Abtak Media Google News

બંધ ચેમ્બરમાં નજરે જોનારા સાક્ષી વગર એટ્રોસિટી એકટની કલમો હેઠળની નોંધાયેલી ફરિયાદને રદ કરવાનો હુકમ કરતી અલ્હાબાદ હાઈકોર્ટ

ભારતીય સમાજમાં ફેલાયેલી વરવી જ્ઞાતિ પ્રથાના કારણે સદીઓ સુધી અનુસુચિત જાતી જનજાતિના લોકોને અછુત રાખીને હડધૂત સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા. આઝાદી બાદ આવા સમાજના લોકોને ઉચ્ચવર્ણના લોકોથી પોતાની ઉતરતી જ્ઞાતિ પ્રત્યે હડધુત થઈને સહન ન કરવું પડે તેમાટે એટ્રોસીટી એકટ બનાવવામાં આવ્યો હતો. આ એટ્રોસીટી એકટમાં આકરી જોગવાઈઓ હોય સમયાંતરે તેનો ગેરપયોગ વધવા લાગ્યો હતો. એસસી, એસટી જ્ઞાતિમાં આવતા લોકો તેમને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા ન હોવા છતાં સર્વણો સામે ખોટે ખોટી ફરિયાદો કરવા લાગ્યા હતા. આવા વધતી ફરિયાદો સામે અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે જેમાં સ્પષ્ટ કર્યું હછે એટ્રોસીટી એકટની અમલવારી જાહેરમાં થયેલા ગુન્હાઓ પર લાગુ પડશે.

અલ્હાબાદ હાઈકોર્ટે તેની આ ચૂકાદામાં સ્પષ્ટ કયુર્ંં છે કે એસસી, એસટી એકટ ૧૯૮૯ (એટ્રોસીટી એકટ)નીચે કેસ ત્યારે નોંધવો જોઈએ જયારે આવી હડધુત કરવાનો બનાવ બનવા પામ્યો હતો. બંધ રૂમમાં બનેલા બનાવના કિસ્સાઓમાં એટ્રોસીટી એકટની કલમો લગાડી શકાય નહી સ્ટોનભદ્રના કે.પી. ઠાકુરની અરજી પર સુનાવણી કરતા જસ્ટીસ આર.કે. ગૌતમે આ ચૂકાદો આપ્યો છે. આકેસ વિગતો જોઈએ તો કે.પી. ઠાકુર જમીન ખોદાણા વિભાગના અધિકારી છે. તેમની નીચે કામ કરતા અનુસુચિત જાતીનાં કર્મચારી વિનોદકુમાર તનયા સામે વિભાગીય તપાસ માટે ઠાકુરે તેમને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. વિનોદ કુમાર તનયા પોતાના સાથી કર્મચારી એમ.પી. તિવારી સાથે ઠાકુર પાસે જવાબ આપવા તેમની ચેમ્બરમાં ગયા હતો પરંતુ ઠાકુરે તિવારીને ચેમ્બર બહાર રહેવાનું જણાવીને તનયાની પુછપરછ કરી હતી.

જે બાદ, વિનોદકુમાર તનયાએ પોતાની ઉપરી અધિકારી કે.પી. ઠાકુરે તેમને મારપીટ કરી, ધાક ધમકી આપી ને જ્ઞાતિ પ્રત્યે હડધુતકર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બની તય્રે ઠાકુરની ચેમ્બર અંદરથી બંધ હતી અને અંદર એવો કોઈ સાક્ષી ન હતો કે જેમને આ ઘટનાને નજરે જોઈ હોય સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક કિસ્સામાં સ્પષ્ટ કર્યું હતુ કે કોઈને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવાની ઘટના જાહેરમાં ન બની હોય તો તેનો એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુન્હો નોંધી શકાય નહી જેથી અલ્હાબાદ હાઈકોર્ટે આ દલીલનો સ્વીકાર કરીને અરજદાર કે.પી. ઠાકુરની સામે ફરિયાદમાં વિનોદકુમાર તનયાએ કરેલી ફરિયાદમાંથી એટ્રોસીટી એકટની કલમો રદ કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં એટ્રોસીટી એકટની કલમ ૩ (૧) (ડ્ઢ)ની જોગવાઈઓનો ભંગ થતો હોવાનું માનીને હાઈકોર્ટે અરજકર્તા કે.પી.ઠાકૂરની અરજીને માન્ય રાખી હતી. જયાર તેમની સામે આઈપીસીની કલમ ૩૨૩ અને ૫૦૬હેઠળ નોંધાયેલા મારામારી અને ગુન્હાહિત કાવતરૂ રચવા માટેની નોંધાયેલી ફરિયાદમાંન યાય તોળવા હાઈકોર્ટે આ કેસને દુધય જયુડીશીયલ મેજીસ્ટ્રેટને પરત મોકલી આપી હતી. જયારે તનયા સાથે મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી માટે થયેલી ફરિયાદમાં નિયમાનુસાર કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ કર્યો છે.

  • એટ્રોસિટી એકટમાં ઓછામાં ઓછી ર વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઇ

સમાજમાં અનુકુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતીના લોકો સાથે શ્રવણ સમાજ દ્વારા કરવામાં આવતા અત્યાચારના પગલે ભારતીય બંધારણમાં એટ્રોસીટી એકટ ૧૯૮૯ લાગુ કરવામાં આવ્યો હતો. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને રક્ષણ આપતો આ એટ્રોસીટી એકટના કાયદામાં ઓછામાં ઓછી બે વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે. એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ થાય તો હાલમાં જ સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદા પ્રમાણે આરોપીની તાત્કાલીક ધરપકડ થઇ શકે છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકો સાથે કોઇ અત્યાચાર કરે ધાર્મિક લાગણી દુભાવે, જ્ઞાતિ પ્રત્યે હડધુત કરે માર મારે કે હત્યા કરે ત્યારે ભોગ બનનારના વાલી વારસ દ્વારા ફરીયાદ કરવામાં આવે ત્યારે એટ્રોસીટી એકટ ૧૯૮૯ના કાયદા પ્રમાણે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.