Abtak Media Google News

વિશ્વના અનેક દેશો પાણીમાં ગરકાવ થશે: ૧.૮૦ કરોડ લોકોનું કરાશે સ્થળાંતર

૨૧મી સદીમાં વિશ્વ આખુ અનેકવિધ સમસ્યાથી પીડાઈ રહ્યું છે. ત્યારે દિન-પ્રતિદિન વૈશ્વિક સમસ્યામાં વધારો થતો જોવા મળે છે. ત્યારે ૨૧મી સદી પૂર્ણ થાય તે પહેલા દરિયાની સપાટી બે મીટર વધી જશે જેના કારણે વિશ્વના અનેક દેશો પાણીમાં ગરકાવ થશે તો નવાઈ નહીં. સાથો સાથ ૧.૮૦ કરોડ લોકોનું પણ સ્થળાંતરણ કરવામાં આવશે.

સંયુકત રાષ્ટ્ર મહાસંઘના પર્યાવરણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સમુદ્રની સપાટી વધતા ફ્રાન્સ, જર્મની, બ્રિટનમાં સૌથી વધુ અસર થશે અને ગ્રીનલેન્ડ એન્ટાર્ટીકાની વિશાળ હિમશીલા વાતાવરણના કારણે ઓગળી રહી છે અને ૨૦૨૦ સુધીમાં પૃથ્વીમાં વધેલા તાપમાનના તાપથી અગનવર્ષાના કારણે ગ્લેસીયર ઓગળી જતા દરિયાની સપાટી ૨ મીટર સુધી ઉંચી આવશે અને લાખો કિલોમીટર દરિયા કિનારોમાં ડુબી જશે.

સંયુકત રાષ્ટ્રસંઘના કલાઈમેન્ટ ચેન્જ સમીટીના ૨૦૧૩ના અહેવાલમાં આ ખતરો સ્પષ્ટપણે દેખાડવામાં આવ્યો હતો કે, ૨૧૦૦મી સાલ સુધીમાં વાતાવરણમાં ફેરબદલ થતાની સાથે જ સમુદ્રની સપાટી ૨ મીટર સુધી ઉંચી આવશે. ઉપગ્રહોમાંથી પ્રાપ્ત માહિતીમાં એન્ટાર્ટીકા અને ગ્રીનલેન્ડ નજીકનો દરિયો વધી રહ્યો હોવાનું પણ દેખાઈ રહ્યું છે. નિષ્ણાંતોના મત મુજબ ૨૧મી સદી પૂર્ણ થતાંની પહેલા જ ફ્રાન્સ, જર્મન, સ્પેન, બ્રિટન જેવા દેશો પ્રભાવીત થશે.

સમુદ્રની વધતી જતી સપાટી એ વૈશ્વિકસ્તર પર ગંભીર બાબત માનવામાં આવી રહી છે. યુનોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, થોડા સમય પહેલા પેરીસમાં મળેલી ગ્લોબલ વોર્મિંગ અંગેના પરિસંવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ સમાજને કલાઈમેન્ટ ચેન્જ સામે રક્ષણાત્મક રણનીતિ અંગે મહત્વના સુજાવો આપ્યા હતા. દરેક મહત્વપૂર્ણ રાષ્ટ્ર પોતાના આસપાસના પર્યાવરણમાં ૨ ડીગ્રી સેલ્સીયસ તાપમાન ઘટાડવાની સાથે ગ્રીનહાઉસ ઉભા કરવા માટે હાકલ કરી હતી અને એકલયમાં સુર પણ પુરાવ્યો હતો. પવનચકકી આધારીત વિજળીનો ઉપયોગ કરી વિજળી ઉત્પાદન કરવા માટે પણ પેટ્રોલીયમ અને અણુ રિયેકટરનો વપરાશ ઘટાડી વાતાવરણમાં ફેરબદલ થતો અટકાવવા માટેના સુજાવો આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.