઈ પ્રતિભાની  કમી નથી. ભારતે અછતમાં પણ ચેમ્પિયન બનાવ્યા છે. મારી બહેન પીટી ઉષા મારી સાથે સ્ટેજ પર બેઠી છે. પરંતુ એક ખામી એ હતી કે અમે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની મેડલ ટેલીમાં ઘણા પાછળ રહી ગયા હતા. ત્યારે અમે રાષ્ટ્રીય સંકલ્પ સાથે આ દર્દ દૂર કરવાની પહેલ કરી. ત્યારે રમત ગમત ક્ષેત્રે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરે એ જ મુખ્ય હેતુ છે અને આગામી 2036 માં ઓલમ્પિકની યજમાને કરવા માટે પણ ભારત સંપૂર્ણ સજ્જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.