Abtak Media Google News

ગાંધીધામમાં એક વર્ષ પહેલાં તલવારથી બે બહેન અને માતા પર હુમલો કરતા માતા-પુત્રીના મોત નીપજ્યા’તા: સમાધાન થયું હતુ પણ અદાલતે સાયોગિક પુરાવાને ગ્રાહ્ય રાખ્યા:એપીપી હિતેશ્રીબેન ગઢવીએ રેર ઓફ રેર કેસ ગણાવી કરી ધારદાર દલિલ

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં એક વર્ષ પહેલાં ઘર કામ બાબતે માતા-પુત્રી વચ્ચે થયેલા ઝઘડાના કારણે માતા-પુત્રીની હત્યાના ગુનામાં સંડોવાયેલી યુવતીને ગાંધીધામ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ડબલ મર્ડરના ગુનામાં યુવતીને મૃત્યુ દંડની સજાનો ધાક બેસડતો ચુકાદો જાહેર થતા ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે.

Advertisement

સુંદરપુરી વિસ્તારમાં માતા રાજીબેન (ઉ.વ.૬૦) અને પુત્રી આરતી (ઉ.વ.૨૭) તેમજ મધુ પર મંજુએ ગત તા.૨૭-૨-૧૭ના વહેલી સવારે તલવારથી હુમલો કરી માતા રાજીબેન અને બહેન આરતીને મોતને ઘાટ ઉતારી દીધાનો તેમજ મધુ પર ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ડબલ મર્ડરના કેસમાં પોલીસે મધુની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ ગાંધીધામ એડીશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં સુનાવણી શ‚ થઇ હતી. હત્યામાં ભોગ બનનાર એટલે કે મૃતકના પતિ અને આરોપી મધુના પિતાએ સમાધાન કરી લીધું હતું. સરકાર પક્ષે સાયોગિક પુરાવા આધારિત કેસની જોડતી કડી પુરી પાડવામાં આવી હતી. અને રેર ઓફ રેર કેસ હોવાથી આકરી સજા કરવા ભારપૂર્વક દલીલ કરી હતી.

Gujrat News | Rajkot
gujrat news | rajkot

એપીપી હિતેશ્રીબેન ગઢવીની દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી માતા અને બહેનની હત્યાના ગુનામાં આરોપી મધુને તકસીરવાન ઠેરવી મૃત્યુ દંડની સજા ફટકારી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.