Abtak Media Google News

મયુરનગર, અજતગઢ, મીયાણી સહિતના ગામો પાસે બ્રાહ્મણી નદીના પટ્ટમાં કરેલા હજારો ટન રેતીના સટ્ટા તંત્રને કેમ ધ્યાને આવતા નથી !

હળવદ પંથકમાં બેફામ ખનીજ ચોરી વચ્ચે તંત્રે બે દિવસ સુધી નાટકીય ઢબે કરુવાહી કરીને આજે પાણીમાં બેસી જતા હળવદ પંથકમાં ખનિજચોરો બે લગામ બનીને ગેરકાયદેસર ખનિજની હેરાફરી કરી રહ્યા છે.જ્યારે આજે હળવદના મીયાણી, અજિતગઢ, માયુરનગર સહિતના ગામોમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટ્ટમાં હજારો ટન રેતીના ઢગલા કરેલા હોવા છતાં તંત્રને કેમ આ ખનીજ ચોરી દેખાતી નથી શુ તંત્ર આ ખનિજચોર સામે ઘૂમટો તાણી રહ્યુ છે કે ખનિજચોરો સાથે સાંઠગાંઠ છે.તેવો સવાલ ઉઠ્યો છે.એકંદરે હળવદ પંથકમાં ખુલ્લેઆમ થતી ખનીજ ચોરી સામે તંત્ર આંખ આડા કાન કરવાની વૃત્તિ લોકોને અકળાવી રહી છે.

ત્યારે આજે પણ સાંજના ખનીજ અધિકારીઓને સંતાકૂકડી રમાંડી રેતી માફિયાઓ હળવદમાંથી રેતીની ટ્રકો પસાર કરવામાં સફળ રહ્યા હતા જોકે ખનીજની ગાડી પાછળ દોડતા રેતી ભરેલી ટ્રક હવામાં અલોપ થઈ ગઈ હતી..? જોકે વાત જે પણ હોય પરંતુ હાલતો તંત્ર કરતા રેત માફીયાઓની તાકાત વધુ હોવાનો તાલ સર્જાયોછે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખનીજ અને મામતદાર હળવદમાં ચાલતી ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રકો ને ક્યારે અટકાવે છે

રેતી માફિયાઓએ ખનીજની ગાડીમાં હવા કાઢી નાખી..?

હળવદ પંથકમાં જાણે ખનીજ માફીયાઓએ ખનીજ ચોરી કરવાની સોગંદ ખાધીલીધી હોય તેમ  કોઈપણ રીતના ખનીજ ચોરી અટકાવવાનું નામ નથી લેતા ત્યારે અત્યંત વિશ્વાશુ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઇકાલના મોરબી જિલ્લા ખાણ ખનીજ ની બોલેરો ગાડી અધીકાઓ હળવદ હાઈવે પરની એક હોટલમાં જમવા ગયા હતા ત્યારે કોઈ ખનીજ માફીયાઓએ  ખનીજ ના અધિકારીઓ રેતી ભરેલી ટ્રકો નો પીછો ન કરે તેવા ઈરાદા સાથે બોલેરો ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખી હતી ત્યારે અહીં સવાલ એ થાય છે કે આજે તો માત્ર ટાયર માંથી હવાજ નીકળવામાં આવી છે આવનાર દિવસોમાં આવા તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવેતો કોઈ રેસ માફિયાઓની તાકાતમાં બમણો વધારો થઈ શકે તેમ છે ત્યારે ખનીજના અધિકારીઓએ પણ હોટલના સીસીટીવી કેમેરા મેળવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.